Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઈન્ડોનેશિયામાં મોટી દુર્ઘટના, 11 લોકો માટે કાળ બની 'સ્પીડ બોટ', 74 લોકો હતા સવાર

દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ઈન્ડોનેશિયામા મોટી દુર્ઘટના સર્જાઈ છે.જેમાં લગભગ 78 લોકોને લઈ જતી સ્પીડબોટ ડૂબી ગઈ હતી. અકસ્માત બાદ તરત જ બચાવકર્મીઓએ ત્યાંના લોકોને બચાવવાનું શરૂ કરી દીધું હતું. જેમાં 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.ત્યારે આ દુર્ઘટનામાં મોટાભાગના...
ઈન્ડોનેશિયામાં મોટી દુર્ઘટના  11 લોકો માટે કાળ બની  સ્પીડ બોટ   74 લોકો હતા સવાર
Advertisement

દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ઈન્ડોનેશિયામા મોટી દુર્ઘટના સર્જાઈ છે.જેમાં લગભગ 78 લોકોને લઈ જતી સ્પીડબોટ ડૂબી ગઈ હતી. અકસ્માત બાદ તરત જ બચાવકર્મીઓએ ત્યાંના લોકોને બચાવવાનું શરૂ કરી દીધું હતું. જેમાં 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.ત્યારે આ દુર્ઘટનામાં મોટાભાગના પીડિત મહિલાઓ અને બાળકો સામેલ છે.

Advertisement

લોકો ઈદ-ઉલ-ફિતરની રજા મનાવીને પરત ફરી રહ્યા હતા

Advertisement

એક ન્યૂજ એજન્સી અનુસાર આ ઘટના શુક્રવારે (28 એપ્રિલ) વહેલી સવારે પશ્ચિમ ઇન્ડોનેશિયાના ટાપુ જૂથો પાસે બની હતી. સ્પીડબોટ ડૂબતી વખતે લોકોની ચીસો સંભળાઈ હતી. આ સ્પીડબોટનું નામ એવલિન કેલિસ્ટા 01 જણાવવામાં આવી રહ્યું છે.જેમાં સવાર મોટાભાગના મુસાફરો તેમના પરિવારો સાથે ઈદ-ઉલ-ફિતરની રજાઓ બાદ ઘરે પરત ફરી રહ્યા હતા.

58 લોકોને બચાવો લેવાયા

ન્યોમન સિદ્ધકાર્યના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ અત્યાર સુધીમાં 58 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમના સિવાય પણ ઘણા લોકો કલાકો સુધી પાણીમાં તણાઈને બેહોશ થઈ ગયા હતા. હજુ પણ ઘણા લોકોની શોધ ચાલુ છે.

ઈન્ડોનેશિયામાં 17,000થી વધુ ટાપુઓ

જણાવી દઈએ કે, ઈન્ડોનેશિયામાં બોટ અકસ્માતો અવારનવાર થાય છે. તેનું કારણ એ છે કે આ દેશ 17,000 થી વધુ ટાપુઓ પર વસે છે. અહીં ફેરી સર્વિસ, બોટ અને જહાજનો સામાન્ય રીતે પરિવહન તરીકે ઉપયોગ થાય છે.

આ પણ વાંચો : અમેરિકાના અલાસ્કામાં આર્મીના બે હેલિકોપ્ટર ટ્રેનિંગ દરમિયાન ક્રેશ

Tags :
Advertisement

.

×