Bhavnagar: આરોપીને આશરો આપનાર મહિલા કોન્સ્ટેબલ હવે જેલમાંથી ચલાવતી હતી નેટવર્ક!
- Bhavnagar જેલમાંથી સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ પાસેથી મળ્યા સિમ
- મહિલા અધિકારીના સરપ્રાઈઝ ચેકીંગમાં બે સિમકાર્ડ મળ્યા
- આરોપીને મદદ કરવા બદલ મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ હતા
- નૈના બારૈયાની બેગ ચેક કરતા બે સિમકાર્ડ મળી આવ્યા
- નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ
Bhavnagar: ભાવનગર જિલ્લા જેલમાં શુક્રવારે સવારે મહિલા જેલ અધિકારીએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન જેલમાં જ રહેતી સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાની બેગ તપાસવામાં આવી તો તેમાંથી બે મોબાઈલ સિમકાર્ડ મળી આવ્યા હતા.
Bhavnagar જેલમાંથી સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ પાસેથી મળ્યા સિમ
મળતી માહિતી મુજબ નૈના બારૈયા ભરતનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. એટ્રોસિટી કેસના આરોપી પાર્થને પોતાના ઘરે આશરો આપીને મદદ કરવાના આરોપસર તેમને સસ્પેન્ડ કરી ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તેઓ ભાવનગર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.જેલમાં બંધ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ પાસેથી સિમકાર્ડ મળી આવતાં જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ સિમકાર્ડનો ઉપયોગ જેલની અંદર કે બહારના આરોપીઓ સાથે સંપર્ક માટે કરવામાં આવતો હોવાની આશંકા છે.
નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ
જેલ અધિકારીઓએ તુરંત જ આ બાબતે નીલમબાગ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સિમકાર્ડ કયા નંબરના છે, કોના નામે છે અને તેનો ઉપયોગ કયા હેતુથી થતો હતો તેની તપાસ શરૂ કરી દીધી છે.આ ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉભા કર્યા છે.
આ પણ વાંચો: Sabarkantha: રૂ.7.88 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, લૂંટના પૈસાની ભાગ બટાઈ કરતા 6 શખ્સોને LCB એ રંગેહાથ ઝડપ્યાં


