Bhavnagar : રેસિડેન્ટ ડૉક્ટરે 100 ગોળીઓ ખાઈ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, તપાસ શરૂ
- Bhavnagar સિવિલ હોસ્પિટલના ડૉક્ટરનો આપઘાતનો પ્રયાસ
- રેસિડેન્ટ ડૉ. જયકુમાર મહાજને કર્યો આપઘાતનો પ્રયાસ
- તબીબે 100 જેટલી ગોળીઓ ખાઈ લીધી હોવાની માહિતી
- સરકારી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
- સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગના પ્રથમ વર્ષમાં બજાવતા હતા ફરજ
- પાલીતાણા તાલુકાની પ્રાઇવેટ હોટલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો
ભાવનગર : ભાવનગર સિવિલ હોસ્પિટલના ( Bhavnagar Civil Hospitl) આંખ વિભાગમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. જયકુમાર મહાજને આત્મહત્યાનો પ્રયાસ કરીને ચકચાર મચાવી દીધી છે. પાલીતાણા તાલુકાની એક ખાનગી હોટલમાં તેમણે 100 જેટલી ગોળીઓ ખાઈ લીધી હોવાની માહિતી સામે આવી છે. હાલ તેમની હાલત ગંભીર હોવાથી ભાવનગરની સરકારી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
ડૉ. જયકુમાર મહાજન ભાવનગર સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર તરીકે કાર્યરત હતા. આ ઘટના બાદ હોસ્પિટલ વહીવટી તંત્ર અને પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ આત્મહત્યાના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, ડૉ. મહાજન પાલીતાણાની એક ખાનગી હોટલમાં ગયા હતા, જ્યાં તેમણે આ પગલું ભર્યું હતુ.
આ પણ વાંચો- Rajkot : રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન
આ ઘટનાએ ગુજરાતમાં ડૉક્ટરોની માનસિક સ્થિતિ અને કાર્યસ્થળના દબાણ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. અગાઉ પણ ગુજરાતમાં ડૉક્ટરો દ્વારા આત્મહત્યા અથવા આત્મહત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવી છે. જે ડોક્ટરોના જીવનમાં કામના દબાણને ઉજાગર કરે છે. જોકે, આ ઘટનામાં આત્મહત્યાની કોશિશ અંગે કોઈ જ ખુલાસો થયો નથી.
સ્થાનિક સમુદાય અને હોસ્પિટલના સ્ટાફમાં આ ઘટનાએ ચોંકાવનારો માહોલ સર્જ્યો છે. ડૉ. મહાજનની સારવાર માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. પોલીસે હોટલના સ્ટાફ અને સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે, અને આ ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટનાએ ડૉક્ટરોના માનસિક સ્વાસ્થ્ય અને હોસ્પિટલોમાં કાર્યરત રેસિડેન્ટ ડૉક્ટરોના કામના દબાણ અંગે ચર્ચા શરૂ કરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે રેસિડેન્ટ ડૉક્ટરોને લાંબા કામના કલાકો, તણાવ અને અપેક્ષાઓના દબાણનો સામનો કરવો પડે છે, જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે.
ગુજરાતમાં ડૉક્ટરોની આત્મહત્યાના વધતા કેસોને ધ્યાને લઈને સરકાર અને હોસ્પિટલ વહીવટી તંત્ર પર માનસિક સ્વાસ્થ્ય સેવાઓ અને સપોર્ટ સિસ્ટમ મજબૂત કરવાનું દબાણ વધી રહ્યું છે.
આ પણ વાંચો- mahemdavad ના સોજાલી ગામમાં મહિલાના મોત બાદ હોબાળો : ધવલ હોસ્પિટલ પર આરોપ


