ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AI Plane Crash: ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુનું મોટું નિવેદન,'એર ઇન્ડિયા દુર્ઘટનાની તપાસમાં કોઈ ગેરરીતિ નથી'

AI Plane Crash: અમદાવાદ ખાતે થયેલી ભયાનક એર ઇન્ડિયા વિમાન (AI Plane Crash) દુર્ઘટનાની તપાસમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે છેડછાડ થઈ નથી.
05:56 PM Oct 07, 2025 IST | Mustak Malek
AI Plane Crash: અમદાવાદ ખાતે થયેલી ભયાનક એર ઇન્ડિયા વિમાન (AI Plane Crash) દુર્ઘટનાની તપાસમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે છેડછાડ થઈ નથી.
AI Plane Crash

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ ( K. Rammohan Naidu) એ મંગળવારે સ્પષ્ટતા કરી છે કે અમદાવાદ ખાતે થયેલી ભયાનક એર ઇન્ડિયા વિમાન (AI Plane Crash) દુર્ઘટનાની તપાસમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે છેડછાડ થઈ નથી. 12 જૂનના રોજ થયેલા આ અકસ્માતમાં 241 મુસાફરો સહિત કુલ 260 લોકોના મોત થયા હતા.મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેટલાક પક્ષો એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા ચાલી રહેલી તપાસની પારદર્શિતા પર સવાલો ઉઠાવી રહ્યા છે.

AI Plane Crash:   કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ આપ્યું મોટું નિવેદન

દિલ્હીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલતા અને બાદમાં પત્રકારો સાથે વાતચીત કરતા નાયડુએ કહ્યું, "તપાસમાં કોઈ છેડછાડ કે ખોટું કામ થયું નથી. આ એક ખૂબ જ સ્વચ્છ અને સંપૂર્ણ પ્રક્રિયા છે, જે અમે નિયમો અનુસાર કરી રહ્યા છીએ." તેમણે સ્પષ્ટ કર્યું કે ખરેખર શું થયું તે જાણવા માટે દરેક વ્યક્તિએ AAIBના અંતિમ અહેવાલની રાહ જોવી પડશે.

 

 

AI Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

12 જૂનના રોજ, એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 વિમાન (AI-171) અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડનના ગેટવિક જવા માટે ટેકઓફ કર્યું હતું. જોકે, ટેકઓફ કર્યાના થોડા જ સેકન્ડોમાં આ વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાને ભારતની સૌથી ભયાનક હવાઈ દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.12 જુલાઈના રોજ પ્રકાશિત થયેલા AAIBના પ્રારંભિક અહેવાલમાં જણાવાયું હતું કે ટેકઓફ થયાની થોડી જ સેકન્ડોમાં વિમાનના બંને એન્જિનનો ઇંધણ પુરવઠો લગભગ એકસાથે બંધ થઈ ગયો હતો. કોકપીટ વોઇસ રેકોર્ડર પરથી એક પાઇલટ બીજાને પૂછી રહ્યો હતો કે સ્વીચ કેમ બંધ કરી?  , જેના જવાબમાં બીજા પાઇલટે ના પાડી મેં નથી કરી.

AI Plane Crash: પ્રાથમિક અહેવાલ મામલે થયો હતો વિવાદ

આ પ્રારંભિક અહેવાલના કેટલાક ભાગો મીડિયામાં પ્રકાશિત થવા પર વિવાદ થયો હતો. 22 સપ્ટેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે રિપોર્ટના ભાગોના પ્રકાશન પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે આવી "પસંદગીયુક્ત રિપોર્ટિંગ દુર્ભાગ્યપૂર્ણ અને બેજવાબદાર" છે અને મીડિયામાં ખોટી વાર્તા બનાવી શકે છે.ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે AAIB પારદર્શક અને સ્વતંત્ર રીતે તપાસ કરી રહ્યું છે, અને તેઓ ઉતાવળમાં અહેવાલ તૈયાર કરવા માટે કોઈ દબાણ લાવવા માંગતા નથી.

આ પણ વાંચો :   હરિયાણાના સીનિયર IPS અધિકારી વાય પૂરણ કુમારે ગોળી મારીને કરી આત્મહત્યા

Tags :
AAIB InvestigationAhmedabad FlightAir Crash Probeair india crashAviation MinisterBoeing 787-8Flight AI 171Gujarat FirstK Rammohan NaidusafetySupreme Court
Next Article