ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujaratમાં 6 હજાર કરોડથી વધુના BZ ફાઇનાન્સના કૌભાંડમાં મોટા સમાચાર

BZ Finance scamના રૂ. 360 કરોડના બેંક વ્યવહાર સાથે જ 52 કરોડના રોકડ વ્યવહારના ચોપડા હાથે લાગ્યા
02:40 PM Dec 27, 2024 IST | SANJAY
BZ Finance scamના રૂ. 360 કરોડના બેંક વ્યવહાર સાથે જ 52 કરોડના રોકડ વ્યવહારના ચોપડા હાથે લાગ્યા
Ponzi Scheme

Gujaratમાં રૂપિયા 6 હજાર કરોડથી વધુના કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં BZ ફાઇનાન્સના કૌભાંડ (BZ Finance scam)ને લઈને મહત્વનો ખુલાસો થયો છે તેમાં CID ક્રાઇમના હાથે મહત્વના પુરાવા લાગ્યા છે. તેમાં રૂપિયા 360 કરોડના બેંક વ્યવહાર સાથે જ 52 કરોડના રોકડ વ્યવહારના ચોપડા પણ હાથે લાગ્યા છે. તેમજ 360,72,65,524 બેંક ટ્રાન્ઝેક્શન અને 52,00,00,000 રોકડ હિસાબ પણ સીઆઈડી ક્રાઈમના હાથે લાગ્યો છે.

BZ ગ્રુપની ઓફીસમાં કામ કરતાં કર્મચારીઓએ ઘટસ્ફોટ કર્યો

BZ ગ્રુપની ઓફીસમાં કામ કરતાં કર્મચારીઓએ ઘટસ્ફોટ કર્યો છે. જેમાં સાવ નાના કર્મચારીના નામે પણ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા છે. જેમાં દસ હજારના પગારદાર રાહુલ રાઠોડના ખાતામાં 11 લાખનું ટ્રાન્ઝેક્શન તેમાં રાહુલ રાઠોડે 17.40 લાખનું રોકડ ટ્રાન્ઝેક્શન કર્યાનું પણ ખૂલ્યું છે. તેમજ સાડા બાર હજારના પગારદાર વિશાલના ખાતામાં 19 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન થયા છે.  જેમાં વિશાલ ઝાલાના નામે 19 કરોડથી વધુના રોકડ વ્યવહારો પણ મળ્યા છે. તથા 12 હજારના પગારદાર રણવીરના ખાતામાં 13.50 લાખના ટ્રાન્ઝેક્શન થયા છે. 7 હજારના પગારદાર સંજયના ખાતામાં સાડા ચાર લાખના ટ્રાન્ઝેક્શન થયા છે. તેમજ સંજયના નામે દોઢ કરોડથી વધુના રોકડ વ્યવહારો પણ થયા છે.  તથા 10 હજારના પગારદાર દિલીપના નામે સવા કરોડના રોકડ વ્યવહારો છે.  તેમજ 7 હજારના પગારદારના આશિકના ખાતામાં સાડા ચાર લાખના ટ્રાન્ઝેક્શન અને આશિકના નામે 44 લાખથી વધુના રોકડ વ્યવહારો પણ કરાયા છે.

સાબરકાંઠા BZ ફાઇનાન્સના કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો

સાબરકાંઠા BZ ફાઇનાન્સના કૌભાંડ (BZ Finance scam) મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે સીઆઈડી (CID) ક્રાઈમની ટીમોએ એક ડઝન અલગ અલગ લોકોની અટકાયત કરી છે. પૂછપરછ માટે અટકાયત કરાઇ છે તેમ સૂત્રોએ જણાવ્યું છે. મોડી રાત્રે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સીએ રુષિત મહેતાને પણ ગાંધીનગર લઈ જવાયો હતો. રુષિત મહેતા ગ્રોમોર કેમ્પસનો ડાયરેક્ટર તરીકે પણ ફરજ બજાવે છે. તેમજ હિંમતનગર, ભોલેશ્વર અને ગ્રોમોર કેમ્પસથી મળતિયાઓની અટકાયત કરાઈ છે. તમામને ગાંધીનગર લઈ જઈ આકરી પૂછપરછ હાથ ધરાઈ છે. જેમાં અગાઉ પ્રાંતિજના શિક્ષકની અટકાયત કરી આકરી પૂછપરછ કરાઈ હતી.

સીઆઈડી ( CID) ક્રાઈમની ટીમોએ ડઝન જેટલા શખ્શોની અટકાયત કરી

પ્રાથમિક શિક્ષકની આકરી પૂછપરછમાં મહત્વના ખુલાસા સામે આવ્યા હતા. જેમાં હવે સીએને ફરી પૂછપરછ માટે મોડી રાત્રે ગાંધીનગર લઈ જવાયો હતો. તેમાં સીઆઈડી (CID) ની કાર્યવાહીની વાતો લીક થતી હોવાની આશંકાએ પણ પૂછપરછ કરાઇ છે. ગ્રોમોર કેમ્પસથી જ સીઆઈડીની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરાતો હોવાની આશંકા છે. ગ્રોમોર કેમ્પસના જ કેટલાક શખ્શો શંકાના દાયરામાં આવતા ડાયરેક્ટરની પૂછપરછ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓને ગ્રોમોર કેમ્પસમાં આશરો અપાતો હોવાના ખુલાસા થયા છે.
તેમજ સીઆઈડી (CID) ક્રાઈમની ટીમોએ ડઝન જેટલા શખ્શોની અટકાયત કરતા કૌભાંડીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Gujarat: ઉત્તરાયણ માટે જાણો શું કરી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી

ગ્રોમોર કેમ્પસમાં તપાસ માટે પહોંચતા ત્યાંથી ભૂપેન્દ્ર ઝાલાના ભાઈની અટકાયત કરાઈ

સાબરકાંઠામાં (Sabarkantha) સીઆઈડીની ટીમ ગ્રોમોર કેમ્પસમાં તપાસ માટે પહોંચતા ત્યાંથી ભૂપેન્દ્ર ઝાલાના ભાઈની અટકાયત કરાઈ હતી. જેમાં રાજ્યમાં પોંઝી સ્કીમો થકી રૂ. 6 હજાર કરોડનું સૌથી મોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપની (BZ Group Scam) તપાસમાં તાજેતરમાં જ મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં BZ ગ્રૂપનાં માલિક અને કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ (Bhupendrasinh Jhala) શિષ્યવૃત્તિનાં નાણા પણ ચાઉં કર્યા હોવાનો ચોંકાવનારી વિગત સામે આવી હતી. આદિવાસી વિદ્યાર્થીની ફીની રકમનાં નાણા BZ ગ્રૂપમાં ટ્રાન્સફર કર્યા હોવાનો આરોપ થયો હતો.

આ પણ વાંચો: Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા

Tags :
BIG NEWSBZ Finance scamGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article