ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dang Darbar : અહીંના રાજાઓને 118 વર્ષથી મળે છે રાજકીય પેંશન

Dang Darbar : આઝાદી બાદ દેશમાં રાજાશાહીનો અંત આવ્યો છે. પરંતુ ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં રાજા હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. સરદાર પટેલ, જેમણે ભારતના તમામ રાજાઓને એક કર્યા અને રાજાશાહીને નાબૂદ કરી હતી. જો કે ગુજરાતના આદિવાસી બહુમતી...
06:04 PM Mar 20, 2024 IST | Vipul Pandya
Dang Darbar : આઝાદી બાદ દેશમાં રાજાશાહીનો અંત આવ્યો છે. પરંતુ ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં રાજા હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. સરદાર પટેલ, જેમણે ભારતના તમામ રાજાઓને એક કર્યા અને રાજાશાહીને નાબૂદ કરી હતી. જો કે ગુજરાતના આદિવાસી બહુમતી...
DANG DARABAR 2024

Dang Darbar : આઝાદી બાદ દેશમાં રાજાશાહીનો અંત આવ્યો છે. પરંતુ ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં રાજા હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. સરદાર પટેલ, જેમણે ભારતના તમામ રાજાઓને એક કર્યા અને રાજાશાહીને નાબૂદ કરી હતી. જો કે ગુજરાતના આદિવાસી બહુમતી ધરાવતા ડાંગ (Dang) જિલ્લાના આદિવાસી ભીલ રાજાને Dang Darbar માં 1842 થી બ્રિટિશ સરકાર તરફથી તેમની બહાદુરી અને બલિદાન તથા જંગલની રક્ષા કરવા માટે પોલિટીકલ પેંશન આપવામાં આવે છે. વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ યથાવત છે.

છેલ્લા 118 વર્ષથી સતત યોજાતો ડાંગ દરબાર

ડાંગ જિલ્લાનો પોતીકો તહેવાર જાણીતા ડાંગ દરબાર ની આજથી વિધિવત શરૂઆત થઇ ચુકી છે . ડાંગ દરબાર 2024 ને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. છેલ્લા 118 વર્ષથી સતત યોજાતો ડાંગ દરબાર 5 દિવસ સુધી ચાલશે. સામાન્ય રીતે રાજ્યપાલને હસ્તે મેળાની શરૂઆત કરવામાં આવે છે. જોકે આ વખતે આચાર સંહિતા હોવાથી આ મેળાનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

રાજાઓની શાહી સવારી

આહવા કલેકટર કચેરી ખાતે સવારે 8.30 કલાકે વહીવટી તંત્ર દ્વારા પાંચ રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલ નગારા વગાડી રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવી હતી. રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેકટર કચેરી ખાતેથી નીકળી જેમાં ડાંગના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય તેમજ અન્ય પ્રાંતના નૃત્ય સાથેની ઝાંખી સાથે સામીયાણા સુધી પહોંચી હતી. આ યાત્રા આહવા નગરના મુખ્ય માર્ગ પર ફરી રંગઉપવને પહોચી હતી, જ્યાં રાજાઓ તરફથી મહેમાનોનું તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્ય કાર્યક્રમ મુજબ સરકારે નિશ્ચિત કરેલ રાજકીય સાલીયાણા પેટેની રકમ અને પાનસોપારી તેમન મોમેન્ટો આપીને પાંચ રાજાઓનું જાહેરમાં સન્માન કર્યું હતું.

ડાંગ દરબારને ડાંગના લોકો ખાઉલા,પીવુલા અને નાચુલાના નામથી પણ ઓળખે છે

ડાંગ દરબાર ની રાહ ડાંગ સ્થાનિકો ઘણા સમયથી જોતા હોય છે તો ડાંગ દરબારને માણવા માટે ગુજરાત સહીત અન્ય રાજ્ય અને દેશ વિદેશ થી પણ લોકો આવતા હોય છે. ડાંગ દરબાર ને ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ પણ માણીને ખુશી વ્યક્ત કરતા હોય છે. ડાંગ દરબારને ડાંગના લોકો ખાઉલા,પીવુલા અને નાચુલાના નામથી પણ ઓળખે છે. ડાંગ દરબાર આગામી પાંચ દિવસ સુધી ચાલશે.

વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાશે

ડાંગ દરબારની વાત કરીએ તો આ પાંચ દિવસીય મેળામાં દેશની વિવિધ આદિવાસી સંસ્કૃતિની ઝલક સાથે રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો દૂર-દૂરથી આવે છે. રાજાનું માનવું છે કે આ જંગલ આદિવાસીઓ માટે એટીએમ જેવું છે.

આ પણ વાંચો----- Bharuch : વિશ્વ ચકલી દિન નિમિત્તે પાણીના કુંડાનું વિતરણ કરાયું

આ પણ વાંચો--- Bharuch : હોળીકા દહન માટે વૈદિક હોળીનો સંકલ્પ, આ રીતે ઉજવાશે હોળી

આ પણ વાંચો--- NARMADA : રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ઉજવાય છે બરસાના જેવી હોળી, વાંચો અહેવાલ

Tags :
DangDang DarbarGujaratGujarat FirstPolitical PensionTribal Bhil RajaTribal culture
Next Article