Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : શું ખરેખર ભક્તોથી વિદાય સમયે ગણપતિ બપ્પા રડ્યા! દ્રશ્યોએ કુતૂહલ સર્જ્યું, જુઓ Video

વેજલપુર વાણિયાવાડમાં (Bharuch) ગણપતિ બપ્પાની મૂર્તિની આંખોમાં આંસુ ? વિદાય પહેલા આંખોમાં આંસુ આવતા ભક્તોમાં કુતુહલ ગણપતિ બપ્પાની ભવ્ય શોભાયાત્રા સાથે વિસર્જન યાત્રા નીકળશે ભરૂચનાં (Bharuch) પશ્ચિમ વિસ્તારમાં શ્રીજી મહોત્સવ વચ્ચે ગણપતિ બાપ્પાની મૂર્તિની આંખોમાં આંસુ વહી રહ્યા હોવાની...
bharuch   શું ખરેખર ભક્તોથી વિદાય સમયે ગણપતિ બપ્પા રડ્યા  દ્રશ્યોએ કુતૂહલ સર્જ્યું  જુઓ video
Advertisement
  1. વેજલપુર વાણિયાવાડમાં (Bharuch) ગણપતિ બપ્પાની મૂર્તિની આંખોમાં આંસુ ?
  2. વિદાય પહેલા આંખોમાં આંસુ આવતા ભક્તોમાં કુતુહલ
  3. ગણપતિ બપ્પાની ભવ્ય શોભાયાત્રા સાથે વિસર્જન યાત્રા નીકળશે

ભરૂચનાં (Bharuch) પશ્ચિમ વિસ્તારમાં શ્રીજી મહોત્સવ વચ્ચે ગણપતિ બાપ્પાની મૂર્તિની આંખોમાં આંસુ વહી રહ્યા હોવાની વાતો વાયુવેગે પ્રસરી જતાં ભક્તોનું માનવ મહેરામણ ઊમટિયું હતું અને ગણપતિ બાપ્પાની આંખોમાંથી આંસુ નીકળતા હોવાનાં દ્રશ્યો જોતા ગણપતિ બાપ્પા ભક્તોની વચ્ચેથી વિદાય લેતા દુઃખ વ્યક્ત કરતા હોવાની વાતોએ ભારે કુતૂહલ ઊભું કર્યું હતું. જો કે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ ઘટનાની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - VADODARA : ગણેશજીના વિસર્જનને લઇને ટ્રાફીક પોલીસનું જાહેરનામું

Advertisement

Advertisement

શ્રીજીની મૂર્તિની આંખોમાંથી આસુંની ધારા વહેતા કુતૂહલ

ભરૂચમાં શ્રીજી ઉત્સવ (Loard Ganesha) ધૂમધામપૂર્વક ઊજવવામાં આવી રહ્યો છે અને ગણપતિ બપ્પાને વિદાયને હવે ગણતરીનાં કલાકો જ બાકી છે. તેવામાં ભરૂચનાં (Bharuch) પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર વાણીયાવાડ વિસ્તારમાં એક પંડાલમાં શ્રીજીની મૂર્તિની આંખોમાંથી આસુંની ધારા વહી રહી હોય તેવી ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેવામાં શું ખરેખર ભક્તો વચ્ચેથી વિદાય લેનાર ગણપતિ બાપ્પાએ પણ આંખોમાંથી આસું પાડી દુઃખ વ્યક્ત કર્યું છે. તેવા સવાલ ભક્તોમાં થઈ રહ્યા છે. જો કે, આ રહસ્ય જાણવા ગણપતિ પંડાલમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી.

આ પણ વાંચો - ચાર દિવસમાં આવ્યા 16 લાખો શ્રદ્ધાળુઓ, Ambaji ના રસ્તાઓ જય અંબેના નાદથી ગૂંજ્યા

ગુજરાત ફર્સ્ટ આ ઘટનાની પુષ્ટિ કરતું નથી

આ શ્રદ્ધાનો વિષય છે. સાચા મનથી ભક્તિ કરો તો ભગવાન પ્રસન્ન થતાં હોવાની માન્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. કારણ કે ગણપતિ બાપ્પાની (Loard Ganesha) આંખોમાં આસુંનાં દ્રશ્ય જોઈને સૌ કોઈ ભક્તો પણ ચિંતિત બન્યા હતા. શ્રીજીની વિસર્જન યાત્રામાં નર્મદા નદીનાં કાંઠે ગણપતિની આંખોમાંથી આંસુ નીકળ્યાં હોવાનું ભક્તો કહી રહ્યા હતા. ગુજરાત ફર્સ્ટ આ ઘટનાની પુષ્ટિ કરતું નથી.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - Ganesh Visarjan 2024:આ 4 શુભ મુહૂર્તમાં બાપ્પાના કરો વિસર્જન

Tags :
Advertisement

.

×