Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિહારના આગામી CM કોણ? JDU નીતિશના નામ પર અડગ, ભાજપે નિર્ણય NDAના ધારાસભ્યો પર છોડ્યો

બિહારમાં NDAની 202 બેઠકો સાથેની પ્રચંડ જીત બાદ CM પદને લઈને સસ્પેન્સ છે. JDU એ સ્પષ્ટ કર્યું છે કે નીતિશ કુમાર જ ફરીથી મુખ્યમંત્રી બનશે. જોકે, સૌથી વધુ 89 બેઠકો જીતનાર ભાજપ એ CMનું નામ જાહેર કરવાનું ટાળ્યું છે. ભાજપના નેતાઓએ જણાવ્યું કે NDAના તમામ ધારાસભ્યો સામૂહિક રીતે તેમના નેતા (CM) નો નિર્ણય કરશે. આ અંગે અંતિમ નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે.
બિહારના આગામી cm કોણ  jdu નીતિશના નામ પર અડગ  ભાજપે નિર્ણય ndaના ધારાસભ્યો પર છોડ્યો
Advertisement
  • Bihar માં NDAની જીત બાદ હવે CM ની પસંદગી પર આરપાર
  • બિહારમાં જીત બાદ CM પર સસ્પેન્સ બરકરાર
  • નીતિશ કુમાર જ બનશે CM : JDU
  • ભાજપે આના પર હાલ કોઇ નિવેદન નથી આપ્યું

બિહાર વિધાનસભાની ચૂંટણી 2025માં NDA ગઠબંધનને 243માંથી 202 બેઠકો મળી છે, જે એક મોટી જીત છે. હવે નવી સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, પણ મુખ્યમંત્રી (CM) કોણ બનશે તે અંગે સવાલો છે.આ સવાલો વચ્ચે જનતા દળ યુનાઇટેડ (JDU) એ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. JDU કહે છે કે હાલના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ બિહારના CM રહેશે.શુક્રવારે ચૂંટણીના પરિણામો આવ્યા પછી તરત જ, JDUના મોટા નેતાઓ જેમ કે લલ્લન સિંહ, સંજય ઝા, વિજય ચૌધરી અને શ્યામ રજક નીતિશ કુમારને મળ્યા હતા. આ મુલાકાત પછી લલ્લન સિંહે મીડિયાને કહ્યું કે, "બિહારમાં મુખ્યમંત્રીનું પદ ખાલી નથી." આનાથી સ્પષ્ટ થાય છે કે નીતિશ કુમાર જ ફરીથી CM બનશે.

Advertisement

Bihar માં CM  પર સસ્પેન્સ યથાવત

બીજી તરફ, NDAમાં સૌથી વધુ 89 બેઠકો જીતનાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ મુખ્યમંત્રી પદ અંગે થોડું સસ્પેન્સ જાળવી રાખ્યું છે. ભાજપના નેતાઓ નીતિશ કુમારનું નામ ખુલ્લેઆમ લેવાનું ટાળી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે મીડિયાને જણાવ્યું હતું કે પક્ષ એક-બે દિવસમાં બિહારના લોકોનો આભાર માનવા માટે એક કાર્યક્રમ યોજશે. ત્યારબાદ, "તમામ પક્ષોના ધારાસભ્યો તેમના સંબંધિત નેતાઓની પસંદગી કરશે. ત્યારબાદ, NDA ધારાસભ્યો સામૂહિક રીતે તેમના નેતાની પસંદગી કરશે." જયસ્વાલે ઉમેર્યું કે આ સરકાર રચના માટેની બંધારણીય પ્રક્રિયા છે. નીતિશ ફરી મુખ્યમંત્રી બનશે કે કેમ તે પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આ અંગે કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય લેશે. બિહાર ચૂંટણી માટે ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને પણ મુખ્યમંત્રી વિશે પૂછવામાં આવતા નીતિશ કુમારના નામનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું અને માત્ર એટલું જ કહ્યું હતું કે "આગામી મુખ્યમંત્રી NDA માંથી હશે."

Advertisement

NDAની ભવ્ય જીત

ઉલ્લેખનીય છે કે શુક્રવારે જાહેર થયેલા પરિણામોમાં, NDA એ 243માંથી 202 બેઠકો જીતી હતી. ઘટક પક્ષોમાં ભાજપે 89, JDU એ 85, LJP-R એ 19, HAM એ 5 અને RLDM એ 4 બેઠકો જીતી હતી. NDA ધારાસભ્યોની બેઠક અને નેતાની પસંદગી પછી જ શપથ ગ્રહણ સમારોહની તારીખ નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો:   IFFCO નાં અધ્યક્ષ Dileepbhai Sanghani ની આંધ્ર પ્રદેશનાં CM એન. ચંદ્રબાબુ નાયડુ સાથે શુભેચ્છા મુલાકાત

Tags :
Advertisement

.

×