Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટની રાહત : સરેન્ડર પર એક સપ્તાહની રોક

Supreme Court ની મોટી રાહત : પોપટ સોરઠિયા કેસમાં અનિરુદ્ધસિંહને સરેન્ડર પર એક અઠવાડિયાની રોક
પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટની રાહત   સરેન્ડર પર એક સપ્તાહની રોક
Advertisement
  • Supreme Court ની મોટી રાહત : પોપટ સોરઠિયા કેસમાં અનિરુદ્ધસિંહને સરેન્ડર પર એક અઠવાડિયાની રોક
  • અનિરુદ્ધસિંહ જાડેજાને તાત્કાલિક જેલથી મુક્તિ : સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ આદેશ પર સ્ટે આપ્યો
  • 1988ની હત્યા કેસમાં રાહત : અનિરુદ્ધસિંહને સરેન્ડરમાં એક અઠવાડિયાની છૂટ
  • પોપટ સોરઠિયા મર્ડર : સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહના સરેન્ડર પર રોક લગાવી
  • અનિરુદ્ધસિંહને મોટો રાહતદાયક નિર્ણય : જેલ જવાની તારીખ પાછી ખસેડાઈ

રાજકોટ : 1988ના પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજે સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો, જેની અંતિમ તારીખ આજે 18 સપ્ટેમ્બર હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેના પર એક અઠવાડિયા માટે સ્ટે આપી દીધો છે. આનાથી અનિરુદ્ધસિંહને તાત્કાલિક જેલ જવું પડશે નહીં અને તેઓ મોડી રાત સુધીમાં સરેન્ડર કરવાના હતા. તેનાથી મુક્તિ મળી છે. આ કેસમાં અનિરુદ્ધસિંહને 1997માં TADA હેઠળ આજીવન કેદની સજા થઈ હતી, જે 2018માં રીમિશન પર રદ્દ થઈ હતી, પરંતુ હાઈકોર્ટે તેને ગેરકાયદેસર જાહેર કરીને સરેન્ડરનો આદેશ આપ્યો હતો.

1988ની રાજકીય હત્યા

Advertisement

આ કેસ 15 ઓગસ્ટ 1988નો છે, જ્યારે ગોંડલમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ધ્વજ નામાવની સમયે થઈ હતી, જે સૌરાષ્ટ્રની પ્રથમ મોટી રાજકીય હત્યા તરીકે ઓળખાય છે. પોપટ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયાએ 2018ની રીમિશનને પડકારી હતી, જેને હાઈકોર્ટે 22 ઓગસ્ટ 2025ના રોજ ગેરકાયદેસર જાહેર કરી દીધી હતી. હાઈકોર્ટના જસ્ટિસ H.D. સુથારે કહ્યું કે તત્કાલીન જેલ ADGP T.S. બિશ્ટનો આદેશ કાયદા વિના હતો, અને અનિરુદ્ધસિંહને 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.

Advertisement

આ પણ વાંચો- Daskroi Mamlatdar : અમદાવાદની દસ્ક્રોઈ મામલતદાર કચેરીમાં ભારે ભ્રષ્ટાચાર, એસીબીની ટીમને ફરીથી એક લાંચિયો હાથ લાગ્યો

અનિરુદ્ધસિંહ જેઓ વ્યાપારી અને BJP નેતા તરીકે ઓળખાય છે, તેમણે આ આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે 2 સપ્ટેમ્બર 2025ના રોજ હાઈકોર્ટના આદેશને સ્વીકાર્યો હતો, પરંતુ આજે સ્ટે આપીને એક અઠવાડિયાની છૂટ આપી છે. આનાથી અનિરુદ્ધસિંહને તાત્કાલિક જેલ જવાની ચિંતાથી મુક્તિ મળી છે, અને કેસમાં વધુ સુનાવણી થશે. આ કેસમાં અનિરુદ્ધસિંહ 2000માં પકડાયા હતા, અને 2018માં 18 વર્ષની સજા પછી રદ્દ કરવામાં આવી હતી, પરંતુ તેમના વિરુદ્ધ અન્ય કેસો પણ ચાલુ છે.

આ રાહતથી અનિરુદ્ધસિંહ અને તેમના સમર્થકોમાં રાહતનો વાતાવરણ છે, જ્યારે પોપટ સોરઠિયાના પરિવારે નિરાશા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટની આ કાર્યવાહીથી કેસમાં નવો મોર આવ્યો છે, અને આગામી અઠવાડિયામાં વધુ વિકાસ થશે.

આ પણ વાંચો- જેની પાસે રૂપિયા હશે તે દૂધધારા ડેરી ની ચૂંટણી જીતશે – મનસુખ વસાવા

Tags :
Advertisement

.

×