ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય, સમસ્યાના સમાધાન માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો
- ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડનો નિર્ણય
- એક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે
- 27 જાન્યુઆરીથી લઈ 17 માર્ચ સુધી આ હેલ્પલાઈન કાર્યરત
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા એક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 27 જાન્યુઆરીથી લઈ 17 માર્ચ સુધી આ હેલ્પલાઈન કાર્યરત રહેશે, જેમાં સવારે 11 થી લઈ સાંજે 6 વાગ્યા સુધીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ કે શિક્ષકો ફોન કરી શકે છે. આ હેલ્પલાઈન નંબર દ્વારા એક્સપર્ટ કાઉન્સેલર અને સાયકોલોજિસ્ટ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.
વિદ્યાર્થીઓના હિત માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
રાજ્યમાં અગામી 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. જેને લઈને અત્યારથી વિદ્યાર્થીઓ ફુલ તૈયારીમાં લાગી ગયા છે. ઉપરાંત વાલીઓ પણ આતુરતાથી તેમના બાળકોની આ પરીક્ષાની છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓના હિત માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે એક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આ હેલ્પલાઈન દ્વારા એક્સપર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજિસ્ટ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ કરીને વિદ્યાર્થીઓના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ હેલ્પલાઈનનો સમય સવારે 11:00 થી સાંજે 6:00 સુધી
રાજ્યના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ આ હેલ્પલાઈનનો ઉપયોગ કરી શકે છે. જેમાં આ હેલ્પલાઈનનો સમય સવારે 11:00 થી સાંજે 6:00 સુધીનો રહેશે. આ સમય દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી તેની સમસ્યાને લઈને ફોન કરી શકે છે. જેમાં એક્સપર્ટ કાઉન્સેલર અને સાયકોલોજિસ્ટ દ્વારા તેમને માર્ગદર્શન આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા જે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે તે નંબર 1800 233 5500 છે. જેના પર વિદ્યાર્થીઓ, વાલીઓ કે શિક્ષકો સવારે 11 થી લઈ સાંજે 6 વાગ્યા સુધી ગમે ત્યારે ફોન કરી શકે છે. જેમાં આગામી 27 જાન્યુઆરીથી લઈને 17 માર્ચ સુધી આ હેલ્પલાઈન કાર્યરત રહેશે. શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલી કામગીરી ખરેખરમાં સરાહનીય કહી શકાય.
આ પણ વાંચો: Dwarka: દ્વારકાધીશ મંદિર પાસેના 100 મીટરના વિસ્તારમાં ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી


