Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સમીર વાનખેડેને કોર્ટમાંથી મોટી રાહત, આગામી સુનાવણી સુધી ધરપકડ નહીં

સમીર વાનખેડેને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે અને તેના આદેશમાં આગામી સુનાવણી સુધી ધરપકડ પર રોક લગાવી દીધી છે. કોર્ટ હવે આ મામલે 8મી જૂને સુનાવણી કરશે. 3 જૂન સુધીમાં સીબીઆઈએ પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ 8મી...
સમીર વાનખેડેને કોર્ટમાંથી મોટી રાહત  આગામી સુનાવણી સુધી ધરપકડ નહીં
Advertisement

સમીર વાનખેડેને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે અને તેના આદેશમાં આગામી સુનાવણી સુધી ધરપકડ પર રોક લગાવી દીધી છે. કોર્ટ હવે આ મામલે 8મી જૂને સુનાવણી કરશે. 3 જૂન સુધીમાં સીબીઆઈએ પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ 8મી જૂન સુધીમાં વાનખેડેના વકીલો કાઉન્ટર ફાઇલ કરશે.

સમીર વાનખેડેને લગતી આગામી સુનાવણી હવે 8મી જૂને થશે. કોર્ટના આ વચગાળાના આદેશ મુજબ સીબીઆઈ 8મી જૂન સુધી સમીર વાનખેડેની ધરપકડ કરી શકે નહીં. વાનખેડે પર આરોપ છે કે તેણે શાહરૂખના પુત્ર આર્યન ખાનને ડ્રગ જપ્તીના કેસમાં ફસાવવા માટે અભિનેતા પાસેથી લાંચ માંગી હતી. બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, સીબીઆઈએ 3 જૂન સુધીમાં જવાબ દાખલ કરવાનો રહેશે.

Advertisement

કોર્ટે અરજદાર NCBના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડેને એમ પણ કહ્યું કે આ સમય દરમિયાન સમીર વાનખેડે મીડિયા સાથે વાત કરી શકશે નહીં કે મીડિયા સાથે કોઈપણ પ્રકારના દસ્તાવેજો શેર કરી શકશે નહીં કે કોઈ પુરાવા સાથે છેડછાડ કરી શકશે નહીં. બોમ્બે હાઈકોર્ટે એમ પણ કહ્યું કે જ્યારે પણ સીબીઆઈ સમીર વાનખેડેને પૂછપરછ માટે બોલાવે છે, ત્યારે તેણે તપાસ એજન્સી સમક્ષ હાજર થવું પડશે.

Advertisement

તમને જણાવી દઈએ કે શનિવાર અને રવિવારે સીબીઆઈએ સમીર વાનખેડે પાસેથી ડ્રગ કેસમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ સામેલ ન કરવા માટે કથિત રીતે 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

આ પણ વાંચો : બ્રિજભૂષણના નાર્કો ટેસ્ટ ચેલેન્જને કુસ્તીબાજોએ સ્વીકાર્યો, કહ્યું- અમે તૈયાર છીએ

Tags :
Advertisement

.

×