Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓપરેશન સિંદુર બાદ ક્રિકેટમાં પણ ભારત સામે પાકિસ્તાન સરેન્ડર, ઇન્ડિયાએ સાત વિકેટથી પાકિસ્તાનને હરાવ્યું

ઓપરેશન સિંદુર બાદ ક્રિકેટમાં પણ ભારત સામે પાકિસ્તાન સરેન્ડર  ઇન્ડિયાએ સાત વિકેટથી પાકિસ્તાનને હરાવ્યું
Advertisement

એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. બંને ટીમોએ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ જીતી લીધી છે. ભારત અને પાકિસ્તાન આ મેચ જીતીને સુપર ફોર તબક્કામાં ક્વોલિફાય થવા માટે તનતોડ મહેનત કરશે. આ મહામુકાબલો થતા પહેલા આ મેચનો ભારતમાં સખત વિરોધ થઇ  રહ્યો છે. ભારતીય ટીમના ખેલાડીઓ પાકિસ્તાન સામેની મેચ દરમિયાન પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલગામ હુમલાના વિરોધમાં ખેલાડીઓ મેચ દરમિયાન કાળી પટ્ટી પહેરી શકે છે. જોકે, હાલમાં આ અંગે BCCI તરફથી કોઈ સત્તાવાર માહિતી નથી.

એશિયા કપ 2025 ની છઠ્ઠી મેચ આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. ભારતે 16મી ઓવરમાં જ પાકિસ્તાનના 128 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે સિક્સ ફટકારીને   ભારતને જીત અપાવી હતી.

Advertisement

પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને ભારત સામે 128 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. કુલદીપ યાદવને 3 સફળતા મળી હતી. જ્યારે બુમરાહ અને અક્ષરને 2-2 વિકેટ મળી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા શરૂઆતથી જ આક્રમક મોડમાં હતી. અભિષેક શર્મા પછી, તિલક સારી ઇનિંગ રમ્યો. પરંતુ કેપ્ટન સૂર્યાએ એક છેડે ઊભા રહીને 47 રનની અણનમ ઇનિંગ રમી અને ભારતને જીત અપાવી.

Advertisement

ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું

September 14, 2025 11:24 pm

ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. 2025 એશિયા કપમાં ભારતનો આ સતત બીજો વિજય છે. પાકિસ્તાને પહેલા બેટિંગ કરીને 127 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 15.5 ઓવરમાં સરળતાથી લક્ષ્યનો પીછો કર્યો. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગમાં કુલદીપ યાદવે ત્રણ વિકેટ લીધી. બેટિંગમાં અભિષેક શર્માએ 13 બોલમાં 31 રન, તિલક વર્માએ 31 બોલમાં 31 રન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે 37 બોલમાં અણનમ 47 રન બનાવ્યા હતા.

ભારતની ધમાકેદાર જીત

September 14, 2025 11:05 pm

ભારતની ધમાકેદાર જીત. સૂર્યકુમારે કેપ્ટન ઇનિંગ રમીને પાકિસ્તાને હરાવ્યું, ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી હરાવીને ધૂંળ ચટાડી છે.

ભારતની 97 રન પર ત્રીજી વિકેટ પડી

September 14, 2025 11:03 pm

97 ના સ્કોર પર ભારતને ત્રીજો ઝટકો, તિલક વર્મા 31 રન બનાવીને આઉટ

ભારત જીત તરફ....

September 14, 2025 10:49 pm

ભારતે 10 ઓવરમાં 88 રન કર્યા છે, હવે 60 બોલમાં 40 રન કરવાના છે, સૂર્યકુમાર 17 અને તિલક વર્મા 28 રન પર રમી રહ્યા છે

ભારતનો સ્કોર 71 /2

September 14, 2025 10:42 pm

8 ઓવર પછી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 71 રન છે. તિલક વર્મા 15 બોલમાં બે ચોગ્ગા સાથે 19 રન બનાવીને રમતમાં છે.જ્યારે સૂર્યકુમાર 9 રને રમી રહ્યા છે

ભારતનો સ્કોર 64/2

September 14, 2025 10:39 pm

7 ઓવર પછી, ટીમ ઇન્ડિયાનો સ્કોર 2 વિકેટે 64 રન છે. અબરાર અહેમદે આ ઓવરમાં 3 રન આપ્યા. સૂર્યકુમાર યાદવ સાત બોલમાં ચાર રન બનાવી રહ્યા છે. તિલક વર્મા 15 બોલમાં બે ચોગ્ગા સાથે 17 રન બનાવી રહ્યા છે. ભારતને જીતવા માટે 78 બોલમાં ફક્ત 64 રન બનાવવાના છે.

ભારતે પાવર પ્લેમાં કરી વિસ્ફોટક બેટિંગ

September 14, 2025 10:37 pm

પાવરપ્લે પૂરો થયો. 6 ઓવર પછી, ટીમ ઇન્ડિયાનો સ્કોર 2 વિકેટે 61 રન છે. મોહમ્મદ નવાઝે આ ઓવરમાં 13 રન આપ્યા. સૂર્યકુમાર યાદવ છ બોલમાં ત્રણ રન બનાવી રહ્યા છે. તિલક વર્મા 10 બોલમાં બે ચોગ્ગા સાથે 15 રન બનાવી રમી રહ્યા છે

ભારતના 50 રન પુરા

September 14, 2025 10:30 pm

ભારતે 5.1 ઓવરમાં 52 રન પૂરા કર્યા , કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા ક્રીઝ પર મોજુદ છે

ભારતને બીજો ફટકો

September 14, 2025 10:22 pm

અભિષેક શર્માની શાનદાર બેટિંગનો અંત આવ્યો છે અને ફરી એકવાર તે સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ફેરવી શક્યો નથી. અભિષેક 13 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 31 રન બનાવીને આઉટ થયો હતો. 128 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતે 41 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે.

ભારતના 3 ઓવરમાં 33 /1

September 14, 2025 10:18 pm

ભારતના ઓપનર બેટસમેન અભિષેક શર્માની વિસ્ફોટક બેટિગ જારી, ભારતના એક વિકેટ પર 33 રન, સૂર્યકુમાર યાદવ અને અભિષેક ક્રીઝ પર

ભારતની પહેલી વિકેટ 22 રન પર પડી

September 14, 2025 10:15 pm

ભારતની પહેલી વિકેટ 22 રન પર પડી, સેમ અયુબે શુભમન ગિલને આઉટ કર્યો

અભિષેકે પહેલી ઓવરમાં એક ફોર અને એક સિક્સર ફટકારી

September 14, 2025 10:12 pm

અભિષેક શર્માએ પહેલા જ બોલથી પાકિસ્તાની બોલરોને હરાવવાનું શરૂ કરી દીધું. અભિષેકે શાહીન આફ્રિદી પર એક ફોર અને એક સિક્સર ફટકારી. એક ઓવર પછી, ભારતનો સ્કોર કોઈ વિકેટ વગર 12 રન હતો.

ભારતની બેટિંગ શરૂ

September 14, 2025 10:10 pm

ભારતની ધમાકેદાર શરૂઆત અભિષેકે કરી છે. એક જ ઓવરમાં 12 રન

પાકિસ્તાનની ઇનિંગ સમાપ્ત

September 14, 2025 9:56 pm

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025નો ભવ્ય મુકાબલો રમાઈ રહ્યો છે. આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં નવ વિકેટે 127 રન બનાવ્યા હતા. તેમના તરફથી સાહિબજાદા ફરહાને સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. તે જ સમયે, ભારત તરફથી કુલદીપ યાદવે ત્રણ વિકેટ અને જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી હતી. આ ઉપરાંત હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીએ એક-એક વિકેટ લીધી હતી.

ભારતને જીતવા 128 રનની જરૂર

September 14, 2025 9:48 pm

પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટે 127 રન બનાવ્યા, પાકિસ્તાનના ફાસ્ટ બોલરે છેલ્લી ઓવરમાં વિસ્ફોટક બેટિંગ કરીને પાકિસ્તાનને 127 રન સુધી પહોચાડ્યો, શાહીન આફ્રીદીએ 16 બોલમાં 33 રન કર્યા

બુમરાહે મુકીમને બોલ્ડ કર્યો

September 14, 2025 9:41 pm

બુમરાહે મુકીમને બોલ્ડ કર્યો, પાકિસ્તાને 111 રન પર નવમી વિકેટ ગુમાવી

પાકિસ્તાનની આઠમી વિકેટ પડી

September 14, 2025 9:35 pm

વરુણ ચક્રવર્તીએ ફહીમ અશરફને આઉટ કરીને પાકિસ્તાનને આઠમો ઝટકો આપ્યો. ફહીમ 14 બોલમાં એક ચોગ્ગાની મદદથી 11 રન બનાવીને આઉટ થયો. આમ પાકિસ્તાને 97 રનના સ્કોર પર પોતાની આઠમી વિકેટ ગુમાવી દીધી છે.

સાહિબજાદા ફરહાન આઉટ

September 14, 2025 9:26 pm

કુલદીપ યાદવે પોતાની જોરદાર બોલિંગ ચાલુ રાખી અને પાકિસ્તાનને સાતમો ઝટકો આપ્યો. કુલદીપે સાહિબજાદા ફરહાનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો જે સારી બેટિંગ કરી રહ્યા હતા. ફરહાન 44 બોલમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 40 રન બનાવીને આઉટ થયો.

પાકિસ્તાનનો સ્કોર 83/6

September 14, 2025 9:23 pm

16 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 83 રન છે. સાહિબજાદા ફરહાન 41 બોલમાં 38 રન બનાવીને રમતમાં છે. તેણે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો છે. તેની સાથે, ફહીમ અશરફ આઠ બોલમાં આઠ રન બનાવીને રમી રહ્યો છે.

પાકિસ્તાનનો સ્કોર 72/6

September 14, 2025 9:16 pm

14 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 72 રન છે. સાહિબજાદા ફરહાન 40 બોલમાં 37 રન બનાવી રહ્યા છે. તેમણે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો છે. તેમની સાથે, ફહીમ અશરફ પણ ત્રણ બોલમાં ત્રણ રન બનાવી રહ્યા છે.

કુલદીપ પાસે હેટ્રિકની તક

September 14, 2025 9:11 pm

કુલદીપે સતત બીજા બોલ પર વિકેટ લીધી અને પાકિસ્તાનને છઠ્ઠો ઝટકો આપ્યો. કુલદીપે પહેલા હસન નવાઝને આઉટ કર્યો અને પછીના જ બોલ પર તેણે મોહમ્મદ નવાઝને એલબીડબ્લ્યુ આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો.

પાકિસ્તાનની અડધી ટીમ પેવેલિયનમાં પરત

September 14, 2025 9:07 pm

પાકિસ્તાનની અડધી ટીમ માત્ર 64 રનના સ્કોરે પેવેલિયન પરત ફરી. સ્પિનર ​​કુલદીપ યાદવે હસન નવાઝને અક્ષરના હાથે કેચ કરાવીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

પાકિસ્તાનના 4 વિકેટ 60 રન

September 14, 2025 9:03 pm

12 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 4 વિકેટે 60 રન છે. સાહિબજાદા ફરહાન 32 રન પર છે. તેણે બે છગ્ગા ફટકાર્યા છે. તેની સાથે હસન નવાઝ બે રન પર રમી રહ્યો છે.

49 ના સ્કોર પર પાકિસ્તાનની પડી ચોથી વિકેટ

September 14, 2025 8:58 pm

અક્ષર પટેલે ફરી એકવાર ભારતને સફળતા અપાવી અને પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાને પેવેલિયનમાં પાછા મોકલી દીધા. આઘા ખાતું ખોલાવ્યા વિના જ LBW થઈ ગયા, પરંતુ સ્ટમ્પ ચૂકી જવાથી તેમને રિવ્યૂ પર રાહત મળી. જોકે, તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહીં અને ફક્ત ત્રણ રન જ બનાવી શક્યો.

અક્ષર પટેલે ફખર ઝમાનને કર્યો આઉટ

September 14, 2025 8:45 pm

અક્ષર પટેલે પાકિસ્તાનને ત્રીજો ઝટકો આપ્યો, ફખર ઝમાન 17 રન બનાવીને આઉટ

ફખર-સાહિબઝાદા સંભાળી પાકિસ્તાની ઇનિંગ્સ

September 14, 2025 8:42 pm

શરૂઆતમાં થયેલા નુકસાન પછી, ફખર ઝમાન અને સાહિબઝાદા ફરહાને પાકિસ્તાનની ઇનિંગની કમાન સંભાળી. આ બંનેની બેટિંગથી, પાવરપ્લેના અંત સુધીમાં પાકિસ્તાને બે વિકેટે 42 રન બનાવી લીધા છે. ભારતે સારી શરૂઆત કરી અને પાકિસ્તાનને બે આંચકા આપ્યા, પરંતુ ફખર અને સાહિબઝાદાએ કેટલાક સારા શોટ ફટકારીને ઇનિંગની કમાન સંભાળી.

પાવરપ્લે પૂરો થયો, પાકિસ્તાનનો સ્કોર 42/2

September 14, 2025 8:38 pm

પાવરપ્લે પૂરો થયો. જસપ્રીત બુમરાહે છઠ્ઠી ઓવરમાં 8 રન આપ્યા. સાહિબજાદા ફરહાને લેગ સાઇડ પર બુમરાહ પર છગ્ગો ફટકાર્યો. 6 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 42 રન છે. ફખર ઝમાન 11 બોલમાં 3 ચોગ્ગા સાથે 16 રન પર છે. સાહિબજાદા ફરહાન 19 બોલમાં 19 રન પર છે. તેણે બે છગ્ગા ફટકાર્યા છે.

પાકિસ્તાનનો સ્કોર 6 ઓવરમાં 42/2

September 14, 2025 8:36 pm

પાકિસ્તાન બે વિકેટના નુકસાન પર 6 ઓવરમાં 42 રન કરી લીધા છે

સાહિબજાદા ફરહાને બુમરાહને માર્યો છગ્ગો

September 14, 2025 8:28 pm

જસપ્રીત બુમરાહએ ચોથી ઓવરમાં 6 રન આપ્યા. સાહિબજાદા ફરહાને બુમરાહ પર 83 મીટર છગ્ગો ફટકાર્યો. 4 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 26 રન છે. ફખર ઝમાન આઠ બોલમાં બે ચોગ્ગા સાથે 10 રન બનાવ્યા છે. સાહિબજાદા ફરહાન 10 બોલમાં એક છગ્ગા સાથે 9 રન બનાવી રહ્યા છે.

3 ઓવરમા 20/2

September 14, 2025 8:22 pm

પાકિસ્તાનના 3 ઓવરમાં 20 રનમાં 2 વિકેટ ,ફકર ઝમાન અને ફરહાન ક્રીઝ પર

બે ઓવર 9/2

September 14, 2025 8:18 pm

પાકિસ્તાનના બે ઓવરમાં બે વિકેટના નુકસાન પર નવ રન

હેરિસ આઉટ

September 14, 2025 8:11 pm

પાકિસ્તાનનો બીજો બેટ્સમેન 6 રનના સ્કોર પર પેવેલિયન પાછો ફર્યો, હેરિસ આઉટ થયો

બુમરાહે લીધી પાકિસ્તાનની બીજી વિકેટ

September 14, 2025 8:10 pm

હાર્દિક બાદ બુમરાહે પાકિસ્તાનને આપ્યો ઝટકો, 7 બોલમાં પડી ગઈ બીજી વિકેટ

પાકિસ્તાનની પહેલી વિકેટ પડી

September 14, 2025 8:05 pm

હાર્દિકે પહેલા જ બોલે પાકિસ્તાનને ઝટકો આપ્યો, સેમ અયુબ 0 રને આઉટ થયો

પાકિસ્તાનની બેટિંગ શરૂ

September 14, 2025 8:03 pm

પાકિસ્તાનની બેટિંગ શરૂ, સેમ-ફરહાન ક્રીઝ પર

રાષ્ટ્રગીત સમાપ્ત

September 14, 2025 8:01 pm

મેચ શરૂ થાય તે પહેલાં મેદાન પર ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા. રાષ્ટ્રગીત સમાપ્ત થયા પછી, ભારતીય ખેલાડીઓ હવે ફિલ્ડિંગ માટે મેદાનમાં આવી ગયા છે, જ્યારે પાકિસ્તાનની ઓપનિંગ જોડી પણ ક્રીઝ પર આવી ગઈ છે.

પાકિસ્તાન ટીમમાં 5 સ્પિનરના વિકલ્પ

September 14, 2025 8:00 pm

પાકિસ્તાન ટીમ પાસે કુલ પાંચ સ્પિનર વિકલ્પો છે. જેમાં ચાઇનામેન સુફિયામ મુકીમ, મિસ્ટ્રી સ્પિનર ​​અબરાર અહેમદ અને ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ, સેમ અયુબ અને સલમાન અલી આગાનો સમાવેશ થાય છે.

પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો

September 14, 2025 7:38 pm

પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. બંને ટીમોના કેપ્ટનોએ પ્લેઇંગ ૧૧માં કોઈ ફેરફાર કર્યો નથી.

ભારતની પ્લેઈંગ-11

September 14, 2025 7:36 pm

ભારતની પ્લેઈંગ-11: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

પાકિસ્તાનની પ્લેઈંગ-11

September 14, 2025 7:35 pm

પાકિસ્તાનની પ્લેઈંગ-11: સામ અયુબ, સાહિબજાદા ફરહાન, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), ફખર ઝમાન, સલમાન આગા (કેપ્ટન), હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, સુફિયાન મુકીમ, અબરાર અહેમદ.

સ્ટેડિયમ ખાલી

September 14, 2025 7:29 pm

સોની ટીવી પર બતાવવામાં આવતી પ્રેક્ટિસના દ્રશ્યોમાં સ્ટેડિયમમાં વધારે ભીડ દેખાતી નથી. જોકે, હજુ પણ સમય છે અને મેચ શરૂ થાય ત્યાં સુધીમાં દર્શકો સ્ટેડિયમ પહોંચી શકે છે.

શુભમન ગિલ પર રહેશે નજર

September 14, 2025 7:25 pm

આ મેચમાં શુભમન ગિલ પર તમામ ક્રિકેટપ્રેમીઓની નજર હશે. ગિલ એવો ખેલાડી છે જે વિરાટ કોહલીના વારસાને સારી રીતે સંભાળવાની ક્ષમતા ધરાવે છે અને કદાચ આ જ કારણસર, ગિલ આજની મેચમાં સૌથી વધુ ફોકસમાં રહેશે. ગિલ ટીમના મુખ્ય બેટ્સમેનોમાંનો એક છે અને પાકિસ્તાન પણ આ વાત જાણે છે.

વિરાટ-રોહિતની નિવૃત્તિ પછી પહેલી મેચ

September 14, 2025 7:12 pm

ગયા વર્ષે T20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલી અને રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પછી, ટીમ ઈન્ડિયા પહેલીવાર T20 માં પાકિસ્તાન સામે રમી રહી છે.

ભારતીય ટીમ સ્ટેડિયમ પહોંચી

September 14, 2025 7:01 pm

ભારતીય ટીમ પાકિસ્તાન સામેની એશિયા કપ મેચ માટે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પહોંચી ગઈ છે

જો અર્શદીપને તક મળે તો કોણ રહેશે બહાર !

September 14, 2025 6:46 pm

ત્રણ સ્પિનરો અને ફાસ્ટ બોલર સાથે જવું ભારત માટે ફાયદાકારક છે અને સ્પિનરોએ દુબઈની પીચ પર શાનદાર પ્રદર્શન કર્યું. આવી સ્થિતિમાં, ભારત પ્લેઇંગ- 11માં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા ઓછી છે. જો ભારત ફેરફાર કરવા માંગે છે, તો તે એક સ્પિનરને ઘટાડી શકે છે અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને તક આપી શકે છે જે છેલ્લી મેચમાં રમ્યો ન હતો. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે અર્શદીપની જગ્યાએ પ્લેઇંગ-11 માંથી કયા ખેલાડીને બહાર કરી શકાય છે. બોલિંગ ઉપરાંત, અક્ષર સારો ઓલરાઉન્ડર છે, તેથી તે પ્લેઇંગ ઇલેવનમાં હશે તે નિશ્ચિત છે. એટલે કે, જો અર્શદીપને તક આપવી હોય, તો વરુણ અને કુલદીપમાંથી કોઈ એકને બહાર બેસવું પડી શકે છે.

પ્લેઇંગ-11 માં ફેરફારની શક્યતા કેટલી છે?

September 14, 2025 6:32 pm

આ વખતે ભારતીય ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી નહીં હોય જેમણે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જોકે, ટીમમાં શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્મા જેવા બેટ્સમેન છે જે ઝડપી ક્રિકેટનો ઉત્સાહ જાળવી રાખવામાં સક્ષમ છે. ભારતે યુએઈ સામેની એશિયા કપ મેચમાં પ્લેઇંગ-11માં ત્રણ સ્પિનર ​​અને એક સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલરને તક આપી હતી. ભારત તે મેચમાં અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવની સ્પિન બોલિંગ ત્રિપુટી સાથે ઉતર્યું હતું, જ્યારે જસપ્રીત બુમરાહ એકમાત્ર સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર હતો. એ જોવું રસપ્રદ રહેશે કે ભારત પાકિસ્તાન સામેની મેચના મહત્વને ધ્યાનમાં રાખીને આ જ રણનીતિ સાથે આગળ વધે છે કે કેટલાક ફેરફારો કરે છે.

ગાવસ્કરે કહી આ મોટી વાત

September 14, 2025 6:07 pm

ભારત-પાકિસ્તાન મેગા મેચ અંગે 'બહિષ્કાર'ના અવાજો ઉઠાવવામાં આવી રહ્યા છે, તે અંગે ગાવસ્કરે કહ્યું કે ખેલાડીઓએ સરકારના નિર્ણયનો સ્વીકાર કરવો જોઈએ. તેમણે કહ્યું, 'આખરે, નિર્ણય સરકારનો છે. સરકાર જે પણ નિર્ણય લેશે, ખેલાડીઓ અને BCCI એ જ કરશે. સરકારનો આદેશ વ્યક્તિગત અભિપ્રાય કરતાં વધુ મહત્વપૂર્ણ છે.'

This Live Blog has Ended
Advertisement

.

×