Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar: મૃતક સોનલબેનનો પરિવાર SP ઓફિસે, સગીર ડ્રાઈવર સામે કાર્યવાહીની માંગ

Bhavnagar હિટ એન્ડ રનના મૃતક સોનલબેન ગોસ્વામીના પરિવારે SPને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી. થાર ચાલક સગીર સુર્યદીપસિંહ જાડેજાએ પૂરપાટ ઝડપે ગાડી ચલાવી સોનલબેનને 20 ફૂટ ફંગોળી દીધા હતા. ગાડીમાં નંબર પ્લેટ નહોતી. પરિવારે આક્ષેપ કર્યો કે 15 દિવસ પહેલાના આર્મીમેનના ફાયરિંગ કેસમાં પણ આ જ સગીર સંડોવાયેલો હતો. પરિવારની માંગ છે કે આરોપીને જામીન ન મળે તેવી કડક FIR દાખલ થાય.
bhavnagar  મૃતક સોનલબેનનો પરિવાર sp ઓફિસે  સગીર ડ્રાઈવર સામે કાર્યવાહીની માંગ
Advertisement
  • Bhavnagar શહેરના વાઘાવાડી રોડ પર હિટ એન્ડ રન કેસ
  • પરિવાર અને સમાજના લોકો પહોંચ્યા એસ.પી. ઓફિસ
  • થારચાલકે ઓવર સ્પીડમાં સોનલબેનને ફંગોળ્યા: પરિવારજન
  • થારચાલક સુર્યદીપસિંહ જાડેજા સગીર વયનો હતો: પરિવારજન
  • એક સ્કુટીને પણ થારચાલકે અડફેટે લીધું હતું: પરિવારજન

Bhavnagar hit and Run Incident: ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર ગતરોજ થયેલા ચકચારી હિટ એન્ડ રન કેસમાં મૃતક સોનલબેન ગોસ્વામી(Sonalben Goswami) ના પરિજનો અને સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે મૃતકના પરિવારજનોએ ભાવનગર પોલીસ અધિક્ષક (SP)ની ઓફિસ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આરોપી થાર ચાલક સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી હતી.

Bhavnagar: પૂરપાટ ઝડપે આવેલી થારે જીવ લીધો

પરિવારજનોએ SP સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સોનલબેન ગોસ્વામી મંદિરે દર્શન કરવા માટે પગપાળા જઈ રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે આવેલી એક થાર કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે સોનલબેન ફંગોળાઈ ગયા હતા અને તેમનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સર્જનાર થાર ચાલક સગીર વયનો હતો, જેનું નામ સુર્યદીપસિંહ જાડેજા છે. થાર ચાલકે માત્ર સોનલબેનને જ નહીં, પરંતુ એક સ્કૂટીને પણ અડફેટે લીધું હતું. વધુમાં, અકસ્માત સર્જનાર થારમાં આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ પણ લગાવેલી ન હતી.

Advertisement

Advertisement

CCTVમાં કેદ થઈ ઘટના, આરોપી ફરાર

આ સનસનીખેજ હિટ એન્ડ રન કેસની સમગ્ર ઘટના ત્યાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જોકે, અકસ્માત સર્જાયા બાદ થાર કારનો ચાલક ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. આ મામલે મૃતક મહિલાના પરિજનોએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં થાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી હતી.

SP સમક્ષ કડક કાર્યવાહીની માંગ

આજે SP ઓફિસ પહોંચેલા પરિવારો અને સમાજના લોકોએ માંગ કરી છે કે, બેફામ અને ઓવર સ્પીડમાં વાહન ચલાવીને નિર્દોષ લોકોનો જીવ લેનાર આ સગીર આરોપી સામે દાખલારૂપ પગલાં લેવામાં આવે. તેમની મુખ્ય માંગ છે કે આરોપીને વહેલી તકે પકડી પાડીને કાયદાના ગંભીર પ્રબંધો હેઠળ FIR દાખલ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં શહેરમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય.

આ પણ વાંચોઃ Kheda: ડાકોર ગોમતી ઘાટ પરની ગંદકી જોઈ લાલઘૂમ થયા કલેક્ટર, ચીફ ઓફિસર સહિત અધિકારીઓ પર તવાઈ

Tags :
Advertisement

.

×