ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch: માનવ શરીરનાં અવશેષો મળી આવવાનો મામલો, ગટરમાંથી મળી આવ્યો માનવ હાથ

ભરૂચનાં ભોલાવ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી મળી રહેલ માનવ અંગોને લઈ લોકોમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસે મૃતદેહોનાં આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
08:19 PM Mar 31, 2025 IST | Vishal Khamar
ભરૂચનાં ભોલાવ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી મળી રહેલ માનવ અંગોને લઈ લોકોમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસે મૃતદેહોનાં આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Bharuch case of human remains being found gujarat first

ભરૂચમાંથી માનવ અંગો મળી આવવા મામલે પોલીસ તેમજ રહીશો પણ મૂંઝવણમાં આવી ગયા છે. તો બીજી તરફ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. આજે સવારે ફરી ગટરમાંથી માનવનો હાથ મળી આવ્યો હતો. જ્યારે શનિવારે ગટરમાંથી માથુ કપાયેલું મળી આવ્યું હતું. તો રવિવારે કમરથી ઘૂટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો. અને સાંજે જમણો હાથ મળી આવ્યો હતો. આજે સોમવારે ડાબો હાથ મળી આવતા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે માનવ અંગોનાં આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આવી ક્રૂરતા પૂર્વક હત્યા કરનાર વ્યક્તિની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવ્યું

ભરૂચમાં વરસાદી પાણી જવા માટે બનાવેલ કાંસની ગટરમાં દૂધધારા ડેરી પાસેથી ભોલાવ GIDC તરફ જતી ગટરમાંથી અજાણ્યા શખ્સનું ગળેથી માથુ કપાયેલ હાલતમાં કૂતરૂ ખેંચી લાવ્યું હતું. જે બાબતની જાણ આસપાસનાં રહીશો દ્વારા પોલીસને કરતા પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તો રવિવારે ફરી વરસાદીકાંસની ગટરમાંથી કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવતા પોલીસ સહિત રહીશો પણ ચોંકી ઉઠ્યા હતા. જે બાદ 24 કલાકમાં બીજો માનવ અંગ મળતા પોલીસ પણ સમગ્ર મામલે અસમંજસ સ્થિતિમાં આવી જવા પામી હતી. ત્યારે હાલ તો પોલીસે આ યુવકનાં મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું. તેમજ અલગ અલગ ટીમ બનાવી પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Surendranagar: રાજ્યમાં અકસ્માતનાં ત્રણ બનાવમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો, બાઈક અને કાર અકસ્માતમાં દાદા-પૌત્રીનું મોત

મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરાઈ

પોલીસે આખી ગટરમાં શોધખોળ શરૂ કરી છે. ઉપરાંત મૃતક કોણ છે, ક્યાંનો છે? તેની ઘાતકી રીતે હત્યા કરી તેના અંગોના ટુકડાઓ કરીને અલગ-અલગ સ્થળે ફેંકનાર હત્યારો કોણ છે? આવા તમામ સવાલોના જવાબો મેળવવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચોઃ Kutch: ગાંધીધામ નેશનલ હાઈવે કરાયો બંધ, ટીમ્બર માર્ટમાં ભીષણ આગ લાગતા ભયનો માહોલ

પોલીસે બીજા માનવ અંગોની શોધખોળ શરૂ કરી

ગટરમાંથી એક બાદ એક મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા હવે ગટરમાં બીજા માનવ અંગોની શોધખોળ શરૂ કરી છે. મૃતક કોણ છે. તેમજ ક્યાંનો તેમજ તેનાં સગા સબંધીઓ કોણ? અને એવું તે શું કારણ હતું કે યુવકની આટલી ક્રૂર રીતે ઘાતકી હત્યા કરવામાં આવી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Rajkot : બે વર્ષની માસૂમ બાળકીની હત્યા કેસમાં ખૌફનાક હકીકત, જનેતાએ જ જીવ લીધો!

Tags :
Bharuch case of human remains being foundBharuch human parts foundbharuch newsBharuch PoliceGujarat FirstGUJARAT FIRST NEWShuman remains
Next Article