Bigg Boss 19 ના ઘરમાં નવી એપ રૂમ લોન્ચ, દર્શકોમાં સસ્પેન્સ બરકરાર
- બિગ બોસમાં દર્શકો માટે નવું સસ્પેન્સ જાહેર
- સિક્રેટ રૂમની સાથે એપ રૂમની ઝલક બતાવાઇ
- આગામી સમયમાં વધુ રોચક વળાંક આવી શકે છે
Bigg Boss 19 App Room : બિગ બોસની (Bigg Boss 19) શરૂઆત સાથે જ સરપ્રાઈઝ અને ટ્વિસ્ટની સીઝન પણ શરૂ થઈ ગઈ છે. બિગ બોસના પહેલા જ દિવસે ફરહાના ભટ્ટને (Farhana Bhat) સિક્રેટ રૂમ (Secret Room - Bigg Boss 19) માં મોકલી દેવામાં આવી હતી, ત્યારબાદ ઘરમાં નવો વળાંક આવ્યો છે. રિયાલિટી શોમાં સિક્રેટ રૂમ પછી હવે એક નવો રૂમ લોન્ચ કરવામાં આવ્યો છે, જેણે ઘરના સભ્યોના મનના તારને હચમચાવી નાખ્યા છે. ફરહાનાની વાપસી વચ્ચે બિગ બોસના ઘરમાં એપ રૂમ લોન્ચ (Bigg Boss 19 App Room) કરવામાં આવ્યો છે, તો ચાલો તમને જણાવીએ કે આ એપ રૂમ શું છે અને તેની પાછળનું સસ્પેન્સ શું છે.
એપ રૂમ શું છે ?
તાજેતરમાં કલર્સ ટીવીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે, બિગ બોસના (Bigg Boss 19 App Room) ઘરમાં એક નવો રૂમ લોન્ચ થવા જઈ રહ્યો છે. આ નવા રૂમને એપ રૂમ કહેવામાં આવશે, પરંતુ દરેક સ્પર્ધકને આ રૂમમાં પ્રવેશ મળશે નહીં. લાઇવ ફીડ અપડેટ્સ દર્શાવે છે કે, આ રૂમમાં તે જ સ્પર્ધકને પ્રવેશ મળશે જે જિયો હોટસ્ટાર પર ટ્રેન્ડ કરશે. આ સ્પર્ધકો સારા અને ખરાબ બંને રીઝનથી ટ્રેન્ડ કરી શકે છે. બંને કિસ્સાઓમાં, તેને એપ રૂમમાં પ્રવેશ આપવામાં આવશે.
View this post on Instagram
શું તમે એપ રૂમમાં પ્રવેશ કરવા માંગો છો ?
બિગ બોસ 19ના (Bigg Boss 19 App Room) બીજા દિવસે ફરહાનાને સિક્રેટ રૂમમાં મોકલવામાં આવી હતી. હવે બિગ બોસના મુખ્ય ઘરમાં તેના ફરીથી પ્રવેશની ચર્ચા છે. દરમિયાન, એક પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં બિગ બોસ કહે છે કે, ફરહાના એપ રૂમમાં પ્રવેશ આપશે. એટલે કે, હાલમાં, ફરહાના પાસે આ એપ રૂમનું ઍક્સેસ છે, જે આ રૂમમાં તેની પસંદગીના કોઈ પણ સ્પર્ધકને પ્રવેશ આપશે. જો કે, તે આ રૂમમાં કોને પ્રવેશ આપે છે તે આ પ્રોમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
બિગ બોસે ઘરના સભ્યોને ટાસ્ક આપ્યો
બિગ બોસે (Bigg Boss 19 App Room) ઘરના સભ્યોને તેમનું પહેલું ટાસ્ક આપ્યું હતું, જેનો પ્રોમો તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો. જેમાં કુનિકા સદાનંદ, અભિષેક બજાજ અને ઝીશાન કાદરી એકબીજા સાથે લડતા જોઈ શકાય છે. આ દરમિયાન, કુનિકા અભિષેકને થપ્પડ મારવાની વાત કરે છે, જેના પર અભિષેક તેનો સામનો કરે છે. ઝીશાન કાદરી પણ કુનિકા સામે અવાજ ઉઠાવતા જોવા મળે છે.
આ પણ વાંચો ----- 10 વર્ષથી માતા-પિતાની આંખો લાડલા માટે તરસે છે, મુન્નાભાઇ MBBS ફિલ્મનો એક્ટર લાપતા


