ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India: મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો રસ્તો સાફ, અમેરિકાએ આપી લીલી ઝંડી

યુએસ કોર્ટે ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાને ભારત મોકલવાની મંજૂરી આપી હતી
03:31 PM Jan 01, 2025 IST | SANJAY
યુએસ કોર્ટે ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાને ભારત મોકલવાની મંજૂરી આપી હતી
tahawwur rana @ Gujarat First

USA માં ભારતને મોટી સફળતા મળી છે. 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણા (Tahawwur rana) ને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકન (USA) કોર્ટે રાણાના પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી દીધી છે. ઓગસ્ટ 2024માં પોતાનો ચુકાદો આપતી વખતે યુએસ કોર્ટે ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાને ભારત મોકલવાની મંજૂરી આપી હતી. હવે ભારત તેને જલ્દી પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી રહ્યું છે. રાણા પર 26/11ના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરવાનો આરોપ છે. હેડલીએ મુંબઈના સ્થળોની તપાસ હાથ ધરી હતી.

તહવ્વુર રાણાને બંને દેશો વચ્ચે થયેલા કરાર હેઠળ તેને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે

આ પહેલા ભારતે અમેરિકન (USA)કોર્ટ સમક્ષ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા, જેમાં રાણાની સંડોવણી સ્પષ્ટ જોવા મળી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ભારતમાં રાણા (Tahawwur rana) સામેના આરોપો અમેરિકન કોર્ટમાં ચાલી રહેલા કેસ કરતાં અલગ છે. બંને દેશો વચ્ચે થયેલા કરાર હેઠળ તેને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે FBIએ 2009માં શિકાગોથી રાણાની ધરપકડ કરી હતી. તે પાકિસ્તાનની ISI અને લશ્કર-એ-તૈયબાનો ઓપરેટિવ હોવાનું કહેવાય છે. હવે તેને ભારત લાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કોર્ટે રાણાને આતંકવાદી સંગઠનને મદદ કરવા અને ડેનમાર્કમાં આતંકવાદી હુમલાનું નિષ્ફળ ષડયંત્ર રચવા બદલ દોષી ઠેરવ્યો હતો. જો કે, કોર્ટે ભારતમાં હુમલાના આરોપોને ફગાવી દીધા હતા, પરંતુ કહ્યું હતું કે તે મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરામાં સામેલ હતો, અને તેને ભારતને પ્રત્યાર્પણ કરવું જોઈએ.

કોણ છે તહવ્વુર રાણા?

તહવ્વુર રાણા (Tahawwur rana)નો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેણે આર્મી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો અને 10 વર્ષ સુધી પાકિસ્તાન આર્મીમાં ડોક્ટર તરીકે કામ કર્યું. પરંતુ તહવ્વુર રાણાને તેમનું કામ ગમ્યું નહીં અને તેમણે નોકરી છોડી દીધી. ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ તહવ્વુર રાણા હાલમાં કેનેડાનો નાગરિક છે. પરંતુ તાજેતરમાં તે શિકાગોનો રહેવાસી હતો, જ્યાં તેનો વ્યવસાય છે. કોર્ટના દસ્તાવેજો પ્રમાણે તેણે કેનેડા, પાકિસ્તાન, જર્મની અને ઈંગ્લેન્ડમાં મુસાફરી કરી છે અને તે લગભગ 7 ભાષાઓ બોલી શકે છે. કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે કે 2006થી નવેમ્બર 2008 સુધી તહવ્વુર રાણાએ પાકિસ્તાનમાં ડેવિડ હેડલી અને અન્ય લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. આ સમય દરમિયાન તહવ્વુર રાણાએ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હરકત ઉલ જેહાદ-એ-ઈસ્લામીને મદદ કરી અને મુંબઈ આતંકવાદી હુમલાની યોજના ઘડી અને તેને અમલમાં લાવવામાં મદદ કરી હતી. આતંકી હેડલી આ કેસમાં સરકારી સાક્ષી બન્યો છે.

26 નવેમ્બર 2008ના રોજ શું થયું?

26 નવેમ્બર 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈ પર આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓના આ હુમલાને નિષ્ફળ બનાવવા માટે 200 NSG કમાન્ડો અને 50 આર્મી કમાન્ડોને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. આ સિવાય સેનાની પાંચ ટુકડીઓ પણ ત્યાં તૈનાત કરવામાં આવી હતી. હુમલા દરમિયાન નેવીને પણ એલર્ટ પર રાખવામાં આવી હતી. મુંબઈમાં આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવાના ઓપરેશનમાં મુંબઈ પોલીસ, ATS અને NSGના 11 જવાનો શહીદ થયા હતા. તેમાં એટીએસ ચીફ હેમંત કરકરે, એસીપી અશોક કામટે, એસીપી સદાનંદ દાતે, એનએસજી કમાન્ડો મેજર સંદીપ ઉન્નીક્રિષ્નન, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ એસઆઈ વિજય સાલસ્કર, ઈન્સ્પેક્ટર સુશાંત શિંદે, એસઆઈ પ્રકાશ મોરે, એસઆઈ દુડગુડે, એએસઆઈ નાનાસાહેબ ભોંસલે, એએસઆઈ તુકારમ ઓબલે, જયવંત પાટીલ, યોગેશ પાટીલ, અંબાદોસ પવાર અને એમ.સી. ચૌધરી સામેલ હતા.

આ પણ વાંચો: Lucknow: માં અને 4 બહેનની હત્યા કરી અસદે કર્યો ચોંકાવનારો ખુલાસો, Video વાયરલ

Tags :
Gujarat FirstMumbai attackTahawwur Ranatahawwur rana @ Gujarat First IndiaUSAcourt
Next Article