Bhavnagar : માતા-પિતા બાળકોનું ધ્યાન રાખજો..! ભાવનગરમાં બની હૈયું કંપાવી દે એવી ઘટના
- ભાવનગરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના (Bhavnagar)
- તળાજાના પાવથીમાં કારમાં રમી રહેલા બે બાળકનાં મોત
- કારનો દરવાજો અંદરથી બંધ કરીને રમતા હતા ભૂલકાઓ
- કારમાં ગુંગડામણ થવાનાં કારણે તન્વી અને હીતનું મોત
Bhavnagar : ભાવનગરમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. તળાજાના (Talaja ) પાવથી ગામમાં હચમચાવે એવો બનાવ બન્યો છે. કારમાં રમી રહેલા બે બાળકનું ગુંગડામણથી મોત નીપજ્યું છે. કારનો દરવાજો અંદરથી લોક થઈ જતાં બાળકો કારમાં ફસાયા હતા. આ દુર્ઘટનામાં 5 વર્ષીય તન્વી અને 4 વર્ષીય હિતનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - UP વેપન લાયસન્સ રેકેટમાં પણ મુકેશ બામ્ભા આરોપી, Gujarat ATS ફરી કરશે ધરપકડ
બાળકો કારમાં પ્રવેશ્યા બાદ લોક સિસ્ટમ ચાલુ થયું!
પ્રાથમિક માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના (Bhavnagar) તળાજા તાલુકાના પાથવી ગામે ભયાવહ દુર્ઘટના ઘટી છે. ગામમાં રહેતા દીપકભાઈ સોઢાતરનાં ઘર બહાર પાર્ક કારમાં તેમનાં બે બાળકો તન્વી દીપકભાઈ સોઢાતર (ઉં.5.5) અને હીત દીપકભાઈ સોઢાતર (ઉં.4) વર્ષ રમતા હતા. બાળકો ગાડીની અંદર પ્રવેશ્યા બાદ લોક સિસ્ટમ ચાલુ થઈ જતા કારનાં દરવાજા અંદરથી બંધ થઈ ગયા હતા. થોડા સમય બાદ કારની અંદર શ્વાસ રુંધાતા બંને માસૂમ ભૂલકાઓનું દુ:ખદ અવસાન થયું હતું.
આ પણ વાંચો - Bhavnagar : અ'વાદ, અરવલ્લી બાદ ભાવનગરમાં સરકારી પાઠ્યપુસ્તકો ભંગારમાં અપાતા હોવાનું કૌભાંડ!
શ્વાસ રુંધાતા બંનેનાં મોત, પરિવાર સહિત આખું ગામ શોકમગ્ન
આ અંગે જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક કારમાંથી બાળકોને બહાર કાઢી સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ (Talaja Referral Hospital) લઈ ગયા હતા. જો કે, ત્યાં હાજર તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને લઈ સમગ્ર ગામમાં શોકની લાગણી છે. જ્યારે, એક સાથે બે વહાલસોયાને ગુમાવતા પરિવાર શોકમગ્ન થયો છે. આ ઘટના અંગે જાણ થતાં પોલીસે મૃતદેહનો પીએમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : SP રિંગ રોડ પરનાં એપલવુડ ટાઉનશીપનાં 14 માં માળે લાગેલી આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવ્યો