Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MGNREGA SCAM : હીરા જોટવાને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે SSG માં લવાયા

MGNREGA SCAM : તમામ 6 દિવસના રિમાન્ડ પર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દરમિયાન હીરા જોટવાએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી
mgnrega scam   હીરા જોટવાને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે ssg માં લવાયા
Advertisement
  • મનરેગા કૌભાંડમાં મુખ્ય આરોપીની તબિયત બગડી
  • છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે વડોદરાની એસએસજી હોસ્પિટલ લવાયા
  • હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આવી પહોંચ્યા

MGNREGA SCAM : તાજેતરમાં ભરૂચ (BHARUCH) માં રૂ. 7.49 કરોડનું મનરેગા કૌભાંડ (MGNREGA SCAM) સામે આવ્યું છે. આ કૌભાંડના મુખ્યસુત્રધાર તરીકે કોંગ્રેસના નેતા હીરા જોટવાને (KEY ACCUSED - HIRA JOTVA) માનવામાં આવે છે. કૌભાંડ સપાટી પર આવ્યા બાદ હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન આજે હીરા જોટવાએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેને પ્રથમ ભરૂચ અને ત્યાર બાદ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં (SSG HOSPIAL - VADODARA) નિદાન માટે લાવવામાં આવ્યા છે. આ તકે કોંગી નેતાઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.

કરાર આધારિત કર્મચારીઓને પાણીચું

ભરૂચમાં મોટું મનરેગા કૌભાંડ સામે આવ્યું છે. રૂ. 7.49 કરોડના કૌભાંડના તાર પ્રથમ કોંગ્રેસના નેતા હીરા જોટવા અને ત્યાર બાદ અનેક સુધી પહોંચ્યા હતા. આ કૌભાંડમાં ફરિયાદ નોંધાયા બાદ હીરા જોટવા સહિત અનેકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અનેક કરાર આધારિત કર્મચારીઓને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. ગતરોજ તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. હાલ તમામ 6 દિવસના રિમાન્ડ પર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દરમિયાન હીરા જોટવાએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા પોલીસ તંત્ર દોડતું થયું છે.

Advertisement

કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં દોડી આવ્યા

પ્રથમ હીરા જોટવાને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે લઇ જવામાં આવ્યા છે. જ્યાં ભરુચ સિવિલ હોસ્પિટલ પાસે ઇસીજી મશીન નહીં હોવાના કારણે તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. આ તકે વડોદરાની સરકારી હોસ્પિટલ બહાર કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં દોડી આવ્યા છે. આ મામલે આવનાર દિવસોમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી કઇ કઇ વિગતો કઢાવવામાં સફળ રહે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : SSG હોસ્પિટલનો કામનો ભાર હળવો થશે, GMERS માં PM શરૂ

Tags :
Advertisement

.

×