Bihar: પટનામાં ટ્રક અને સ્કૂલ રીક્ષા વચ્ચે અકસ્માત, 4 બાળકના મોત
- પટનામાં ટ્રક અને સ્કૂલ રીક્ષા વચ્ચે અકસ્માત
- સ્કૂલના ચાર બાળકોના ઘટના સ્થળે મોત
- આઠ બાળકો ગંભીર રીતે ઘાયલ
Bihar Accident:પટનાના બિહટામાં શુક્રવારે એક દુઃખદ અકસ્માત (Bihar Accident)સર્જાયો હતો.રેતી ભરેલી (truck)ટ્રકે સ્કૂલના બાળકો (School Children)થી ભરેલા ઓટોને ટક્કર મારી હતી, જેના કારણે સ્કૂલના ચાર બાળકોના મોત થયા હતા. જ્યારે આઠ બાળકો ગંભીર (injured) રીતે ઘાયલ થયા હતા.
ટ્રકએ સ્કૂલ રીક્ષાને મારી ટક્કર
પટનાના બિહટા(Bihar)માં શુક્રવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલી ટ્રકે સ્કૂલના બાળકોથી ભરેલી રીક્ષાને ટક્કર મારી હતી, જેના કારણે સ્કૂલના ચાર બાળકોના મોત થયા હતા. જ્યારે આઠ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતને જોતા જ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ અકસ્માત અંગે બિહટા પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘાયલ બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેઓએ મૃતદેહનો કબજો લઈ મૃતક બાળકોના પરિવારજનોને જાણ કરી હતી.
રીક્ષાના ટુકડા થઈ ગયા
આ અકસ્માત શુક્રવારે બપોરે બિહટાના વિષ્ણુપુરા ગામ પાસે થયો હતો. અહી શાળાની રજાઓ બાદ રીક્ષા બાળકોને તેમના ઘરે લઇ જતી હતી. બીજી બાજુથી આવી રહેલી રેતી ભરેલી ટ્રકે સીધી રીક્ષાને ટક્કર મારી હતી, જેના કારણે રીક્ષાના ટુકડા થઈ ગયા હતા. જેમાં ચાર બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં રીક્ષા ડ્રાઈવરને પણ ગંભીર ઈજા થઈ હતી.
આ પણ વાંચો -Cash for Vote case:BJP નેતાએ કોંગ્રેસ અધ્યક્ષ અને રાહુલ ગાંધીને મોકલી નોટિસ
ઈજાગ્રસ્ત બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
અકસ્માતને જોતા જ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત અંગે ગ્રામજનોએ બિહટા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે એમ્બ્યુલન્સની મદદથી ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કર્યા. ચારેય મૃતક બાળકોના મૃતદેહનો કબજો લેવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે ઘાયલ અને મૃતક બાળકોના પરિવારજનોને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા પરિવારજનોમાં ચીસાચીસ મચી હતી.
આ પણ વાંચો -લો બોલો! જીવતા વ્યક્તિનું કરી નાખ્યું પોસ્ટમોર્ટમ, 3 ડોક્ટર સસ્પેન્ડ
અકસ્માત બાદ ગ્રામજનોએ ટ્રકને આગ ચાંપી દીધી હતી
અકસ્માત બાદ ગ્રામજનોમાં પોલીસ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ પોલીસ પર નો એન્ટ્રીના કારણે ટ્રક ચાલકો પાસેથી પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં રોષે ભરાયેલા ગ્રામજનોએ બિહટા પોલીસ સાથે ઝપાઝપી પણ કરી હતી. તેમજ રેતી ભરેલી ટ્રકને આગ ચાંપી દેતાં ગ્રામજનોએ બિહટા-દાનાપુર રોડ બ્લોક કરી દીધો હતો.


