Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભોજપુરી ગ્લેમર ક્વિન ચૂંટણી મેદાનમાં ઉતરશે, ચિરાગ પાસવાને ખેલ્યો મોટો દાવ

તાજેતરમાં, બિહારના શક્તિશાળી નેતા અને જનશક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવાને સીમા સિંહને લોક જનશક્તિ પાર્ટીના રાજ્ય મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા હતા. ગઈ કાલે, સીમા સિંહે ઇન્સ્ટાગ્રામ પર ચિરાગ પાસવાનની પ્રશંસા કરતી એક પોસ્ટ શેર કરી હતી, અને રાજ્યના લોકોની સેવા કરવાનો સંકલ્પ લીધો હતો.
ભોજપુરી ગ્લેમર ક્વિન ચૂંટણી મેદાનમાં ઉતરશે  ચિરાગ પાસવાને ખેલ્યો મોટો દાવ
Advertisement
  • ચિરાગ પાસવાને લોકપ્રિય ચહેરાને પાર્ટીમાં સમાવ્યા બાદ મોટી તક આપી
  • સિમા સિંગને માધૌર જિલ્લામાંથી ટિકિટ આપવામાં આવી છે
  • સિમાના લગ્ન સૌરવ સિંહ સાથે થયા છે

Seema Singh - Bihar Election : ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ગ્લેમર ક્વિન સીમા સિંહને (Bhojpuri Glamour Queen - Seema Singh) ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી (Seema Singh - Bihar Election) છે. સીમા માધૌર વિધાનસભા બેઠક પરથી બિહાર વિધાનસભાની ચૂંટણી લડશે. તાજેતરમાં, સીમા સિંહ ચિરાગ પાસવાનની હાજરીમાં લોક જનશક્તિ પાર્ટીમાં જોડાયા હતા અને ત્યાર બાદ તેઓને રાજ્ય મહાસચિવ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.

સીમા સિંહ ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની રાણી છે

સીમા સિંહ (Seema Singh - Bihar Election) ભોજપુરી મનોરંજન ઉદ્યોગની ડાન્સિંગ ક્વીન તરીકે ઓળખાય છે. તેણીએ તેના કામણ અને સુંદર અભિનય કૌશલ્યથી ઘણી લોકપ્રિયતા મેળવી છે. સીમા સિંહે નિરહુઆ સહિત અસંખ્ય ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નિરહુઆની સુપરહિટ ફિલ્મ, નિરહુઆ રિક્ષેવાલામાં, સીમા સિંહે "मिसिर जी तू तो बाड़ बड़ा ठंडा’" ગીતમાં અદભુત ડાન્સ કર્યો હતો. આ ગીતને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, સીમા સિંહ પ્રયાગરાજની રહેવાસી છે, અને તેના લગ્ન નવાદા જિલ્લાના રહેવાસી સૌરવ સિંહ સાથે થયા છે.

Advertisement

ચિરાગ પાસવાનની પાર્ટીની મહાસચિવ

નોંધનીય છે કે, સીમા સિંહ (Seema Singh - Bihar Election) છેલ્લા કેટલાક સમયથી રાજકીય રીતે સક્રિય થઈ છે અને સોશિયલ મીડિયા પર સતત પોતાના ચાહકોને પોતાના સમર્પણનો પુરાવો આપે છે. તાજેતરમાં, બિહારના શક્તિશાળી નેતા અને જનશક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવાને તેને લોક જનશક્તિ પાર્ટીના રાજ્ય મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા હતા. ગઈ કાલે, સીમા સિંહે ઇન્સ્ટાગ્રામ પર ચિરાગ પાસવાનની પ્રશંસા કરતી એક પોસ્ટ શેર કરી હતી, અને રાજ્યના લોકોની સેવા કરવાનો સંકલ્પ લીધો હતો. હવે, સીમા સિંહ બિહાર વિધાનસભા ચૂંટણીમાં માધૌર મતવિસ્તારથી ચૂંટણી લડશે. માધૌર મતવિસ્તાર છપરા જિલ્લામાં આવેલો છે.

Advertisement

ડઝનબંધ ગીતો વાયરલ રહ્યા

ઉલ્લેખનીય છે કે, સીમા સિંહ (Seema Singh - Bihar Election) ભલે રાજકારણમાં પ્રવેશી હોય, પરંતુ તે હજુ પણ ભોજપુરી ગ્લેમર જગતમાં દબદબો ધરાવે છે. તેણીએ ડઝનબંધ ગીતોમાં પોતાના ડાન્સનો જલવો વિખેર્યો છે. આજે પણ, બિહારમાં લોકો તેના ગીતો અને ગ્લેમરસ ડાન્સને ચાહે છે, અને તે ઘણીવાર વાયરલ થાય છે. હવે, ગ્લેમર જગતની બહાર, સીમા સિંહ રાજકારણમાં કારકિર્દીની તક શોધી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે, સીમા સિંહ આ વિધાનસભા ચૂંટણી જીતી શકશે કે નહીં.

આ પણ વાંચો -----  બિહાર ચૂંટણી માટે ભાજપે 18 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, રાઘોપુરથી તેજસ્વી સામે સતીશ યાદવને ટિકિટ

Tags :
Advertisement

.

×