Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : નવરાત્રિમાં વરસાદની રમઝટ! જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો

નિર્ધારિત મર્યાદાથી પાણીની આવક વધુ થતાં ડેમના 29 જેટલા દરવાજા ખોલવાની ફરજ પડી છે.
bhavnagar   નવરાત્રિમાં વરસાદની રમઝટ  જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો
Advertisement
  1. Bhavnagar ની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો
  2. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત પાણીની આવક
  3. સતત પાણીની આવકને લઈને ડેમના 29 દરવાજા ખોલાયા
  4. ગઈકાલે ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા

Bhavnagar : ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને નદી, તળાવ, ડેમ છલકાયા છે. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ (Shetrunji Dam) ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત પાણીની આવક થતાં ડેમ છલકાયો છે. ધોધમાર વરસાદ પડતા સતત પાણીની આવકનાં કારણે ડેમના 29 દરવાજા ખોલાયા છે.

આ પણ વાંચો - Seventh Day School : શિક્ષણ વિભાગના નિર્દેશ પ્રમાણે આ તારીખથી શરૂ થશે શાળા, DEO એ આપી માહિતી

Advertisement

Bhavnagar ના શેત્રુંજી ડેમના 29 દરવાજા ખોલાયા

ભાવનગરમાં ફરી એકવાર મેહુલિયો મન મૂકીને વરસ્યો છે. ત્યારે અવિરત વરસાદના કારણે પાણીની સતત આવક થતાં ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. નિર્ધારિત મર્યાદાથી પાણીની આવક વધુ થતાં ડેમના 29 જેટલા દરવાજા ખોલવાની ફરજ પડી છે. નોંધનીય છે કે, ગઈકાલે ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. ડેમ ઓવરફ્લો થવાના કારણે લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Banas Dairy Election : વધુ એક બેઠક બિનહરીફ, શંકર ચૌધરીનો દબદબો યથાવત!

ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા ગરબા કાર્યક્રમ રદ કરાયા હતા

જણાવી દઈએ કે, ભાવનગર જિલ્લામાં (Bhavnagar) વરસાદી માહોલનાં કારણે તેની અસર નવરાત્રિનાં કાર્યક્રમો પર પણ જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લાનાં પાલીતાણા, તળાજા, સિહોર, મહુવા અને ઘોઘા તાલુકાઓમાં ગઈકાલે દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડી સાંજે જિલ્લા-શહેરમાં વરસાદ શરૂ થતા નવરાત્રિનાં ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા ગરબા કાર્યક્રમ (Navratri 2025) રદ કરવાની ફરજ પડી હતી. ત્યારે ગરબા કાર્યક્રમને લઈ આજે પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો - Arjun Modhwadia : ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો અનોખો અંદાજ, Video વાઇરલ

Tags :
Advertisement

.

×