Bharuch:GFL કંપનીમાં શ્રમિકના મોતનો મામલેકંપનીએ 25-25 લાખની સહાય કરી જાહેર
- ભરૂચના દહેજની GFL કંપનીમાં શ્રમિકના મોતનો મામલો
- કંપનીએ 25-25 લાખની સહાય કરી જાહેર
- ગેસ લીકેજની દૂર્ઘટના બાદ SDMએ ઘટનાસ્થળની મુલાકાત લીધી
- કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર લોકોના મોત નિપજ્યા હતા
Bharuch:ભરૂચ જિલ્લાના દહેજના GFL કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના બની હતી જેમાં ચારના મોત થયા હતા જેમાં વાલ્વ લીકેજ થતા ગેસ લીક થયું હતું તે બાદ કામદારોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમના મોત થયા હતા.
કંપનીમાં મોડી રાત્રીએ ઘટના બની હતી
ભરૂચ જિલ્લાના દહેજ પંથકની જીએફએલ કંપનીમાં મોડી રાત્રીએ ગેસ લીકેજની ઘટના બની હતી જેમાં ગંભીર રીતે ગેસની અસરનો ભોગ બનેલા ચાર લોકોને સારવાર અર્થે ખસેડતા ઘણા લોકોએ એમ્બ્યુલન્સમાં જ દમ તોડ્યો હતો તો અન્ય કામદારોને ફરજ પરના તબીબોય મરણ જાહેર કર્યા હતા સમગ્ર ઘટનાની જાણ કંપની સત્તાધીશોને કરવામાં આવી હતી ગેસ લીકેજની ઘટના કેવી રીતે બની છે અને કામદારોને સેફટીના સાધનો અપાયા હતા કે કેમ તેવા અનેક સવાલો વચ્ચે હાલ તો તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.અને જીએસએલ કંપનીમાં ગેસ ગળતરની ઘટનામાં રાજેશકુમાર સુરેશચંદ્ર મગણાદીયા ઉ.વ.૪૮ રહે.બી-૨૧. ધનિષ પાર્ક ત્રીમુર્તિ હોલ પાસે ભરૂચનાઓનું મોત થયું હતું
જ્યારે આ જ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા મહેશ નંદલાલ ઉ.વ.૨૫ હાલ રહે. રાજેન્દ્રભાઈ ગોહિલની કોલોનીમાં, અંભેટા.તા.વાગરા જિ.ભરૂચ મુળ રહે. ગામ- કેન રામગઢ જિ.સોનભદ્ર (ઉત્તરપ્રદેશ) તથા સુચિતકુમાર સુગ્રિમ પ્રસાદ ઉ.વ.૩૯ હાલ રહે. રાજેન્દ્રભાઈ ગોહિલની કોલોનીમાં, અભેટા, તા.વાગરા જિ.ભરૂચ મુળ રહે.ગામ- કેન, રામગઢ જિ.સોનભદ્ર (ઉત્તરપ્રદેશ) તેમજ મુદ્રિકા ઠાકોર પ્રસાદ યાદવ ઉ.વ.૨૯ હાલ રહે. રાજેન્દ્રભાઈ ગોહિલની કોલોનીમાં તા.વાગરા જિ.ભરૂચ મુળ રહે.ગામ- વોર્ડ નં.૦૮ બેતરી પોસ્ટ અધોરા, થાના-ખરોગી ઝારખંડનાઓને ગેસની અસર થઈ હોવાના કારણે તેઓના પણ મોત થયા હતા
GFL કંપનીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ જાહેરાત
દહેજની જીએફએલ કંપનીમાં ગેસ ગળતરની ઘટનામાં ચાર લોકોના મોત થયા હોવાની માહિતી SDM અને દહેજ મરીન પોલીસના અધિકારીઓને હતા તેઓ પણ તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. SDMએ યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી છે. GFL કંપનીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી જોકે સમગ્ર મામલે હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવાની કવાયત કરી છે પરંતુ સમગ્ર પ્રકરણમાં માનવ વધનો ગુનો દાખલ થાય છે કે પછી સમગ્ર મામલો માનવ આયોગમાં પહોંચશે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે
ગેસ લીકેજના સમયે પવન દરિયા તરફ હતો : વકીલ
કમલેશ મઢીવાલાએ માનવ આયોગમાં ફરિયાદ કરે છે અને તેમાં આક્ષેપ કર્યો છે કે જી એફ એલ કંપનીમાં ભયંકર ઝેરી ગેસ નું ઉત્પાદન કરવામાં આવે છે અને આ ગેસ લીકેજ થયો ત્યારે પવન દરિયાઈ દિશામાં હતો. પરંતુ જો આ જ સમયે પવન અંભેઠા ગામ તરફ હોત તો સંખ્યાબંધ માનવ જીવનું જોખમ ઊભું થયું હોત ને સંખ્યાબંધ લોકોના મોત થયા હોત આવા ગંભીર ઝેરીલા ગેસનું ઉત્પાદન કરતી કંપનીને મંજૂરી આપી માનવ જીવ માટે ખતરો હોવાનો આક્ષેપ માનવ આયોગની ફરિયાદમાં કરાયો છે ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે હજુ બે લોકો વેન્ટિલેટર પર હોય અને કઈ હોસ્પિટલમાં છે તેની તપાસ ચાલી રહી છે
25 - 25 લાખ વળતર ઓછું કહેવાય અનેમાનવ વદનો ગુનો બને છે : કમલેશ મઢી વાલા
સમગ્ર ઘટનામાં કંપનીમાં હવે માનવ જીવની કોઈ કિંમત રહી નથી અને કંપનીના બનાવમાં પોલીસ માત્ર અકસ્માત દાખલ કરતી હોય છે પરંતુ આવા ગુનામાં સેફટીના સાધનો ન આપાયા હોય તેમજ નઈ જેવી માનવ જીવ ની કિંમત નક્કી કરી રકમ ચૂકવવાથી હોય છે આ સમગ્ર ઘટનામાં માનવ વદ નો ગુનો બને છે જેના પગલે સમગ્ર મામલો માનવ આયોગમાં દાખલ કરવામાં આવશે પરંતુ પોલીસ આ મામલે માનવ વધનો ગુનો દાખલ કરે છે કે કેમ તે જોવાનું રહ્યું છે
ભરૂચ જિલ્લાના ઉદ્યોગો વચ્ચે ઘણા માનવજીવો જીવતા બોમ ઉપર કરે છે વસવાટ..
ભરૂચ જિલ્લામાં એવા ઉદ્યોગો સ્થપાયેલા છે કે તેવા ઉદ્યોગોને અન્ય રાજ્યોમાં ઉદ્યોગો સ્થાપવાની મંજૂરી જ આપી ન હતી. તેવા ઉદ્યોગો ભરૂચ જિલ્લામાં સ્થાપિત છે અને આજે ભરૂચ અંકલેશ્વર દહેજ પાનોલી જગડીયા સહિતા અનેક તાલુકાના રહીશો જીવતા બોમ ઉપર જીવન વિતાવવા મજબૂર બન્યા છે
જીએફએલ કંપનીને ક્લોઝર આપવામાં આવશે કે પછી બચાવવાનો પ્રયાસ કરાશે...?
અંકલેશ્વરની એક ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટમાં ચાર લોકોના મોત થયા હતા અને તાત્કાલિક કલોઝર આપવામાં આવી હતી દહેજની જીએફએલ કંપની ઉપર ઘણા રાજકારણીઓના આર્શીવાદ જેના કારણે આ કંપનીને ક્લોઝર આપવામાં આવશે કે પછી કંપનીને બચાવ કરવામાં આવશે તેવા અનેક સવાલ પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે
કંપનીમાં ચાર કામદારોના મોતમાં રાજકીય નેતા ભૂગર્ભમાં..?
જ્યારે કોઈ ઘટના બને તો નેતાઓ મોડે મોડે ફોટોસેશન કરવા જતા હોય છે દાખલા તરીકે ઝઘડિયા ની બળાત્કારની ઘટનામાં નેતાઓ પાછળથી ફોટોસેશન કરાવવા ગયા હતા તેવી જ રીતે અંકલેશ્વરની કંપનીની ઘટનામાં પણ ઘણા ચૂંટાયેલા નેતાઓ ફોટો સેશન અર્થ તે જ પ્રકારે હવે દહેજની જીએફએલ કંપનીમાં ચાર કામદારોના મોત મામલે જન પ્રતિનિધિઓ ફરી એકવાર ફોટો સેશન અર્થે મેદાનમાં ઉતરે તો નવાઈ નહીં..?
અહેવાલ- દિનેશ મકવાણા-ભરૂચ


