Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની કમોસમી વરસાદ પર સમીક્ષા બેઠક, જાણો ખેડૂતો માટે શું કહ્યું?

Bhavnagar : કમોસમી વરસાદ પછી ખેડૂતોને થયેલા મસમોટા નુકશાન બાદ રાજ્ય સરકાર અને તેમના મંત્રીઓ એક્શન મોડમાં આવી ગયા છે. ભાવનગર ગ્રામ્ય ધારાસભ્ય અને મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્ય મંત્રી એવા પરસોત્તમભાઈ સોલંકીએ કમોસમી વરસાદ બાદ ખેડૂતોને થયેલા નુકશાનની સમીક્ષા કરવા એક બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું કે, ખેડૂતોને સરકાર પાસે વળતર અપાવીશ અને ગામડે-ગામડે જઈને હું પણ પરિસ્થિતિનો તાગ મેળવીશ..
bhavnagar   મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની કમોસમી વરસાદ પર સમીક્ષા બેઠક  જાણો ખેડૂતો માટે શું કહ્યું
Advertisement
  • Bhavnagar :  કમોસમી વરસાદની તપાસ માટે મંત્રી સોલંકી તૈયાર, " હું પોતે ગામડાઓમાં જઈને તાગ મેળવીશ"
  • ભાવનગરમાં વરસાદગ્રસ્ત પરિસ્થિતિની સમીક્ષા : પરસોત્તમભાઈની મહત્વની બેઠક
  • "ખેડૂતોને પૂરી મદદ": સોલંકીની સર્કિટ હાઉસ બેઠક 
  • તળાજા-નિષ્કલંક પુલ પર પાણી, સોલંકીએ કરી વ્યાપક સમીક્ષા
  • ભાવનગર ગ્રામ્ય MLAની પહેલ : ખેડૂતોને ઝડપી રાહતની કોશિશ

Bhavnagar :  ભાવનગર જિલ્લામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય તથા મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ સર્કિટ હાઉસ ખાતે વહીવટી અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાઓની વરસાદગ્રસ્ત પરિસ્થિતિ, ખેડૂતોને થયેલા નુકસાન અને રાહત કાર્યોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ, તલાટી અને અન્ય વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા. પરસોત્તમભાઈ સોલંકીએ અધિકારીઓ પાસેથી જિલ્લાના ગામડાઓમાં વરસાદથી થયેલા નુકસાન, પાકને થયેલ નુકસાન અને ખેતરોમાં પાણીના ભરાવાની માહિતી મેળવી હતી. ખાસ કરીને તળાજા તાલુકામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને વાતાવરણના અચાનક પલટા પછીની પરિસ્થિતિ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

Advertisement

બેઠક દરમિયાન પરસોત્તમભાઈ સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, "ભાવનગરના ગામડાઓમાં જઈને હું પણ જાત તપાસ કરીશ." તેમણે ખાતરી આપી કે, "સરકાર બને તેટલી મદદ ખેડૂતોને કરવા સકારાત્મક છે." મંત્રીજીએ અધિકારીઓને સૂચના આપી કે, જિલ્લાના દરેક ગામમાં તાત્કાલિક રાહત કાર્યો હાથ ધરવા અને ખેડૂતોને વળતરની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે કામાગીરી હાથ ધરવામાં આવશે.

Advertisement

પોતાની બેઠક દરમિયાન પરસોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું કે, આવેલા વરસાદને લઈને તો હું કંઈ કરી શકું તેમ નથી, પરંતુ ખેડૂતોને સહાય મળે તેના માટે સરકારને અપીલ કરીશ અને ઝડપીમાં ઝડપી સહાય મળે તે માટે કામગીરી કરીશ. આ બેઠક બાદ જિલ્લામાં રાહત કાર્યોને વધુ ગતિ મળવાની અપેક્ષા છે. પરસોત્તમભાઈ સોલંકીની આ પહેલથી ખેડૂતોમાં આશા ઉભી થઈ છે કે તેમને ઝડપીમાં ઝડપી તેમના નુકશાનીને લઈને રાહત મળી શકે છે.

ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસી રહેલા કમોમસી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ખેતી પાકોને નુકશાન થયું છે. કપાસથી લઈને મગફળી સુધીના તમામ પાકો નિષ્ફળ ગયા છે. તેથી ખેડૂતો હવે સરકાર સામે નજર રાખીને રાહત માટે બેસ્યા છે. સરકારે પણ જાહેરાત કરી છે કે સર્વે કરાવીને ઝડપીમાં ઝડપી ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવશે.

તો બીજી તરફ વિપક્ષમાં બેસેલ કોંગ્રેસે પણ ખેડૂતોના તમામ દેવા માફ કરવાની માગ કરી છે, સાથે જ ખેડૂતો માટે વિશેષ પેકેજ જાહેર કરીને ઝડપીમાં ઝડપીમાં ખેડૂતોના ખાતામાં પૈસા નાંખવાની રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ભાઈ ચાવડાએ કહ્યું છે કે, સરકારે સર્વેમાં સમય કાઢ્યા વગર ખેડૂતોને સહાય કરવી જોઈએ. તો બીજી તરફ પરસોત્તમભાઈ સોલંકી જેવા અન્ય બીજેપી ધારાસભ્યો અને નેતાઓ ગ્રાઉન્ડ લેવલ પર નિકળીને નુકશાનીનો તાગ મેળવી રહ્યાં છે.

આ પણ વાંચો- Deodar : ST ડેપોમાં ડ્રાઇવરની LIVE આત્મહત્યા : ઇન્ચાર્જ અધિકારીના માનસિક ત્રાસથી ગટગટાવી ઝેરી દવા

Tags :
Advertisement

.

×