બેંગલુરૂમાં સ્ટેડિયમ બહાર થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારાઓ માટે RCB ની આર્થિક સહાય જાહેર
- આરસીબી ટીમ દ્વારા મોટા વળતરની જાહેરાત કરવામાં આવી છે
- મૃતકોના પરિવારને રૂ. 25 લાખની સહાય રાશી આપવામાં આવશે
- ફ્રેન્ચાઇઝીએ લાગણીસભર સંદેશો લખ્યો
Bengaluru Crowd Crush 2025 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ 4 જૂન, 2025 ના રોજ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં (Bengaluru Crowd Crush 2025) જીવ ગુમાવનારા 11 ચાહકોના પરિવારોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. આ જાહેરાત શનિવારે ફ્રેન્ચાઇઝના સત્તાવાર એકાઉન્ટ x અને ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમની નવી શરૂ કરાયેલી સામાજિક પહેલ RCB કેર્સ (RCB Cares) હેઠળ કરવામાં આવી હતી.
RCB Cares extended Rs 25 lakh each to the bereaved families in connection with the stampede outside the Chinnaswamy Stadium in Bengaluru during the RCB victory celebration pic.twitter.com/LOTvj1gwiS
— ANI (@ANI) August 30, 2025
86 દિવસ પછી મોટા વળતર પેકેજની જાહેરાત
બેંગલુરુમાં RCB ની IPL ની જીતના સેલિબ્રેશન દરમિયાન બનેલી આ દુર્ઘટના (Bengaluru Crowd Crush 2025) શહેરના રમતગમતના ઇતિહાસની કાળી ટીલડી સમાન ઘટના છે. અમદાવાદમાં ફાઇનલમાં પંજાબ કિંગ્સ પર વિજય મેળવીને RCB એ પોતાનું પહેલું IPL ટાઇટલ જીત્યું હતું. જે બાદ હજારો ઉત્સાહિત ચાહકો ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર એકઠા થયા હતા. પરંતુ ઉજવણી અંધાધૂંધીમાં ફેરવાઈ ગઈ હતી, કારણ કે, ચાહકો સ્ટેડિયમના દરવાજા તરફ બેકાબૂ દોડી ગયા હતા, જેમાં 11 લોકોના મોત થયા અને 50 થી વધુ ઘાયલ થયા હતા. આખરે 86 દિવસ પછી, RCB એ મોટા વળતર પેકેજની જાહેરાત કરી છે. એક ભાવનાત્મક નિવેદનમાં, ફ્રેન્ચાઇઝે દુર્ઘટનાની ગંભીરતાને સ્વીકારી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે લાગણી વ્યક્ત કરી છે.
સહાયથી ક્યારેય ભરી શકશે નહીં
'4 જૂન, 2025 ના રોજ, અમારા હૃદય તૂટી ગયા હતા. અમે RCB પરિવારના અગિયાર સભ્યો ગુમાવ્યા હતા. તેઓ અમારા ભાગ હતા. અમારા શહેરનો, અમારા સમુદાયનો અને અમારી ટીમને અનન્ય બનાવે તે ભાગ. તેમની ગેરહાજરી (Bengaluru Crowd Crush 2025) અમારા દરેકની યાદોમાં ગુંજશે.' 'તેઓએ જે ખાલીપણું છોડી દીધું છે તેને કોઈપણ પ્રકારની સહાયથી ક્યારેય ભરી શકશે નહીં. પરંતુ પ્રથમ પગલા તરીકે, ઊંડા આદર સાથે, RCB એ તેમના પરિવારોને 25 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. માત્ર નાણાકીય સહાય તરીકે નહીં, પરંતુ કરુણા, એકતા અને સતત કાળજીના વચન તરીકે.'
આ પણ વાંચો ----- તરણેતર લોકમેળામાં Gramin olympic નું કરાયું ભવ્ય આયોજન,સરકાર તરફથી બે લાખથી વધુના ઇનામો અપાયા


