બિહાર ચૂંટણી પહેલા Election Commission ની મોટી કાર્યવાહી, 334 રાજકીય પક્ષોની માન્યતા કરી રદ
- Election Commission ની મોટી કાર્યવાહી
- 334 રાજકીય પક્ષોની માન્યતા રદ કરી દેવાઇ
- બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની માન્યતાને કરી રદ
બિહારની ચૂંટણી પહેલા Election Commission એકશન મોડમાં જોવા મળી રહ્યો છે. શનિવારે 334 રાજકીય પાર્ટીઓની માન્યતા રદ કરી દીધી છે, તાજેતરમાં ચૂંટણીપક્ષ પર વિપક્ષની પાર્ટીઓએ ગંભીર આરોપ લગાવ્યા છે, ચૂંટણીપંચ નિષ્પક્ષ નથી.
દેશમાં હાલ SIR મામલે વિપક્ષ પાર્ટીઓ ચૂંટણી પંચની કાર્યવાહી સામે અનેક સવાલ ઉભા કર્યા છે, અને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્સફરન્સ કરીને ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે,તેવા સમયે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયેલા બિન માન્યતા પ્રાપ્ત રાજકિય પક્ષોની માન્યતા રદ કરી દીધી છે.
Election Commission બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની માન્યતાને કરી રદ
નોંધનીય છે કે ચૂંટણીપંચે ચૂંટણી પંચે શનિવારે જણાવ્યું હતું કે તેણે દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 334 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી રદ કરી દેવામાં આવ્યા છે. આ પક્ષો 2019 થી છ વર્ષ સુધી એક જ ચૂંટણી લડવાની ફરજિયાત શરત પૂરી કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. આ મામલે ચૂંટણીપંચના અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા રાજકીય વ્યવસ્થામાં સુધારો કરવા અને 2019 થી કોઈપણ લોકસભા, રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાઓ અથવા પેટાચૂંટણીઓમાં ભાગ ન લેનારા પક્ષોને યાદીમાંથી દૂર કરવાના ઉદ્દેશ્યથી કાર્યવાહી કરવામાં આવી થે. . બિહાર ચૂંટણી પહેલા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે 2001 થી, ચૂંટણી પંચે નિષ્ક્રિય નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને "ત્રણથી ચાર" વખત દૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટે અગાઉ ચૂંટણી પંચને રાજકીય પક્ષોની માન્યતા "રદ" કરવાથી રોકી હતી, નોંધ્યું હતું કે તે કાયદા હેઠળ નિર્ધારિત નથી.
Election Commission દેશમાં 2,520 રાજકીય પક્ષો છે
યાદીમાંથી દૂર કરાયેલા પક્ષો ચૂંટણી લડવા માટે તેમના ઉમેદવારો ઉભા કરી શકતા નથી. કુલ 2,854 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોમાંથી, કમિશનના આ અભિયાન પછી ફક્ત 2,520 બાકી છે. આમાં હાલમાં છ રાષ્ટ્રીય પક્ષો અને 67 રાજ્ય સ્તરના પક્ષોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે આ વર્ષે જૂનમાં, પંચે આવા 345 પક્ષો સામે કાર્યવાહી શરૂ કરી હતી અને અંતે 334 પક્ષોને યાદીમાંથી દૂર કર્યા હતા.
Election Commission કાર્યવાહી રાજકીય પક્ષો કાયદાઓનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા
ભૂતકાળમાં, કેટલાક નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો આવકવેરા કાયદા અને મની લોન્ડરિંગ વિરોધી કાયદાઓનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા છે. દેશમાં રાજકીય પક્ષો (રાષ્ટ્રીય/રાજ્ય/નોંધાયેલ અમાન્ય રાજકીય પક્ષો) જનપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૨૯એ ની જોગવાઈઓ હેઠળ ચૂંટણી પંચમાં નોંધાયેલા છે.આ જોગવાઈ હેઠળ, કોઈપણ સંગઠન એકવાર રાજકીય પક્ષ તરીકે નોંધાયેલ હોય ત્યારે તેને કર મુક્તિ જેવા ચોક્કસ વિશેષાધિકારો અને લાભો મળે છે.
આ પણ વાંચો: દાળથી સાંભર સુધી... અમેરિકામાં ભારતીય ચીજવસ્તુઓ પર ટેરિફની શું થઈ અસર? જાણો લોકો શું કહે છે