Ironman 70.3 Goa : સાંસદ તેજસ્વી સૂર્યાએ સર્જ્યો રેકોર્ડ...
- આયર્નમેન 70.3 ગોવા 50 થી વધુ દેશોના એથ્લેટ્સને આકર્ષવા માટે જાણીતું
- બેંગલુરુ દક્ષિણના ભારતીય જનતા પાર્ટીના સાંસદ તેજસ્વી સૂર્યાએ પણ ભાગ લીધો
- આયર્નમેન 70.3 ગોવા ઈવેન્ટમાં ચેલેન્જ પૂર્ણ કરનાર તે પ્રથમ સાંસદ બન્યા
- પીએમ મોદીએ પણ તેજસ્વી સૂર્યાના કર્યા વખાણ
Ironman 70.3 Goa : બેંગલુરુ દક્ષિણના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ તેજસ્વી સૂર્યાએ રવિવારે રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આયર્નમેન 70.3 ગોવા (Ironman 70.3 Goa ) ઈવેન્ટમાં ચેલેન્જ પૂર્ણ કરનાર તે પ્રથમ સાંસદ બન્યા છે. તે ટ્રાયથલોન ચેલેન્જ છે, જેમાં 1.9 કિમી સ્વિમિંગ, 90 કિમી સાઇકલિંગ અને 21.1 કિમી રનિંગનો સમાવેશ થાય છે.
આયર્નમેન 70.3 ગોવા, જે 50 થી વધુ દેશોના એથ્લેટ્સને આકર્ષવા માટે જાણીતું
તેજસ્વી સૂર્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની તૈયારીઓ વિશે માહિતી શેર કરી છે. તેમણે લખ્યું, "આયર્નમેન 70.3 ગોવા, જે 50 થી વધુ દેશોના એથ્લેટ્સને આકર્ષવા માટે જાણીતું છે, તે ભારત અને વિશ્વભરના એથ્લેટ્સ અને ફિટનેસ ઉત્સાહીઓ માટે એક પ્રીમિયર ઈવેન્ટ બની ગયું છે. આ ચેલેન્જમાં 1.9 કિમીની સ્વિમિંગ, 90 કિમીની સાયકલિંગ અને 21.1 કિમીની દોડ સામેલ છે. જેમાં કુલ 113 કિમીનું અંતર પૂર્ણ કરવાનું હોય છે. આ કોઇ પણ વ્યક્તિ માટે સહનશક્તિ, શારીરિક અને માનસિક ફિટનેસની અંતિમ કસોટી છે અને તેના પરિણામે મેં આ ચેલેન્જ પૂર્ણ કરી છે.
પીએમ મોદી પર આ વાત કહી
સાંસદે આગળ લખ્યું, "તેની પ્રેરણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ફિટ ઈન્ડિયા અભિયાનમાંથી મળી છે, જેણે મને મારા ફિટનેસ લક્ષ્યોને પ્રતિબિંબિત કરવામાં મદદ કરી. મોટી મહત્વાકાંક્ષાઓનો પીછો કરતા યુવા રાષ્ટ્ર તરીકે, આપણે આપણી શારીરિક તંદુરસ્તી સુધારવાની જરૂર છે. એક સ્વસ્થ રાષ્ટ્ર તમને વધુ શિસ્તબદ્ધ અને આત્મવિશ્વાસપૂર્ણ બનાવે છે, તમે જે પણ પ્રયાસ કરો છો તેમાં સફળતાની તકો વધે છે, જે આપણા દેશ માટે જરૂરી છે, ફિટનેસ તમને બનાવે છે વધુ સારી વ્યક્તિ.
આ પણ વાંચો----Vadodara: આજથી ભારતમાં જ બનશે સ્પેનના બાહુબલી....
પીએમ મોદીએ તેજસ્વી સૂર્યની પોસ્ટને રિપોસ્ટ કરી
પીએમ મોદીએ તેજસ્વી સૂર્યની પોસ્ટને ફરીથી પોસ્ટ કરી લખ્યું કે આ સરાહનિય ઉપલબ્ધી છે. મને આશા છે કે ઘણા યુવાઓને ફિટનેસ સબંધિત ગતિવિધીઓ માટે તે પ્રેરિત કરશે.
60 ટકાથી વધુ સહભાગીઓએ પ્રથમ વખત ભાગ લીધો
રાજ્યના મંત્રી ગોવિંદ ગાવડેએ બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યા અને ભૂતપૂર્વ ભારતીય ટેનિસ ખેલાડી લિએન્ડર પેસની હાજરીમાં આ કાર્યક્રમને ફ્લેગ ઑફ કર્યું. આ વર્ષના 60 ટકાથી વધુ સહભાગીઓ પ્રથમ વખત ભાગ લઈ રહ્યા હતા, જે ભારતમાં ટ્રાયથ્લોન સમુદાયના વિસ્તરણમાં ઈવેન્ટની મહત્વની ભૂમિકાને પ્રકાશિત કરે છે
સાજન પ્રકાશ પણ ત્યાં હતા
તેજસ્વી સૂર્યાએ 2022 માં આયર્નમેન 70.3 ગોવામાં રિલે ટીમના સભ્ય તરીકે ભાગ લીધો હતો અને 90 કિમી સાયકલિંગ સેગમેન્ટ પૂર્ણ કર્યું હતું. જોકે આ વર્ષે તેમણે ત્રણેય ઈવેન્ટમાં રેસ પૂરી કરી હતી. ઓલિમ્પિક સ્વિમર સાજન પ્રકાશે પણ રવિવારે ટીમના સાથી સિરીશ ગોવર્ધન (સાયકલિંગ) અને સૌમ્યા રાઉત (રનિંગ) સાથે આયર્નમેન 70.3 ગોવા રિલેમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો----Mann Ki Baat ના 115માં એપિસોડમાં PM Modi એ છોટા ભીમ, મોટુ-પટલુ અને હનુમાનનો ઉલ્લેખ કર્યો