Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar Election 2025 : મહાગઠબંધનની પીસીમાં માત્ર તેજસ્વીની તસવીર, ભાજપે કહ્યું- કોંગ્રેસના સન્માનની ચોરી

Bihar Election 2025 : બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને ઘમાસાણ મચેલી જોવા મળી રહી છે. મહાગઠબંધનમાં રહેલા વિવાદો સપાટી ઉપર આવી રહ્યાં છે, તો એક વખત ફરીથી પીસી દરમિયાન લગાવેલા પોસ્ટરમાંથી રાહુલ ગાંધી સહિત બિહારના અન્ય દિગ્ગજ નેતાઓ પણ ઘાયબ હોવાના કારણે નવો વિવાદ ઉભો થયો છે. આ અંગે બીજેપીએ કટાક્ષ પણ કર્યો છે
bihar election 2025   મહાગઠબંધનની પીસીમાં માત્ર તેજસ્વીની તસવીર  ભાજપે કહ્યું  કોંગ્રેસના સન્માનની ચોરી
Advertisement
  • Bihar Election 2025 : બિહાર ચૂંટણીમાં પોસ્ટર વિવાદ, મહાગઠબંધન પીસીમાં માત્ર તેજસ્વી, ભાજપનો કોંગ્રેસ પર તીખો વ્યંગ
  • તેજસ્વીની તસવીરવાળા પોસ્ટરથી ભાજપનો હુમલો : રાહુલ ગાંધીનું 'અપમાન', કોંગ્રેસનો સન્માન ચોરાયો
  • પટણા પ્રેસ કોન્ફરન્સ પહેલાં વિવાદ : મહાગઠબંધનમાં રાહુલની તસવીર ગાયબ, ભાજપે ગણાવી સન્માનની 'ચોરી'
  • બિહારમાં મહાગઠબંધનનો પોસ્ટર ડ્રામા : તેજસ્વી CM ચહેરા તરીકે કોંગ્રેસને મળ્યો 'અપમાન'
  • પટણામાં તેજસ્વીની તસવીર જ પોસ્ટર પર ભાજપનો તીખો તીર : કોંગ્રેસનો સન્માન ગયો

Bihar Election 2025 : બિહારની રાજધાની પટણામાં થવાની મહાગઠબંધનની પ્રેસ કોન્ફરન્સ પહેલાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર તીખો હુમલો કર્યો છે.

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તેજસ્વી યાદવને બિહાર ચૂંટણી માટે મહાગઠબંધનના મુખ્યમંત્રી ચહેરા તરીકે જાહેર કરવાની શક્યતા છે, પરંતુ પ્રેસ કોન્ફરન્સના પોસ્ટરમાંથી રાહુલ ગાંધીની તસવીર ગાયબ છે. ભાજપે આને કોંગ્રેસના "અપમાન" તરીકે રજૂ કરીને વ્યંગ કસ્યો છે. આ પોસ્ટરને લઈને બીજેપીએ કટાક્ષ કરતાં કહ્યું છે કે, કોંગ્રેસના સન્માનની ચોરી થઈ ગઈ છે.

Advertisement

પોસ્ટર પર માત્ર તેજસ્વી યાદવની તસવીર

Advertisement

પોસ્ટરમાં માત્ર તેજસ્વી યાદવની તસવીર જ દેખાઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહલોત આરજેડી અને કોંગ્રેસ વચ્ચે સીટ વિભાજનની વાતચીતમાં મતભેદો હલ કરવા માટે પટણા પહોંચ્યા હતા. તેઓ આ પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વી સાથે હાજર રહી શકે છે. લાંબી ખેંચતાણ પછી મહાગઠબંધનના સહયોગી પક્ષો આજે આ પ્રેસ કોન્ફરન્સમાં એકતાનો સંદેશ આપવા માંગે છે.

પટણાના મૌર્યા હોટલમાં થનારી આ પ્રેસ કોન્ફરન્સમાં માત્ર તેજસ્વીની તસવીરવાળા પોસ્ટરથી રાજકીય વાવાઝોડું ઉભું થયું છે. રાહુલ ગાંધી, મુકેશ સહની, દીપાંકર ભટ્ટાચાર્ય અને અન્ય સહયોગી પક્ષોના નેતાઓની તસવીરોને પોસ્ટરમાં જગ્યા આપવામાં આવી નથી, જેને ભાજપે કોંગ્રેસના અપમાન તરીકે રજૂ કર્યો છે. આ પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વીને મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે જાહેર કરવાની અપેક્ષા છે, અને મહાગઠબંધન 'ચલો બિહાર.. બદલો બિહાર'નો નારો આપશે.

આ પણ વાંચો- Bihar elections : તેજસ્વી યાદવ સીએમ કેન્ડિડેટ તરીકે સ્વીકાર, કોંગ્રેસ-આરજેડી વચ્ચે સહમતિ

Tags :
Advertisement

.

×