Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : એવું તો શું થયું કે એક સાથે 35 થી વધુ આંગણવાડી બહેનો પહોંચી સાઇબર ક્રાઇમ પો. સ્ટેશન?

આંગણવાડી બહેનોએ આંગણવાડી સંગઠનનાં પ્રમુખ રાગિણી પરમારને જાણ કરતા તેમણે તમામ બહેનોને સાવચેત રહેવા માટે આહ્વાન કર્યું છે.
bharuch   એવું તો શું થયું કે એક સાથે 35 થી વધુ આંગણવાડી બહેનો પહોંચી સાઇબર ક્રાઇમ પો  સ્ટેશન
Advertisement
  1. Bharuch જિલ્લામાં આંગણવાડી બહેનોને ન્યૂડ વીડિયો કોલથી હેરાનગતિ!
  2. 35 થી વધુ આંગણવાડી બહેનોને અજાણ્યા નંબર પરથી બપોરે અને રાત્રે ન્યૂડ વીડિયો કોલ આવ્યા
  3. આ મામલે આજે 35 થી વધુ મહિલાઓએ ભરૂચ સાઇબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ
  4. આંગણવાડી સંગઠનનાં પ્રમુખ રાગિણી પરમાર દ્વારા બહેનોને સાવચેતી માટે આહ્વાન

Bharuch : ભરૂચ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોઈ ઇસમ દ્વારા આંગણવાડી બહેનોને ન્યૂડ વીડિયો કોલ કરી હેરાન-પરેશાન કરવામાં આવી રહી છે. 35 થી વધુ આંગણવાડી બહેનોને (Anganwadi Sisters) અજાણ્યા નંબરથી બપોરે અને રાતનાં સમયે ન્યૂડ વીડિયો કોલ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોથી કેટલીક બહેનોનાં ઘરમાં કલેશ થવાની પણ માહિતી છે. આથી, 35 થી વધુ આંગણવાડી બહેનોએ આ મામલે આજે ભરૂચ સાઇબર ક્રાઈમમાં (Bharuch Cyber Crime) ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો - Bopal Firing Case : બોપલમાં ફાયરિંગ અને આપઘાતના ચકચારી કેસમાં 2 ઝડપાયા

Advertisement

Advertisement

એક સાથે 35થી વધુ આંગણવાડી બહેનોને અજાણ્યા નંબરથી ન્યૂડ વીડિયો કોલ આવ્યા

ભરૂચ જિલ્લામાં (Bharuch) 35 થી વધુ આંગણવાડી બહેનોને વારંવાર ન્યૂડ વીડિયો કોલ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. આંગણવાડી બહેનોને બપોર અને રાતનાં સમયે અજાણ્યા નંબરથી ન્યૂડ વીડિયો કોલ આવી રહ્યા છે. આ અંગે આંગણવાડી બહેનોએ આંગણવાડી સંગઠનનાં પ્રમુખ રાગિણી પરમારને જાણ કરતા તેમણે તમામ બહેનોને સાવચેત રહેવા માટે આહ્વાન કર્યું છે. સાથે જ આ અંગે આંગણવાડી બહેનોએ ભરૂચ સાઇબર ક્રાઇમમાં (Bharuch Cyber Crime) ફરિયાદ પણ નોંધાવી છે. આંગણવાડી બહેનોની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી તેજ કરી છે.

આ પણ વાંચો - Banaskantha : મિત્ર સાથે બાઇક પર ફરવા ગયેલા બનાસકાંઠાના યુવકની માઉન્ટ આબુમાં હત્યા

મહિલાઓએ Bharuch સાઇબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ

માહિતી છે કે, કેટલીક આંગણવાડી બહેનોનું (Anganwadi Sisters) કહેવું છે જ્યારે તેઓ ઘરે હોય ત્યારે પણ તેમનાં મોબાઇલ પર અજાણ્યા નંબરથી ન્યૂડ વીડિયો કોલ આવે છે, જેથી ઘરમાં પણ કલેશ થાય છે. આ મામલે આંગણવાડી બહેનોએ ફરિયાદ કરી પોલીસને ઝડપી તપાસ કરવા અને આરોપીને શોધી કડકમાં કડક સજા કરવા માગ કરી છે. ત્યારે, સવાલ એ થાય છે કે 35 થી વધુ આંગણવાડી બહેનોનાં મોબાઇલ નંબર કોઈ અજાણ્યા ઇસમો પાસે આખરે પહોંચ્યા કેવી રીતે ?

આ પણ વાંચો - રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણીએ હૃદયસ્પર્શી વીડિયો-ગીત અને ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ કર્યું

Tags :
Advertisement

.

×