Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : વ્હેલ માછલીની 'ઊલટી' ની તસ્કરી મામલે વધુ 3 ઝડપાયા, કુલ 5 ની ધરપકડ

અગાઉ દાદા અને ભત્રીજા એમ્બરગ્રીસનાં જથ્થા સાથે ઝડપાયા હતા.
bhavnagar   વ્હેલ માછલીની  ઊલટી  ની તસ્કરી મામલે વધુ 3 ઝડપાયા  કુલ 5 ની ધરપકડ
Advertisement
  1. Bhavnagar ના મહુવામાં વ્હેલ માછલીની 'એમ્બરગ્રીસ'ની તસ્કરીનો મામલો
  2. કેસમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
  3. 5 પૈકી એક રિમાન્ડ પર, જ્યારે 4 જેલ હવાલે કરાયા

ભાવનગરનાં (Bhavnagar) મહુવામાં વ્હેલ માછલીની 'એમ્બરગ્રીસ'ની તસ્કરી મામલે પોલીસે વધુ 3 લોકોની ધરપકડ કરી છે. આ સાથે હવે આ કેસમાં કુલ 5 લોકોની ધરપકડ કરાઈ છે. અગાઉ દાદા અને ભત્રીજા એમ્બરગ્રીસનાં જથ્થા સાથે ઝડપાયા હતા. આ કેસમાં 1 આરોપી રિમાન્ડ પર છે જ્યારે, 4 આરોપીઓને જેલ હવાલે કરાયા છે. આરોપીઓની પૂછપરછમાં વધુ નામ ખુલે તેવી શક્યતા સેવાઈ છે.

આ પણ વાંચો - 31 ડિસેમ્બરની ઉજવણીમાં કર્યું આ કામ તો સમજો ગયા! Surat પોલીસે કરી ખાસ તૈયારી

Advertisement

12 કિલોના એમ્બરગ્રીસ મામલે કુલ પાંચ ઇસમોની ધરપકડ

વિગતે વાત કરીએ તો, ભાવનગર (Bhavnagar) મહુવા પોલીસે બાતમીનાં આધારે 28 નવેમ્બરનાં રોજ મહુવા શહેરમાં (Mahuva) આવેલા ચામુંડા ડાયવર્કસમાં દરોડો પાડીને 12 કિલો એમ્બરગ્રીસ (Whale Ambergris) જથ્થા સાથે દાદા અને ભત્રીજાની ધરપકડ કરી હતી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસનાં રિમાન્ડ મંજૂર થયા હતા. આરોપીઓની પૂછપરછમાં વધુ 3 નામ સામે આવતા વાઈલ્ડ લાઈફ વિભાગ (Wildlife Department) દ્વારા જય ઢાપા, લાલજી કુકડ અને શૈલેષ ભાલિયા નામના ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો - Ankleshwar ઔદ્યોગિક વસાહતની કંપનીમાં લાગી ભચંકર આગ, 4 લોકોનાં મોત

5 પૈકી 1 આરોપી રિમાન્ડ પર, 4 જેલ હવાલે કરાયા

આ કેસમાં કુલ 5 પૈકી 1 આરોપી હાલ રિમાન્ડ પર છે, જ્યારે 4 આરોપીઓને જેલ ભેગા કરાયા છે. આ કેસમાં વન વિભાગ અને પોલીસની (Mahuva Police) તપાસમાં વધુ નામો ખુલે તેવી શક્યતા સેવાઈ છે. એમ્બરગ્રીસની વાત કરીએ તો આ વ્હેલ માછલીની ઊલટી તરીકે ઓળખાતું પદાર્થ છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારોમાં કરોડોમાં હોય છે. આથી, તેની કાળાબજારી પણ ઘણી થતી હોય છે.

આ પણ વાંચો - BZ Group Scam : મંત્રી ભીખુસિંહ પરમારે બોલવાનું ટાળ્યું, કહ્યું- અમારા પ્રવક્તાએ..!

Tags :
Advertisement

.

×