Bharuch: હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચરનાર મૌલવીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું, જાણો સમગ્ર ઘટના
- Bharuch ના અંકલેશ્વરમાં દુષ્કર્મી મૌલવીના ઘરે ડિમોલિશન
- પાનોલી કરમાલી ગામે ગેરકાયદે બાંધકામ દૂર કરાયુ
- હિન્દુ મહિલાને અર્ધ બેભાન કરી દુષ્કર્મ આચર્યુ હતુ
- 10 દિવસના રિમાન્ડ દરમિયાન મૌલવીએ કર્યા ખુલાસા
- મૌલવીના ગેરકાયદે દબાણો અંગે પૂછપરછમાં ખુલાસો
- તાંત્રિક વિધિ અને વશીકરણના બહાને દુષ્કર્મ આચરતો
- દુષ્કર્મીના વિદેશ પ્રવાસ અંગે પણ ચાલી રહી છે તપાસ
Bharuch Maulvi Rape Hindu Woman:ધાર્મિક આશ્રય પાછળ છુપાયેલા અધમ કૃત્યો આચરનાર મૌલવી અજવદ બેમાત(Maulvi Ajwad Bemat)ની જમીન પરના ગેરકાયદે બાંધકામો પર આજે તંત્રએ સપાટો બોલાવ્યો હતો. ભરૂચ(Bharuch) જિલ્લાના અંકલેશ્વર-પાનોલી રોડ પર આવેલા કરમાલી ગામે દુષ્કર્મના આરોપી મૌલવીના રહેણાંક અને વ્યાવસાયિક સ્થળ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં મૌલવીના ગેરકાયદેસર મકાનો, દુકાનો અને મદ્રેસાના આગળના ભાગનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેનાથી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
વિધિના નામે દુષ્કર્મ, રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા
મૌલવી અજવદ બેમાતની ધરપકડ હિન્દુ મહિલા(Hindu woman) સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપો હેઠળ કરવામાં આવી હતી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મૌલવીએ તેને અર્ધ-બેભાન કરીને આ જઘન્ય કૃત્ય આચર્યું હતું. આ કેસમાં તેની ધરપકડ બાદ કોર્ટે તેને 10 દિવસના રિમાન્ડ પર સોંપ્યો હતો. પોલીસ અને વિવિધ સરકારી વિભાગો દ્વારા કરવામાં આવેલી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. રિમાન્ડ દરમિયાન મૌલવીની અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તેની સંપત્તિઓ અંગેની માહિતી બહાર આવી હતી, જેને પગલે વહીવટી તંત્રે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૌલવી બેમાત મહિલાઓને તાંત્રિક વિધિ અને વશીકરણ કરવાના બહાને પોતાના ફાંદામાં ફસાવતો હતો અને પછી તેમની સાથે દુષ્કર્મ આચરતો હોવાનો મોટો ખુલાસો થયો હતો. આ ગુનાહિત મોડસ ઓપરેન્ડીએ વિસ્તારમાં મોટો રોષ ફેલાવ્યો છે.
Bharuch: ગેરકાયદે દબાણો પર વહીવટી તંત્રનો સપાટો
Bharuch પોલીસ, મામલતદાર કચેરી અને પંચાયત વિભાગના સંયુક્ત તપાસ અભિયાનમાં કરમાલી ગામની આ જમીન પરના અનેક દબાણો ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું હતું. ગેરકાયદેસર બાંધકામોમાં મૌલવીએ ધર્મના નામે આશ્રય લઈને પોતાનો અસામાજિક ધંધો ચલાવ્યો હોવાનું માનવામાં આવે છે. આજે સવારે પોલીસની ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર દ્વારા આ બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. એસ.પી. અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ પોલીસે આ કેસની તપાસમાં કોઈ કચાસ છોડી નથી. આ કાર્યવાહી ભવિષ્યમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે દાખલો બેસાડશે.
પાસપોર્ટ હોવા છતાં વિદેશ મુસાફરી: તપાસ ચાલુ
આ કેસનો સૌથી મોટો સવાલ મૌલવીની વિદેશ મુસાફરી અંગેનો છે. ભરૂચના એસ.પી. અક્ષય રાજ દ્વારા માહિતી આપવામાં આવી છે કે આરોપી અજવદ બેમાતનો પાસપોર્ટ કોર્ટમાં જમા હતો. તેમ છતાં, તે કઈ રીતે વિદેશ જઈ આવ્યો. બીજી તરફ કેનેડાની નાગરિકતા મેળવી હોવાનું પણ બહાર આવ્યું છે. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃBharuch: પાનોલી ડ્રગ્સ ફેક્ટરી મુદ્દે ખુલાસો, ચૈતર વસાવાના આક્ષેપોના જવાબ કંપનીએ શું આપ્યા?
આ પણ વાંચોઃ Jamnagar: જામ સાહેબ દિગ્વિજયસિંહજીને ‘ભારત રત્ન’ આપવાની માંગે જોર પકડ્યું, સાંસદના સૂરને જામનગરનો ટેકો