ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમભાઈ સોલંકીનો ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર, કરી આ ખાસ અપીલ

ભાવનગર મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમભાઈ સોલંકીએ CM ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. માછીમારોનાં પ્રશ્નો અને તેમની વ્યથા CM સુધી પહોંચાડવા મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમભાઈ સોલંકીએ આ પત્ર લખી પ્રયાસ કર્યો છે. માછીમારી બંધ થતા માછીમારોની રોજીનો પ્રશ્ન ઊભો થયાનો પત્રમાં ઉલ્લેખ છે. મંત્રીજીએ લખ્યું કે, ખરાબ હવામાનનાં લીધે માછીમારીનાં 3 મહિના નિષ્ફળ ગયા છે. તેમને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. તેમના માટે રાહત પેકેજ જાહેર કરવા અપીલ છે.
09:17 PM Oct 30, 2025 IST | Vipul Sen
ભાવનગર મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમભાઈ સોલંકીએ CM ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. માછીમારોનાં પ્રશ્નો અને તેમની વ્યથા CM સુધી પહોંચાડવા મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમભાઈ સોલંકીએ આ પત્ર લખી પ્રયાસ કર્યો છે. માછીમારી બંધ થતા માછીમારોની રોજીનો પ્રશ્ન ઊભો થયાનો પત્રમાં ઉલ્લેખ છે. મંત્રીજીએ લખ્યું કે, ખરાબ હવામાનનાં લીધે માછીમારીનાં 3 મહિના નિષ્ફળ ગયા છે. તેમને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. તેમના માટે રાહત પેકેજ જાહેર કરવા અપીલ છે.
Bhavnagar_Gujarat_first
  1. Bhavnagar મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમભાઈ સોલંકીનો CM ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર
  2. માછીમારોના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર
  3. પત્ર થકી માછીમારોની વ્યથાને મુખ્યમંત્રી સુધી પહોંચાડી
  4. માછીમારી બંધ થતા માછીમારોની રોજીનો પ્રશ્ન ઊભો થયાનો ઉલ્લેખ
  5. 15 ઓગસ્ટથી શરૂ થાય છે માછીમારીની સિઝન : પુરષોત્તમભાઈ સોલંકી

Bhavnagar : ભાવનગર મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમભાઈ સોલંકીએ (Purshottambhai Solanki) CM ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. માછીમારોનાં (Fishermen) પ્રશ્નો અને તેમની વ્યથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) સુધી પહોંચાડવા મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમભાઈ સોલંકીએ આ પત્ર લખી પ્રયાસ કર્યો છે. માછીમારી બંધ થતા માછીમારોની રોજીનો પ્રશ્ન ઊભો થયાનો પત્રમાં ઉલ્લેખ છે. મંત્રીજીએ પત્રમાં લખ્યું કે, ખરાબ હવામાનનાં લીધે માછીમારીનાં 3 મહિના નિષ્ફળ ગયા છે. માછીમારોને ખૂબ મોટું નુકસાન વેઠવું પડ્યું છે. માછીમારો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવા અપીલ છે.

આ પણ વાંચો - PM Modi in Gujarat : કેવડિયા ખાતે PM મોદીના હસ્તે ઈ-બસોનું લોકાર્પણ થયું

Bhavnagar મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમભાઈ સોલંકીનો CM ને પત્ર

ભાવનગર (Bhavnagar) મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમભાઈ સોલંકીએ માછીમારોની વ્યથાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. આ પત્રમાં માછીમારોની સમસ્યા અને તેમના વિવિધ પ્રશ્નોનો ઉલ્લેખ કરાયો છે. માહિતી અનુસાર, માછીમારી બંધ થતા માછીમારોની રોજીનો પ્રશ્ન ઊભો થયાનો પત્રમાં ઉલ્લેખ છે. સાથે જ લખ્યું કે, રાજયનાં લાખો માછીમાર પરિવારો માટે રોજી-રોટીનું એક માત્ર માધ્યમ મત્સ્યોધોગ (Fishing) છે. માછીમારીની સીઝન 15 ઓગસ્ટ બાદથી શરૂ થતી હોય છે. પરંતુ, વારંવાર ખરાબ હવામાન, વાવાઝોડું તેમ જ ભારે વરસાદનાં કારણે માછીમારોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

આ પણ વાંચો - Sabarkantha : HUDA સામે 11 ગામનાં લોકોનું મહાઆંદોલન, એક જ સૂર 'HUDA' ન જ જોઈએ!

પીડિત માછીમારો માટે ખાસ રાહત સહાય પેકેજ જાહેર કરવા અપીલ

મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમભાઈ સોલંકીએ પત્રમાં વધુ જણાવ્યું કે, માછીમારી સિઝનનાં શરૂઆતનાં બે-ત્રણ મહિના નિષ્ફળ ગયા હોવાથી માછીમારોને ખૂબ જ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. આથી, અસરગ્રસ્ત માછીમાર પરિવારોને રાજય સરકાર તરફથી આર્થિક મદદ મળી રહે તે માટે “ખાસ રાહત સહાય પેકેજ" જાહેર કરવા આવે એવી અપીલ છે.

આ પણ વાંચો - સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે નામ લીધા વગર નીતિન જાની પર કર્યા આકરા પ્રહાર,ખજૂરભાઇ સામે અપક્ષ ચૂંટણી લડશે!

Tags :
BhavnagarFisheries Minister Purshottambhai SolankifishermenGujarat FirstPurshottambhai Solanki letter to CM Bhupendra PatelSpecial Relief Assistance PackageTop Gujarati News
Next Article