Bharuch: ખારી સિંગ જ નહીં પરંતુ અહીંની ચીકી પણ વિશ્વમાં પ્રચલિત છે, મોટા પ્રમાણમાં થાય છે ઉત્પાદન
- અહીંની અવનવી ચીકીઓ ગુજરાત સહિત વિશ્વમાં પ્રચલિત
- સંગમ સિંગના કારીગરો રોજ કરે છે મોટા પ્રમાણમાં ચિકીનું ઉત્પાદન
- ભરૂચમાં વિવિધ ફ્લેવરમાં થાય છે ચિકીનું ઉત્પાદન
Bharuch: ભરૂચની ભૃગુઋષિની તપોભૂમિ પવિત્ર ભૂમિ ઉપર ઉત્પાદન થતી સિંગ જેટલી ગુજરાતમાં અને વિશ્વમાં પ્રચલિત છે. તેટલી જ પ્રચલિત ભરૂચમાં ઉત્પાદન સાથે ચીકી અને તે પણ અવનવા ફ્લેવર વાળી જેમાં ભરૂચની ચીકીનું ઉત્પાદન કરતા વેપારીએ પોતાના પેઢીઓથી પેઢીનો વ્યવસાય આજે પણ યથાવત રાખ્યો છે. સમગ્ર વિશ્વમાં રોજની મોટા પ્રમાણમાં ચીકી સપ્લાય કરવામાં આવી રહી છે.
સંગમની સિંગ માત્ર ગુજરાતમાં જ નહીં વિશ્વમાં પણ પ્રચલિત
ભરૂચમાં સોનેરી મહેલ રોડ ડુમવાડ નજીક સંગમ સિંગ સેન્ટર પેઢીઓથી પેઢી ચાલી રહી છે અને સંગમની સિંગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પહોંચાડવામાં આવે છે અને સંગમ સિંગ સાથે વર્ષોથી ચીકીનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. સૌથી વધુ શિયાળાની સિઝનમાં અવનવા ફ્લેવરમાં ચિકીનું ઉત્પાદન કરવામાં આવે છે. રોજ મોટા પ્રમાણમાં આવનારી ચીકી જેવી કે સિંગદાણાની ચીકી તલની ચીકી લાડુ મમરાના લાડુ બદામ કાજુ પિસ્તાની ચીકી મલાઈ ચીકી માવાચીકી સહિતની અવનવી સવારથી સાંજ સુધી મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે.
આ પણ વાંચો: Bet Dwarka : મેગા ડિમોલિશનનો આજે બીજો દિવસ, 1 હજાર પોલીસ જવાન ખડેપગે
ભરૂચ જિલ્લામાં થાય છે સૌથી વધુ ચીકીનું ઉત્પાદન
ભરૂચમાં અવનવા ફ્લેવરમાં તૈયાર થતી ચીકી માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાત ભર સહીત વિશ્વમાં પણ સપ્લાય કરવામાં આવે છે અને તૈયાર કરેલી ચીકી બોક્સમાં પણ પેક કરીને સપ્લાય કરવામાં આવે છે અને સૌથી વધુ ચીકીનું ઉત્પાદન ભરૂચ જિલ્લામાં એક જ સ્થળે કરવામાં આવતું હોવાનું માનવામાં આવે છે. આ ચીકીનો સ્વાદ પણ લોકો મોટા પ્રમાણમાં માણતા હોય છે અને સંગમ સિંગ સેન્ટરનો ચીકીનો વ્યવસાય પેઢીઓથી ચાલતો આવતા સ્વાદ પણ એક સરખો જ રહેતો હોવાનું પણ માનવામાં આવે છે.
આ પણ વાંચો: Aravalli પોલીસ પર લાંછન લગાવતી વધુ એક ઘટના! 2 TRB, 1 GRD જવાનની કરતૂત જાણી ચોંકી જશો!
અહીની ચીકી માટે વિશ્વભરમાંથી ઓર્ડર આવતા હોય છે
વેપારીએ પણ કહ્યું હતું કે, શિયાળાની સીઝનમાં અવનવી ચીકી આરોગવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને બાપદાદાઓ વખતના ચીકી બનાવવાના વ્યવસાયને પણ આજે જાળવી રાખવામાં આવ્યો છે સોનેરી મહેલ મોતીલાલ વીણબાગની નજીક સેવન એક્સ કોરીડોર નજીક મોટો સ્ટોલ નાખવામાં આવ્યો છે. અહીંયા માત્ર ભરૂચ જિલ્લા પૂરતા જ નહીં પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાના લોકો પણ આવે છે અને વિદેશમાં પણ શીખી તથા અવનવી વેરાઈટી સપ્લાય કરવામાં આવતી હોવાનું કહ્યું છે.
આ પણ વાંચો: Mehsana: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ ડે. CM નીતિન પટેલની હાજરીમાં મેડિકલ કોલેજનાં નવીન ભવનનું ભૂમિપૂજન
અહીની ચીકી સ્વાદમાં પણ અદભૂત હોય છે
પેઢીઓથી ભરૂચ જિલ્લામાં એક જ જગ્યાએ મોટા પ્રમાણમાં અવનવી ચીકી તથા અલગ અલગ ફ્લેવરની ચીકીઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય અને આ ચીકી સ્વાદમાં પણ અદભુત હોવાનું માનવામાં આવે છે. ગુજરાત ફર્સ્ટ એ પણ જે સ્થળે ચીકીનું ઉત્પાદન કરવામાં આવે છે તે સ્થળની નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સ્વચ્છતા સાથે જે ગોળ ઉપયોગમાં લેવામાં આવે છે તે પણ સુધ્ધ સાથે ઘી પણ શુદ્ધ વાપરવામાં આવે છે અને ભરૂચની જેમ ખારી સીંગ પ્રચલિત છે તેમ ચીકીને પણ વિશ્વમાં પ્રચલિત કરવામાં સંગમ સિંગ આજે વિશ્વમાં નામના મેળવી રહ્યું છે.3
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


