ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નવસારી જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો, કોળી આગેવાન ધર્મેશ ભીમ પટેલે આપ્યું રાજીનામું

Dharmesh Bhim Patel Resign : ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ (Congress leaders) ના રાજીનામાના દૌર યથાવત છે. કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અંબરીશ ડેર (Ambarish Der) અને તે પછી અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) ના રાજીનામા બાદ હવે વધુ એક નેતાએ પાર્ટીને અલવિદા કહી...
06:38 PM Mar 04, 2024 IST | Hardik Shah
Dharmesh Bhim Patel Resign : ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ (Congress leaders) ના રાજીનામાના દૌર યથાવત છે. કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અંબરીશ ડેર (Ambarish Der) અને તે પછી અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) ના રાજીનામા બાદ હવે વધુ એક નેતાએ પાર્ટીને અલવિદા કહી...
Dharmesh Bhim Pate

Dharmesh Bhim Patel Resign : ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ (Congress leaders) ના રાજીનામાના દૌર યથાવત છે. કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અંબરીશ ડેર (Ambarish Der) અને તે પછી અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) ના રાજીનામા બાદ હવે વધુ એક નેતાએ પાર્ટીને અલવિદા કહી દીધું છે. મળી રહેલી માહિતી અનુસાર, નવસારી જિલ્લા કોંગ્રેસ (Navsari District Congress) ના કોળી આગેવાન ધર્મેશ ભીમભાઈ પટેલે (Dharmesh Bhim Patel) રાજીનામું આપી દીધું છે.

કોંગ્રેસના વધુ એક નેતાનું રાજીનામું

લોકસભા ચૂંટણી નજીક છે તે પહેલા જાણે કોંગ્રેસ પાર્ટીને કોઇની નજર લાગી હોય તેમ એક પછી એક નેતાઓ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. હજુ થોડા જ સમય પહેલા ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. અને હવે સમાચાર મળી રહ્યા છે કે, નવસારી જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. નવસારી જિલ્લાના કોળી આગેવાન ધર્મેશ ભીમ પટેલે (Dharmesh Bhim Patel) પોતાના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. જે માટે તેમણે અંગત કારણ દર્શાવ્યું છે. તેઓ ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR Patil સામે ચૂંટણી લડ્યા હતા. જેમા સી.આર.પાટીલ વિરુદ્ધ ધર્મેશ ભીમ પટેલને 6.89 લાખના માર્જીનથી હાર મળી હતી.

અર્જુન મોઢવાડિયાનું રાજીનામું

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી આવતા પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં ઐતિહાસિક ભંગાણ જોવા મળી રહ્યું છે. એક જ દિવસમાં ગુજરાત કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. આજે તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. સૌથી મોટી વાત એ છે કે, તેમણે રાજીનામામાં ભગવાન શ્રી રામ અને રામમંદિરનો ઉલ્લેખ કર્યો છે. જણાવી દઇએ કે, અર્જુન મોઢવાડિયાએ X પર બાયોમાંથી કોંગ્રેસ હટાવી દીધું છે. મોઢવાડિયા હવે કોંગ્રેસના પૂર્વ નેતા બની ગયા છે. મળી રહેલી માહિતી અનુસાર, હવે તેઓ ભાજપના કમળ સાથે જઇ શકે તેવી ચર્ચાઓ તેજ થઇ છે.

અંબરીશ ડેરનું રાજીનામું

વર્ષો સુધી કોંગ્રેસમાં સેવા આપનારા યુવા નેતા અંબરીશ ડેરે પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે અને પત્રકાર પરિષદ યોજીને અંબરીશ ડેરે (Ambarish Der) જણાવ્યું કે, આવતીકાલે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાશે. અંબરીશ ડેરે મીડિયાને જણાવ્યું કે, જાહેર જીવનની શરૂઆત 2003 થી કરી હતી. કોંગ્રેસ પાર્ટીમાં રહીને 2 કે 3 ટર્મ સુધી ગુજરાતના લોકોની સેવા કરી છે. કોંગ્રેસમાં (Congress) નિર્ભય પણે ઘણા સમયથી મુદ્દાઓ ઉઠાવતો હતો. કલમ 370, રામ મંદીર (Ram Temple) સહિતના અલગ-અલગ મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને બધાને સાથે લઈને ચાલવાનો પ્રયાસ હતો પરંતુ, ના થઈ શક્યું. તે યોગ્ય ન લાગ્યું.

આ પણ વાંચો - Gujarat News : અર્જુન મોઢવાડિયાએ આપ્યું ધારાસભ્ય પદેથી રાજીનામું

આ પણ વાંચો - Shaktisinh Gohil : ડરનો ડંડો, કોથળાભરીને રૂપિયા અને પાર્ટીમાં મોટા પદની લાલચ આપે છે : શક્તિસિંહ ગોહિલ

આ પણ વાંચો - લોકસભા સાથે જ ગુજરાત વિધાનસભાની આટલી બેઠકો માટે યોજાશે પેટા ચૂંટણી

આ પણ વાંચો - Ambarish Der : કોંગ્રેસ નેતા અમરીશ ડેર અને CR પાટીલ વચ્ચે મુલાકાત, કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું

Tags :
Ambarish DerArjun ModhwadiaBJPCongressCongress leadersDharmesh Bhim PatelDharmesh Bhimbhai PatelDharmesh Bhimbhai Patel ResignGujarat CongressGujarat Congress NewsGujarat FirstGujarat NewsGujarati News
Next Article