જીવલેણ સાબિત થઈ બીડી; નિકોલમાં બીડી પીવા બાબતે મર્ડર
- અમદાવાદના નિકોલમાં સામાન્ય બાબતે હત્યા ની ઘટના
- બીડી પીવા બાબતે હત્યા થઈ હોવાનું આવ્યું સામે
- આરોપી અને મરણજનાર બંને મજૂરી કરતા હતા
- જમ્યા પછી બોડી પીવા બાબતે થઈ હતી તકરાર
અમદાવાદ : ધ્રૂમપાન સ્વાસ્થ્ય માટે હાનિકારણ હોય છે, તેવી જાહેરાત સરકાર તરફથી આપણે અનેક વખત જોતા હોઇએ છીએ કે સાંભળતા હોઈએ છીએ. પરંતુ તે છતાં લોકો ધ્રૂમપાન અને તમાકું ખાવાનું છોડી રહ્યાં નથી. ધ્રૂમપાન દરેક રીતે જોખમી છે તેનું ઉદાહરણ અમદાવાદના નિકોલમાથી સામે આવ્યું છે. અમદાવાદના નિકોલમાં ધ્રૂમપાન કરવા બાબતે એટલે કે બીડી પીવા બાબતે બોલચાલી થયાં પછી એક વ્યક્તિનું ઢિમ ઢાળી દેવામાં આવ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર અમદાવાદના નિકોલ વિસ્તારમાં બીડી પીવા જેવી સામાન્ય બાબતે બે લોકો વચ્ચે બોલાચાલી થયાં પછી થયેલા ઝગડામાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. આમ બીડી પીવી એક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ છે. મૃતક વ્યક્તિને જમ્યા પછી બીડી પીવાની આદત હતી. તે આદતથી તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો- એક તરફ ગુજરાતમાં મેઘ તાંડવ તો બીજી તરફ અતિભારે વરસાદની આગાહી
એવી માહિતી સામે આવી રહી છે કે મૃતકની જમ્યા પછી બીડી પીવાની આદત હતી, પરંતુ તેના સાથે રહેલા એક વ્યક્તિને બીડી પીવાને લઈને બોલાચાલી થઈ અને અંતે પરિણામ હત્યામાં પરિણમ્યું હતું. આમ જમ્યા પછી બીડી પીવા બાબતે હત્યા થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. આરોપી અને મૃતક બંને મજૂરી કરીને પોતાનું જીવન ગુજાર કરી રહ્યાં હતા.
જોકે, હવે ધ્રૂમપાને બંને લોકોના જીવન ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. એક વ્યક્તિનું મોત થઈ ગયું છે તો અન્ય એક વ્યક્તિ હત્યારો બની ગયો છે. આ ઘટનાને લઈને વધારે માહિતી સામે આવી શકી નથી. મૃતક અને હત્યા કરનારા લોકોનું નામ ટૂંક સમયમાં સામે આવશે. તો હત્યા કરવાનું ચોક્કસ કારણ પણ સામે આવી શક્યું નથી. જોકે, આસપાસના લોકોના જણાવ્યા અનુસાર, બીડી પીવાના કારણે તકરાર થયા પછી જ હત્યા થઈ હોવાની માહિતી ચોક્કસ રીતે સામે આવી રહી છે.
આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો આગળની કાર્યવાહી કરવા માટે આસપાના લોકોના નિવેદન, સીસીટીવી કેમેરાના ફૂટેડ, મૃતકના પરિવજનોના નિવેદનો લેવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો- Gujarat રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્થાપિત ક્ષમતામાં ભારતમાં પ્રથમ ક્રમે


