Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL 2023 : રાજકોટમાં ચાના કપથી ખેલાઈ રહ્યો છે કરોડોનો સટ્ટો

દેશમાં ચાલી રહેલી IPL ની સિઝન તેની લોકચાહના અને ક્રિકેટના રેકોર્ડ માટે જેટલી ચર્ચામાં રહે છે એટલી જ ચર્ચામાં સટ્ટાના કારણે રહે છે. પોલીસના અનેક પ્રયાસો છતાં IPL પર ચાલી રહેલા સટ્ટા પર અંકુશ લાવી શકાતો નથી. બુકીઓ પોલીસને અંધારામાં...
Advertisement

દેશમાં ચાલી રહેલી IPL ની સિઝન તેની લોકચાહના અને ક્રિકેટના રેકોર્ડ માટે જેટલી ચર્ચામાં રહે છે એટલી જ ચર્ચામાં સટ્ટાના કારણે રહે છે. પોલીસના અનેક પ્રયાસો છતાં IPL પર ચાલી રહેલા સટ્ટા પર અંકુશ લાવી શકાતો નથી. બુકીઓ પોલીસને અંધારામાં રાખી સટ્ટા માટે અવનવા કિમિયાઓ અજમાવે છે ત્યારે રાજકોટમાં સટ્ટા ચાના કપમાં QR કોડ સ્કેન કરાવી ઓનલાઈન સટ્ટો રમાડવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે.

પોલીસ તપાસ શરૂ

Advertisement

રાજકોટમાં ટી-પોસ્ટના ચાના કપમાં QR કોડ દ્વારા ઓનલાઈન સટ્ટાનું રેકેટ ઝડપાયું છે. જેમાં ક્યૂઆર કોડ સ્કેન કરતા નવી લિંક ખુલે છે જેમાં ઓનલાઈન સટ્ટા માટેની આઈડી ઓફર કરવામાં આવે છે. સટ્ટાની આ રીત જોઈને પોલીસ પણ ચકરાવે ચડી છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચ ACP દ્વારા PSI ને તપાસ સોંપવામાં આવી છે.

Advertisement

શું છે મોડસ ઓપરન્ડી?

ચા પીવાના કપ પર એક QR કોડ આપવામાં આવે છે. જેના સ્કેન કર્યા બાદ ઓનલાઈન સટ્ટાની લિંક ખુલે છે. જેમાંથી વ્હોટ્સ એપ રિડાયરેક્ટ કરવામાં આવે છે. જેમાં સામેની વ્યક્તિ સાથે સીધી વાત થાય. સામેની વ્યક્તિ સટ્ટો રમાડવા ID બનાવવાની ઓફર કરે છે તેને સ્વીકારતા જ વ્યક્તિનું એકાઉન્ટ ખુલી જાય અને ગ્રાહક ઓનલાઈન સટ્ટો રમી શકે.

  • ટી પોસ્ટના કપ પર બારકોડને લઈને તેના ફાઉન્ડર દર્શન દસાણીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આની જાણ થતાં જ કપ પરત લઈ લીધા છે.

ઈન્ટરનેશનલ રેકેટની આશંકા

આ મામલે સાઇબર ક્રાઈમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આ ઈન્ટરનેશનલ રેકેટ હોય તેવી પણ આશંકા છે ત્યારે આગામી સમયમાં પોલીસ તપાસમાં કેવા પ્રકારના વધુ ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું.

Tags :
Advertisement

.

×