Bharuch : નેત્રંગની ચાસવડ દૂધ ડેરીમાં 3 કરોડનું કૌભાંડ, 17 ડિરેક્ટરો બરતરફ, કસ્ટોડિયનની નિમણૂક
- Bharuch : ચાસવડ દૂધ ડેરીમાં 3 કરોડનું કૌભાંડ : 17 ડિરેક્ટરો બરતરફ, કસ્ટોડિયન કમિટીની નિમણૂક
- ભરૂચની ચાસવડ ડેરીમાં કરોડોની ગેરરીતિ : કલમ 81 હેઠળ 17 ડિરેક્ટરો બરખાસ્ત
- નેત્રંગની ચાસવડ ડેરીમાં 3 કરોડનું નુકસાન : આદિવાસી સભાસદોના હક્કનું ઓહિયું
- ચાસવડ દૂધ ડેરીનું સંચાલન બરખાસ્ત : જિલ્લા રજીસ્ટ્રારે કસ્ટોડિયન નીમ્યા
ભરૂચ : ભરૂચ જિલ્લાના નેત્રંગ ( Bharuch ) તાલુકામાં આવેલી ચાસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 3 કરોડ રૂપિયાના ગેરવહીવટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે જિલ્લા રજીસ્ટ્રાર (સહકાર) પરેશ બી. કણકોટીયાએ કડક કાર્યવાહી કરતાં કલમ 81 હેઠળ ડેરીની વ્યવસ્થાપક સમિતિના 17 ડિરેક્ટરોને બરતરફ કરી દીધા છે. આ ઉપરાંત, ડેરીનું સંચાલન સંભાળવા માટે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરવામાં આવી છે, જેના કારણે આદિવાસી વિસ્તારોમાં ભારે ચર્ચા અને પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.
Bharuch : શું છે કૌભાંડની વિગતો
સ્પેશિયલ મિલ્ક ઓડિટ : ચાસવડ દૂધ ડેરીનું 2021થી 2025 દરમિયાનનું સ્પેશિયલ મિલ્ક ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાં વ્યવસ્થાપક સમિતિ દ્વારા લાખો રૂપિયાના ખોટા વ્યવહારો અને ગેરવહીવટનો ખુલાસો થયો. ઓડિટમાં જાણવા મળ્યું કે સમિતિએ ખર્ચમાં કાયદાનું પાલન નથી કર્યું અને સભાસદોના હક્કનું નુકસાન થયું.
આ પણ વાંચો - Amreli : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે વડાપ્રધાનને લખ્યો પત્ર, મગફળી મુદ્દે ખેડૂતોની ચિંતા વ્યક્ત કરી
ગેરવહીવટનો આરોપ : ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યું કે વ્યવસ્થાપક સમિતિએ મોંઘા ભાવે ગિફ્ટની ખરીદી કરી અને સભાસદોની જરૂરિયાત કરતાં વધુ ખરીદી કરી જેના કારણે ડેરીને આર્થિક નુકસાન થયું. આ ઉપરાંત, ઘી, તેલ, દાણ, ગુવાર ભરડો, અને મકાઈ ખોળના વેચાણમાં પણ ગેરરીતિઓ આચરવામાં આવી હતી.
3 કરોડનું નુકસાન : ઓડિટમાં લગભગ 3 કરોડ રૂપિયાના ગેરવહીવટનો ખુલાસો થયો છે જે આદિવાસી વિસ્તારના સભાસદોના હક્કો પર પંજો ગણાવવામાં આવ્યું છે. આ ઘટના ઇતિહાસમાં પ્રથમ વખત બની છે. જ્યાં આદિવાસી વ્યવસ્થાપક સમિતિના સભ્યો પર આવા આરોપો લાગ્યા છે.
આ કૌભાંડ બહાર આવ્યા પછી શું કાર્યવાહી કરવામાં આવી?
17 ડિરેક્ટરો બરતરફ : ઓડિટ રિપોર્ટના આધારે જિલ્લા રજીસ્ટ્રારે ચાસવડ દૂધ ડેરીની વ્યવસ્થાપક સમિતિને બરખાસ્ત કરી છે, 17 ડિરેક્ટરોને કલમ 81 હેઠળ બરતરફ કરવામાં આવ્યા છે. આરોપી ડિરેક્ટરો યોગ્ય જવાબ રજૂ ન કરી શકતાં આ કડક પગલું લેવાયું છે.
કસ્ટોડિયન કમિટીની નિમણૂક : ડેરીનું સંચાલન સુનિશ્ચિત કરવા જિલ્લા રજીસ્ટ્રારે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરી છે. હિમાંશુ પુષ્પકાંત ભક્ત, મુકેશ રતનજી પટેલ, અશોક જમનાદાસ ઠુંમર, મહેન્દ્ર વસાવા, પીન્ટુ વસાવા, અને મનસુખ વસાવાનો સમાવેશ થાય છે.
સ્પેશિયલ ઓડિટ રિપોર્ટ : આ કેસમાં કલમ 93, 86, અને 88 હેઠળ ત્રણ અલગ-અલગ ઓડિટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા, જેમાં 1.16 કરોડ રૂપિયાના હિસાબમાં ગડબડીનો પણ ખુલાસો થયો હતો.
આદિવાસી વિસ્તારોમાં પ્રત્યાઘાત
ચાસવડ દૂધ ડેરી નેત્રંગ અને વાલીયા તાલુકાના આદિવાસી વિસ્તારોના ખેડૂતો અને દૂધ ઉત્પાદકોની જીવનદીપ ગણાય છે. આ કૌભાંડ અને ડિરેક્ટરોની બરતરફીથી સભાસદોમાં આક્રોશ અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. ગેરવહીવટના કારણે ડેરીની આર્થિક સ્થિતિ પર પણ પ્રશ્નો ઉભા થયા છે, જેની અસર સભાસદોની આવક પર પડી શકે છે.
આ પણ વાંચો- Bharuch : ઝઘડિયા GIDC ની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી, અફરાતફરીનો માહોલ


