Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar : સમ્રાટે 22 મહિના બાદ કેમ મુંડન કરાવી પાઘડી ઉતારી..?

Bihar : બિહાર (Bihar) ના ડેપ્યુટી સીએમ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ લગભગ 22 મહિના પછી પોતાની પાઘડી ઉતારી છે. સમ્રાટ ચૌધરીએ બુધવારે સવારે અયોધ્યામાં સરયૂ નદીમાં ડૂબકી લગાવીને રામલલાને તેમની પાઘડી સમર્પિત કરી હતી. તેમણે...
bihar   સમ્રાટે 22 મહિના બાદ કેમ મુંડન કરાવી પાઘડી ઉતારી
Advertisement

Bihar : બિહાર (Bihar) ના ડેપ્યુટી સીએમ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ લગભગ 22 મહિના પછી પોતાની પાઘડી ઉતારી છે. સમ્રાટ ચૌધરીએ બુધવારે સવારે અયોધ્યામાં સરયૂ નદીમાં ડૂબકી લગાવીને રામલલાને તેમની પાઘડી સમર્પિત કરી હતી. તેમણે માથું પણ મુંડન કરાવ્યું હતું. આ દરમિયાન સમ્રાટ ચૌધરીએ આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને 200થી વધુ સીટો જીતવા માટે નવો સંકલ્પ પણ લીધો છે.

સમ્રાટ ચૌધરીએ રામલલાને પોતાની પાઘડી અર્પણ કરી

ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી મંગળવારે સાંજે પટનાથી ગોપાલગંજ થઈને અયોધ્યા પહોંચ્યા હતા. બુધવારે સવારે તેમણે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કર્યા. ત્યાર બાદ તે સરયૂ ઘાટ પણ પહોંચા ગયા હતા અને નદીમાં ડૂબકી લગાવી સરયુમાં સ્નાન કર્યું હતું. ત્યાર પછી, સમ્રાટ ચૌધરીએ રામલલાને પોતાની પાઘડી અર્પણ કરી હતી. તેમણે અહીં માથું પણ મુંડન કરાવ્યું હતું.

Advertisement

NDA આગામી બિહાર ચૂંટણીમાં 243 માંથી 200 થી વધુ વિધાનસભા બેઠકો જીતવાનું લક્ષ્ય

પાઘડી ઉતાર્યા બાદ મીડિયા સાથે વાત કરતા સમ્રાટ ચૌધરી કહ્યું કે તેમણે પોતાની પાઘડી શ્રી રામને સમર્પિત કરી છે. આજે અયોધ્યા આવીને સરયૂ નદીમાં સ્નાન કર્યા બાદ તેમણે ભગવાન રામના ચરણોમાં છેલ્લા 22 મહિનાથી બાંધેલી પાઘડી અર્પણ કરી છે. આ દરમિયાન, તેમણે એમ પણ કહ્યું કે NDA આગામી બિહાર ચૂંટણીમાં 243 માંથી 200 થી વધુ વિધાનસભા બેઠકો જીતવાનું લક્ષ્ય ધરાવે છે. રામલલાના દર્શન કર્યા બાદ સમ્રાટ ચૌધરી બિહાર જવા રવાના થયા.

Advertisement

સમ્રાટે નીતિશને ખુરશી પરથી હટાવવાની પ્રતિજ્ઞા સાથે પાઘડી બાંધી હતી

તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2022માં તેમની માતાના નિધન બાદ સમ્રાટ ચૌધરીએ પાઘડી બાંધી હતી. તેમણે સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી નીતિશ કુમારને મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેમની પાઘડી નહીં ઉતારે. તે સમયે નીતીશ મહાગઠબંધનમાં હતા અને સમ્રાટની પાર્ટી ભાજપ વિપક્ષમાં હતી. જોકે, જાન્યુઆરી 2024માં સત્તાના સમીકરણો બદલાયા અને નીતિશ કુમાર મહાગઠબંધન છોડીને NDAમાં પાછા ફર્યા.

નીતિશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું

હાલમાં જ મીડિયા સાથે વાત કરતા સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે, તેમણે નીતિશને પદ પરથી હટાવવાનો સંકલ્પ કર્યો હતો પરંતુ જ્યારે બીજેપી નેતૃત્વએ નીતીશ કુમાર સાથે જવાનો નિર્ણય કર્યો ત્યારે તેઓએ પોતાના અંગત સંકલ્પને બાજુ પર રાખવાનો નિર્ણય કર્યો. સમ્રાટે એમ પણ કહ્યું કે બિહારમાં સત્તા પરિવર્તન બાદ નીતિશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી, તેમણે એનડીએના સમર્થન સાથે ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સ્થિતિમાં તેમનો સંકલ્પ પૂરો થયો.

આ પણ વાંચો----- Hathras દુર્ઘટનાને લઈને આયોજકો અને સેવાદાર સામે FIR, સત્સંગમાં 40 હજારથી વધુ લોકો હતા હાજર…

Tags :
Advertisement

.

×