Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhuj: જાણીતા મોલ "સ્માર્ટ બજાર"માંથી લીધેલી બ્રિટાનીયા કેકમાં નીકળી ઈયળ, કચ્છનું ફુડ વિભાગ ઘોર નિંદ્રામાં

Bhuj: બજારમાંથી લાવેલી કોઈ પણ વસ્તુ ખાતા પહેલા ચેતી જવાની જરૂર છે. કારણ કે, અત્યારે બજારમાં વેચાવી વસ્તુઓમાં જીવજંતુઓ નીકળી રહ્યા છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. વધુમાં વાત કરવામાં આવે તો ભુજના સ્માર્ટ...
bhuj  જાણીતા મોલ  સ્માર્ટ બજાર માંથી લીધેલી બ્રિટાનીયા કેકમાં નીકળી ઈયળ  કચ્છનું ફુડ વિભાગ ઘોર નિંદ્રામાં
Advertisement

Bhuj: બજારમાંથી લાવેલી કોઈ પણ વસ્તુ ખાતા પહેલા ચેતી જવાની જરૂર છે. કારણ કે, અત્યારે બજારમાં વેચાવી વસ્તુઓમાં જીવજંતુઓ નીકળી રહ્યા છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. વધુમાં વાત કરવામાં આવે તો ભુજના સ્માર્ટ બજારમાંથી ખરીદી કરતા પહેલા ચેતી જજો. નોંધનીય છે કે, ભુજના મોલમાંથી કેક ખરીદી કર્યા બાદ ઈયળ નીકળી હોવાની જાણકારી સામે આવી છે.

કેકમાંથી ઈયળ નીકળતા ગ્રાહકોમાં ભારે ચિંતાનો માહોલ

ખાસ કરીને વાત કરવામાં આવે તો, જાણીતા મોલ "સ્માર્ટ બજાર"ની કેકમાંથી ઈયળ નીકળી હોવાના સમાચાર વહેતા થયા છે. માધાપરની મહિલાએ ચીજવસ્તુ ખરીદતા ઈયળ નીકળી છે. બ્રિટાનીયા કેકમાંથી ઈયળ નીકળતા અત્યારે ગ્રાહકોમાં ભારે ચિંતાનો માહોલ છે. નોંધનીય છે કે, જાણીતા મોલમાંથી જીવીત ઈયળ નીકળતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, કચ્છનું ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં હોવાનું જાણાઈ રહ્યું છે.

Advertisement

પૈસા કમાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા

નોંધનીય છે કે, અત્યારે લોકો બહારનો ખોરાક ખાવાનું વધારે રાખતા હોય છે, પરંતુ બજારમાં મળતા ખાદ્ય પદાર્થો અત્યારે ભારે ખામી યુક્ત હોય છે. જે આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભુજના સ્માર્ટ બજારમાં પણ આવો જ એક કેસ સામે આવ્યો છે. અહીં ભુજના મોલમાંથી કેક ખરીદી તેમાંથી ઈયળ નીકળી હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રશ્ન એ થાય છે કે, આખરે માલિકો પૈસા કમાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે કેમ રમતો રમી રહ્યા છે.

Advertisement

બેજવાબદાર માલિકો સામે કાર્યવાહી કરવા માંગણી

આવા બેજવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કારણ કે, ખાદ્ય પદાર્થોમાં આવી રીતે જીવજંતુ વારંવાર નીકળી રહ્યા છે. આ તો જેમાં લોકોનું ધ્યાન જાય છે તેવા કેસ સામે આવે છે પરંતુ અજાણતા જે લોકો આવી વસ્તુઓ ખાઈ ગયા હશે તેમનું શું? ખાસ તો જે ફુડ પોઈઝનના કેસ સામે આવતા હોય છે તેમાં આવા જ કારણો જવાબદાર હોય છે.

આ પણ વાંચો: Bharuch: આંખના પલકારે વિખેરાયો એન્જિનિયરનો પરિવાર, સ્વજનોમાં હૈયાફાટ રૂદન

આ પણ વાંચો: ગુજરાતની મુલાકાતે આવશે Rahul Gandhi, ધરપકડ થયેલા કોંગ્રેસ નેતાઓ સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો: Navsari ના વકીલે પોતાની જીવનલીલા સંકેલી! ડીકંપોઝ હાલતમાં મળી આવી લાશ

Tags :
Advertisement

.

×