ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ચાલુ વાહને ફોન પર વાત કરનારા ચેતજો!, Ahmedabad માં ફોન પર વાત કરતો યુવક પટકાયો

Ahmedabad: ચાલુ વાહને ફોન પર વાત કરનારા ચેતજો! અમદાવાદમાં ફોન પર વાત કરતો યુવક પટકાયો છે. મોપેડ ચાલકે કાબૂ ગુમાવતા ઊંધેકાંધ પડ્યો છે. જેમાં પાછળ આવતી કારના ડેશકેમમાં ઘટના કેદ થઇ છે. કારચાલકે બ્રેક મારતા યુવકનો બચાવ થયો
10:52 AM Oct 19, 2025 IST | SANJAY
Ahmedabad: ચાલુ વાહને ફોન પર વાત કરનારા ચેતજો! અમદાવાદમાં ફોન પર વાત કરતો યુવક પટકાયો છે. મોપેડ ચાલકે કાબૂ ગુમાવતા ઊંધેકાંધ પડ્યો છે. જેમાં પાછળ આવતી કારના ડેશકેમમાં ઘટના કેદ થઇ છે. કારચાલકે બ્રેક મારતા યુવકનો બચાવ થયો
Ahmedabad, Police, Gujarat, ViralVideo

Ahmedabad: ચાલુ વાહને ફોન પર વાત કરનારા ચેતજો! અમદાવાદમાં ફોન પર વાત કરતો યુવક પટકાયો છે. મોપેડ ચાલકે કાબૂ ગુમાવતા ઊંધેકાંધ પડ્યો છે. જેમાં પાછળ આવતી કારના ડેશકેમમાં ઘટના કેદ થઇ છે. કારચાલકે બ્રેક મારતા યુવકનો બચાવ થયો છે. જેમાં શહેરમાં વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો યુવાનને ભારે પડી ગયો છે. જેમાં શહેરના ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે મોબાઈલનો ઉપયોગ કરી રહેલા મોપેડ ચાલકે કાબૂ ગુમાવતા બ્રિજ પર ઊંધેકાંધ પટકાયો હતો.

મોપેડ પર સવાર હતો તે મોપેડ ફંગોળાઈને 15 થી 20 ફૂટ દૂર ફેંકાઈ ગયું

ઉલ્લેખનીય છે કે વાહન ચાલક જ્યારે રોડ પર પટકાયો ત્યારે પાછળથી આવી રહેલા કારચાલકે બ્રેક મારી દેતા યુવકનો જીવ જોખમમાં આવતા બચી ગયો છે. તેમજ આ તમામ ઘટના પાછળ આવી રહેલી કારના ડેશકેમમાં કેદ થઈ હતી. જે વીડિયો અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.

Ahmedabad: અચાનક જ યુવકે બેલેન્સ ગુમાવતા બ્રિજ પર પટકાયો

વીડિયોમાં જોઇ શકાય છે કે ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલો મોપેડ સવાર યુવક એક હાથમાં મોબાઈલ અને એક હાથે મોપેડ ચલાવતા નજરે પડી રહ્યો છે. પાછળ અને આસપાસ વાહનો પસાર થઈ રહ્યા છે. ત્યારે અચાનક જ યુવકે બેલેન્સ ગુમાવતા બ્રિજ પર પટકાયો હતો. યુવક જે મોપેડ પર સવાર હતો તે મોપેડ ફંગોળાઈને 15 થી 20 ફૂટ દૂર ફેંકાઈ ગયું હતું.

યુવક મોપેડ લઈને જઈ રહ્યો હતો ત્યારે પાછળ જ એક કાર હતી

યુવક મોપેડ લઈને જઈ રહ્યો હતો ત્યારે પાછળ જ એક કાર પણ ચાલી રહી હતી. જે કારના ડેશકેમમાં અકસ્માતનો સમગ્ર બનાવ કેદ થયો છે. આ અકસ્માત સર્જાયો ત્યારે કારચાલકે સમયસૂચકતા વાપરી તુરંત જ બ્રેક મારી દેતા અને યુવકે હેલ્મેટ પહેર્યું હોવાના કારણે ચમત્કારિક બચાવ થયો હતો. ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો જોખમી હોવા છતા વાહનચાલકો બેદરકારી પૂર્વક ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ અકસ્માતનો વીડિયો અમદાવાદ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું છે કે, ઘટનાથી લોકોમાં સંદેશ ગયો છે કે ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ વાપરવું કેટલું જોખમજનક બની શકે છે. હેલ્મેટ જીવનરક્ષક છે પરંતુ ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ જીવલેણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Premanand Maharaj: દિવાળી પહેલા વૃંદાવનમાં શ્રદ્ધાનું પૂર, પ્રેમાનંદ મહારાજની પદયાત્રામાં ભક્તોની રેકોર્ડ ભીડ

Tags :
AhmedabadGujaratpoliceViralVideo
Next Article