Bhavnagar : મહુવામાં ચકચારી ઘટના! મિત્રએ જ કરી મિત્રની કરપીણ હત્યા!
- Bhavnagar નાં મહુવામાં મિત્રએ કરી મિત્રની હત્યા!
- માલણ નદીનાં કિનારે કૂવામાં દોરડું બાંધી ધક્કો માર્યો હોવાની માહિતી
- હસન શબીર નામના યુવકે ઉવૈશ નામના યુવકની હત્યા કરી હોવાના અહેવાલ
- કોઈ કારણોસર અણબનાવ બનતા અપાયો હત્યાનો અંજામ!
Bhavnagar : ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં (Mahuva) એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. એક મિત્ર જે પોતાના મિત્રની હત્યા કરી હોવાનો બનાવ સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કોઈ કારણસર અણબનાવ થતાં યુવકે પોતાના મિત્રને માલણ નદીના કિનારે આવેલા કૂવામાં દોરડું બાંધી ધક્કો મારી દીધો હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મહુવા સરકારી હોસ્પિટલમાં ખસેડાતા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ત્યાં આવી પહોંચ્યા હતા. આથી, પોલીસ કાફલો ખડકાયો હતો. આ મામલે પોલીસે હત્યારા મિત્રની શોધખોળ આદરી છે.
આ પણ વાંચો - Ahmedabad : સંવિધાન દિવસની ઉજવણીમાં પશ્ચિમ રેલવેની અમદાવાદથી મહેસાણા સુધી સાયકલ યાત્રા
Bhavnagar ની માલણ નદીનાં કિનારે કૂવામાં દોરડું બાંધી ધક્કો માર્યો!
પ્રાપ્ત વિગત અનુસાર, ભાવનગર જિલ્લાના (Bhavnagar) મહુવા શહેરમાં મિત્રે જ મિત્રની હત્યા કરી હોવાની હચમચાવે એવી ઘટના બની છે. પ્રાથમિક માહિતી મુજબ, હસન શબીર નામના યુવકની 17 વર્ષીય ઉવૈશ સલીમભાઈ કાળવતાર સાથે છેલ્લા ઘણા સમયથી મિત્રતા હતી. જો કે, કોઈ બાબતે બંને વચ્ચે અણબણવા થયો હતો. આરોપ અનુસાર, હસન શબીરે મિત્ર ઉવૈશને માલણ નદીનાં કિનારે આવેલા કૂવા પાસે લઈ જઈ દોરડું બાંધી ધક્કો મારી દીધો હતો. કુવામાં પડી જતાં ઉવૈશનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો - લાંચ કેસ બાદ 3.08 કરોડની અપ્રમાણસર મિલકતના મામલામાં નિવૃત્ત ઈજનેરની ACB એ કરી ધરપકડ
હોસ્પિટલ ખાતે સમાજના આગેવાનો અને પોલીસ કાફલો ખડકાયો
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પીએમ અર્થે મહુવા સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. ઉવૈશનાં મોતથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આથી, સ્થિતિ વણશે નહીં તે માટે પોલીસ કાફલો પણ ખડકાયો હતો. આ મામલે પોલીસે (Mahuva Police) હત્યારા શખ્સની શોધખોળ આદરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ વધુ ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - Surendranagar : રેસ્ટોરન્ટમાં ગેરકાયદે LPG સિલિન્ડરનો મોટો કારોબાર, 7.16 લાખનો મુદ્દામાલ જપ્ત


