Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : પત્ની-સંતાનોનો હત્યારો ACF શૈલેષ ખાંભલા કોર્ટમાં રજૂ, નાર્કોટેસ્ટની માંગ નકારી-રડ્યો, પોલીસ પર ગંભીર આક્ષેપો

Bhavnagar : પત્ની નયનાબેન (42), પુત્રી પૃથ્વા (13) અને પુત્ર ભવ્ય (9)ની હત્યા કરીને લાશો દબાવી દેનારા વન વિભાગના અસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (ACF) શૈલેષ ખાંભલાને આજે ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નાર્કોટેસ્ટની માંગ માટે મળેલા સમયસીમાને પૂરો થયા બાદ આ રજૂઆત કરવામાં આવી હતી. આરોપીએ નાર્કોટેસ્ટનો ઇનકાર કર્યો અને જજ સમક્ષ રડતા-રડતા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
bhavnagar   પત્ની સંતાનોનો હત્યારો acf શૈલેષ ખાંભલા કોર્ટમાં રજૂ  નાર્કોટેસ્ટની માંગ નકારી રડ્યો  પોલીસ પર ગંભીર આક્ષેપો
Advertisement
  • Bhavnagar : ACF શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ : નાર્કોટેસ્ટનો ઇનકાર, પોલીસ પર એન્કાઉન્ટરના આક્ષેપો
  • પત્ની-સંતાનોની હત્યા કેસ : શૈલેષ ખાંભલા કોર્ટમાં રડ્યો, જેલ હવાલે
  • ભાવનગર કોર્ટમાં ડ્રામા : ACFએ પોલીસ પર આક્ષેપો કર્યા, મરવાની વાત કરી
  • નાર્કોટેસ્ટ ના પાડતા જેલ : શૈલેષ ખાંભલાની કોર્ટ રજૂઆત, મીડિયા સમક્ષ મૌન
  • ત્રણેય હત્યા કેસમાં નવું વળાંક : ACF શૈલેષ કોર્ટમાં ભાવુક, પોલીસ પર ગંભીર આરોપ
  • એક તરફ એકાઉન્ટરનો ડર તો બીજી તરફ કોર્ટમાં મરવાની વાત

Bhavnagar : પત્ની નયનાબેન (42), પુત્રી પૃથ્વા (13) અને પુત્ર ભવ્ય (9)ની હત્યા કરીને લાશો દબાવી દેનારા વન વિભાગના અસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (ACF) શૈલેષ ખાંભલાને આજે ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નાર્કોટેસ્ટની માંગ માટે મળેલા સમયસીમાને પૂરો થયા બાદ આ રજૂઆત કરવામાં આવી હતી. આરોપીએ નાર્કોટેસ્ટનો ઇનકાર કર્યો અને જજ સમક્ષ રડતા-રડતા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

Bhavnagar : ACF શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ

શૈલેષ ખાંભલા જે 39 વર્ષનો છે, પર 5 નવેમ્બર 2025ની મધરાત પછી તેમના ફોરેસ્ટ કોલોનીના ક્વાર્ટર્સમાં તકિયા વડે પરિવારના તમામ સભ્યોને મારી નાખવાનો આરોપ છે. ત્યારબાદ તેમણે લાશોને ક્વાર્ટર્સથી માત્ર 20 ફૂટ દૂર ખોદેલા ખાડામાં દબાવી દીધી અને પોલીસમાં "મિસિંગ"ની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં આરોપીના ફોનમાંથી ડ્રાફ્ટ મેસેજ અને અન્ય પુરાવા મળ્યા જેના આધારે તેમને 16 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

Bhavnagar કોર્ટમાં નાટકીય દ્રશ્ય : નાર્કોટેસ્ટનો ઇનકાર અને આક્ષેપો

કોર્ટમાં જજ સમક્ષ રજૂ થતાં શૈલેષ ખાંભલાએ નાર્કોટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો અને ભાવુક થઈને રડવો લાગ્યો હતો. તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા કે, "પોલીસ મારું એન્કાઉન્ટર કરી નાખશે." વધુમાં તેણે જજ સમક્ષ પોતાના જીવનનો અંત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આમ એક તરફ એન્કાઉન્ટર થકી મરવાનો ડર વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ કોર્ટ સમક્ષ મરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. આમ હત્યાએ એક જ સમયે બે વિરૂધી વાતો કરીને બધાને અચંબામાં નાંખી દીધા હતા. આ આક્ષેપો વચ્ચે કોર્ટમાં તણાવનું વાતાવરણ થયું હતું. આરોપીના આ વર્તનને કારણે કોર્ટે તેને જેલ હવાલે કરી દીધો છે. પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે, આક્ષેપોની તપાસ કરવામાં આવશે, પરંતુ તપાસમાં કોઈ અનિયમિતતા નથી મળી.

Advertisement

મીડિયા સમક્ષ મૌન : આક્ષેપો પર ટિપ્પણી ટાળી

કોર્ટની બહાર મીડિયા સામે પૂછપરછ કરવામાં આવતાં શૈલેષ ખાંભલાએ પોલીસ વિરુદ્ધના આક્ષેપો પર કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું અને મૌન ધારણ કર્યું. આ ઘટના ભાવનગર અને સુરતમાં ભારે ભાવનાત્મક પ્રતિક્રિયા જગાડી છે, જ્યાં સુરતમાં રબારી સમુદાયે મોટલી કેન્ડલ માર્ચ કરીને આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.

ઘરગથ્થુ વિવાદ અને લગ્નેત્તર સંબંધ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, શૈલેષ અને નયનાબેન વચ્ચે ઘરગથ્થુ વિવાદો ચાલતા હતા. પત્ની ભાવનગરમાં રહેવા માંગતી હતી, જ્યારે આરોપી તેમને સુરતમાં સાસરિયામાં રહેવા મજબૂર કરતો હતો. 2022થી આરોપી વન વિભાગની એક સાથીયારા સાથે સંબંધમાં હોવાનું પણ સામે આવ્યું, જેને કારણે તેણે પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો- Ahmedabad : એક જ દિવસમાં OPDમાં 14,152 દર્દીઓ નોંધાયા!

Tags :
Advertisement

.

×