Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિહારના CM Nitish Kumar એ ઔદ્યોગિક રોકાણ પ્રોત્સાહન પેકેજને આપી મંજૂરી, રોજગારીની તકો ઉભી કરવા માટે લીધો નિર્ણય

Nitish Kumar કરી મોટી જાહેરાત, આ પેકેજ હેઠળ ઉદ્યોગસાહસિકોને રૂ. 40 કરોડ સુધીની વ્યાજ સબસિડી સહિત અનેક આકર્ષક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે
બિહારના cm nitish kumar એ ઔદ્યોગિક રોકાણ પ્રોત્સાહન પેકેજને આપી મંજૂરી  રોજગારીની તકો ઉભી કરવા માટે લીધો નિર્ણય
Advertisement
  • Nitish Kumar કરી મોટી જાહેરાત
  • ઔદ્યોગિક રોકાણ પ્રોત્સાહન પેકેજને આપી મંજૂરી
  • રોજગારીની તકો ઉભી કરવા માટે લેવામાં આવ્યો નિર્ણય

બિહાર સરકારે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા ઔદ્યોગિક રોકાણ પ્રોત્સાહન પેકેજ-2025ને મંજૂરી આપી છે. આ પેકેજ હેઠળ ઉદ્યોગસાહસિકોને રૂ. 40 કરોડ સુધીની વ્યાજ સબસિડી સહિત અનેક આકર્ષક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના એક્સ હેન્ડલ પર આ યોજનાની વિગતો શેર કરી

Nitish Kumar એ ઔદ્યોગિક રોકાણ પ્રોત્સાહન પેકેજને આપી મંજૂરી

નોંધનીય છે કે બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે, નીતિશ કુમાર હાલ નવી જાહેરાતો કરી રહ્યા છે. નીતિશ કુમારે આજે ઔદ્યોગિક રોકાણ પ્રોત્સાહન પેકેજને મંજૂરી આપી છે. નીતિશ કુમારે આ જાહેરાત વિશે જણાવતા કહ્યુ કે રોકાણકારોએ 31 માર્ચ, 2026 પહેલાં અરજી કરવી પડશે. આ પેકેજ BIADA એમ્નેસ્ટી પોલિસી-2025 પછી લાગુ કરાયું છે, જે બિહારમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા મહત્વનું પગલું છે. નવા ઔદ્યોગિક એકમોને 14 વર્ષ સુધી મંજૂર પ્રોજેક્ટ ખર્ચના 300% સુધી ચોખ્ખા SGSTનું વળતર અને 30% સુધી મૂડી સબસિડી મળશે. નિકાસ પ્રોત્સાહન માટે 14 વર્ષ સુધી વાર્ષિક રૂ. 40 લાખની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત, કૌશલ્ય વિકાસ, પર્યાવરણ સંરક્ષણ, નવીનીકરણીય ઉર્જા, સ્ટેમ્પ ડ્યુટી, જમીન રૂપાંતર ફી, પેટન્ટ મૂડીકરણ અને ગુણવત્તા પ્રમાણપત્ર માટે સહાય પૂરી પાડવામાં આવશે.

Advertisement

Nitish Kumar એ ઔદ્યોગિક રોકાણ પ્રોત્સાહન યોજનાથી રોજગારીનું સર્જન થશે

આ ઔદ્યોગિક રોકાણ પ્રોત્સાહન પેકેજ જાહેર કરવાનું હેતું એ છે કે નવી રોજગારીનું સર્જન થાય. આ યોજના અંતર્ગત રૂ. 100 કરોડથી વધુ રોકાણ અને 1,000થી વધુ રોજગારી સર્જન કરનાર એકમોને 10 એકર, જ્યારે રૂ. 1,000 કરોડથી વધુ રોકાણ કરનારને 25 એકર જમીન મફત આપવામાં આવશે. ફોર્ચ્યુન 500 કંપનીઓને પણ 10 એકર જમીન મફત મળશે. આ પેકેજનો લાભ લેવા ઔદ્યોગિક એકમની લઘુત્તમ પ્રોજેક્ટ કિંમત રૂ. 50 લાખથી વધુ હોવી જોઈએ અને પ્રોજેક્ટનું અમલીકરણ 31 માર્ચ, 2027 પહેલાં પૂર્ણ થવું જોઈએ. જૂના ઔદ્યોગિક એકમો, જેમણે 2016ના પેકેજ હેઠળ લાભ લીધો હોય અને પાત્રતા પૂર્ણ કરી હોય, તેઓ વિસ્તરણ માટે આ પેકેજ હેઠળ અરજી કરી શકશે. જોકે, 2016ના પેકેજ હેઠળ અરજી કરનાર પરંતુ વાણિજ્યિક ઉત્પાદન શરૂ ન કરનાર એકમોએ નવેસરથી અરજી કરવી પડશે. આ યોજના બિહારમાં ઔદ્યોગિક રોકાણ અને રોજગારીની તકો વધારવા માટે મહત્વનું પગલું સાબિત થશે

Advertisement

ઔદ્યોગિક રોકાણ પ્રોત્સાહન યોજનાનો લાભ લેવા માટે સમય મર્યાદા

આ પેકેજનો લાભ લેવા ઔદ્યોગિક એકમની લઘુત્તમ પ્રોજેક્ટ કિંમત રૂ. 50 લાખથી વધુ હોવી જોઈએ અને પ્રોજેક્ટનું અમલીકરણ 31 માર્ચ, 2027 પહેલાં પૂર્ણ થવું જોઈએ. જૂના ઔદ્યોગિક એકમો, જેમણે 2016ના પેકેજ હેઠળ લાભ લીધો હોય અને પાત્રતા પૂર્ણ કરી હોય, તેઓ વિસ્તરણ માટે આ પેકેજ હેઠળ અરજી કરી શકશે. જોકે, 2016ના પેકેજ હેઠળ અરજી કરનાર પરંતુ વાણિજ્યિક ઉત્પાદન શરૂ ન કરનાર એકમોએ નવેસરથી અરજી કરવી પડશે. આ યોજના બિહારમાં ઔદ્યોગિક રોકાણ અને રોજગારીની તકો વધારવા માટે મહત્વનું પગલું સાબિત થશે.

આ પણ વાંચો:   Jammu Kashmir: કિશ્તવાડ-ધારાલી જેવી તબાહી, પહાડો પરથી આવતા પૂરમાં 10 ઘરો તણાઈ ગયા, 4 લોકોના મોત

Tags :
Advertisement

.

×