ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana : દુધસાગર ડેરીની ચૂંટણી પહેલા જ વિપુલ ચૌધરીને મોટો ઝટકો, ફોર્મ જ નહીં ભરી શકે

Mehsana : સાગરદાણ કેસની સજા સામે સ્ટે ન મળતા દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી આ વખતે ચૂંટણી લડી શકશે નહીં. પૂર્વ ચેરમેન અને ભૂતપૂર્વ ગુજરાતના મંત્રી વિપુલભાઈ ચૌધરીને સાગરદાણ કેસમાં મળેલી સજાના કારણે આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરવાની તક મળી રહી નથી. ગુજરાત હાઇકોર્ટમાં કરેલી તેમની પિટિશન પર સુનાવણીની તારીખ 3 ડિસેમ્બર નક્કી થઈ છે.
04:54 PM Nov 19, 2025 IST | Mujahid Tunvar
Mehsana : સાગરદાણ કેસની સજા સામે સ્ટે ન મળતા દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી આ વખતે ચૂંટણી લડી શકશે નહીં. પૂર્વ ચેરમેન અને ભૂતપૂર્વ ગુજરાતના મંત્રી વિપુલભાઈ ચૌધરીને સાગરદાણ કેસમાં મળેલી સજાના કારણે આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરવાની તક મળી રહી નથી. ગુજરાત હાઇકોર્ટમાં કરેલી તેમની પિટિશન પર સુનાવણીની તારીખ 3 ડિસેમ્બર નક્કી થઈ છે.

Mehsana : સાગરદાણ કેસની સજા સામે સ્ટે ન મળતા દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી આ વખતે ચૂંટણી લડી શકશે નહીં. પૂર્વ ચેરમેન અને ભૂતપૂર્વ ગુજરાતના મંત્રી વિપુલભાઈ ચૌધરીને સાગરદાણ કેસમાં મળેલી સજાના કારણે આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરવાની તક મળી રહી નથી. ગુજરાત હાઇકોર્ટમાં કરેલી તેમની પિટિશન પર સુનાવણીની તારીખ 3 ડિસેમ્બર નક્કી થઈ છે, જ્યારે ડેરીની ચૂંટણી માટે નામાવલી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 24 નવેમ્બર છે. આથી, સુનાવણી પહેલાં જ તેમનું નામ નિષ્ક્રિય રહેશે અને 7 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીમાં તેઓ ભાગ લઈ શકશે નહીં.

Mehsana : પિટિશનને 3 ડિસેમ્બરની મુદ્દત

આ મામલો વિપુલભાઈ ચૌધરી માટે મોટી મુશ્કેલી બની રહ્યો છે. તેઓ દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન તરીકે જાણીતા છે અને અગાઉ અમુલ (GCMMF)ના ચેરમેન પણ રહ્યા છે. સાગરદાણ કેસમાં તેમને લાગેલી સજા સામે તેઓએ હાઇકોર્ટમાં સ્ટે મેળવવા પિટિશન કરી હતી, જેમાં તેઓએ ચૂંટણી લડવા માટે વિશેષ છૂટછાટની માંગ કરી હતી. જોકે, કોર્ટે આ પિટિશનને 3 ડિસેમ્બરની મુદ્દત આપી છે, જેના કારણે ચૂંટણીના શેડ્યુલ સાથે તે મેળ ખાતું નથી.

આ પણ વાંચો- બાંગ્લાદેશના પૂર્વ PM સજીબ વાઝેદ જોયનું મોટું નિવેદન ‘PM મોદીએ મારી માતા શેખ હસીનાનો જીવ બચાવ્યો’

દુધસાગર ડેરી જે મહેસાણા જિલ્લાની મુખ્ય સહકારી દૂધ ઉત્પાદક યુનિયન છે. જેની ચૂંટણી મહત્વપૂર્ણ છે. આ ડેરી 10 લાખથી વધુ ખેડૂતોનું દૂધ એકઠું કરે છે અને વાર્ષિક ટર્નઓવર 4700 કરોડથી વધુ છે. વિપુલભાઈની ગેરહાજરીથી ડેરીના બોર્ડમાં નવા સમીકરણ બને તેવી શક્યતા છે. તેમના સમર્થકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તેઓ ડેરીના વિકાસ માટે તેમના અનુભવને મહત્વપૂર્ણ માને છે.

ઉલ્લેખનિય છે કે, વિપુલભાઈ સામે અગાઉ પણ નાણાકીય અનિયમિતતાના આરોપોમાં લાગેલા હતા. 2020માં તેમને બોનસ સ્કેમમાં 14.8 કરોડના ગેર વપરાશના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, અને 2022માં ACBએ 500 કરોડની અનિયમિતતા માટે તેમની ધરપકડ કરી હતી. આથી, તેમના રાજકીય અને સહકારી કારકિર્દી પર આ કેસોની નકારાત્મક અસર પણ જોવા મળી રહી છે.  તેઓ જેલમાં જ હતા અને તાજેતરમાં જ જામીન મળ્યા છે.

હાલ હાઇકોર્ટની સુનાવણીની રાહ જોવાઈ રહી છે. જો સ્ટે મળી જાય તો પણ ચૂંટણી પછીની તકો પર અસર પડી શકે છે. આ ઘટનાએ ડેરીના કાર્યકર્તાઓ અને ખેડૂતોમાં ચર્ચા જગાવી છે – શું આ ચૂંટણીમાં નવી નેતૃત્વની તક છે કે જૂના વિવાદોનો ચાલુ રહેશે?

આ પણ વાંચો- Bhavnagar | કમોસમી વરસાદ-માવઠાએ ડુંગળીના ખેડૂતોને પાયમાલ કર્યા

Tags :
Dairy PoliticsDudhsagar Dairy ElectionGujarat CooperativeHighCourt PetitionMehsana NewsSagarDan CaseVipul Chaudhary
Next Article