બિહાર ચૂંટણી 2025 : ચૂંટણી પહેલાં Tejashwi Yadav ની મોટી જાહેરાત, જીવિકા દીદી અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કરશે કાયમી
- બિહાર ચૂંટણી 2025 : Tejashwi Yadav ની મોટી જાહેરાત – જીવિકા દીદીઓને 30,000ની પગાર સાથે સ્થાયી નોકરી
- તેજસ્વી યાદવનું વચન : કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને જીવિકા દીદીઓને પરમાનેન્ટ, MAA-BETI યોજના લાવીશું
- બિહારમાં મહિલા સશક્તિકરણ : તેજસ્વીની યોજનાઓથી NDAની ચિંતામાં વધારો
- પટણામાં તેજસ્વીનું ધમાકેદાર એલાન : જીવિકા દિદીઓને સરકારી સ્ટેટસ, લોન વ્યાજ માફ
- બિહાર ચૂંટણી વિશેષ : તેજસ્વીની MAA-BETI યોજના, મહિલાઓ માટે મકાન-શિક્ષણ-રોજગાર
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી વચ્ચે આરજેડી અધ્યક્ષ તેજસ્વી યાદવે (Tejashwi Yadav) પટણામાં પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જે પરિવારો પાસે સરકારી નોકરીઓ નથી, તે પરિવારોમાં એક સભ્યને પહેલાં જ નોકરી આપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી હતી. હવે તેમણે એક અન્ય ઐતિહાસિક જાહેરાત કરીને બિહારની જીવિકા દીદીઓ અને કરાર પર રહેલા કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાનો વચન આપ્યું છે.
જીવિકા દિદીઓને મળશે સન્માન અને સ્થાયી નોકરી
તેજસ્વી યાદવે કહ્યું કે આ સરકારમાં જીવિકા દીદીઓનું જે શોષણ થયું છે, તે કદાચ ક્યારેય થયું નથી. તેમણે જણાવ્યું કે રાજ્યના અનેક જિલ્લાઓના પ્રવાસ દરમિયાન તેમણે દરેક જગ્યાએ જીવિકા દીદીઓના જૂથો સાથે મુલાકાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તમામ જીવિકા દીદીઓને સ્થાયી સરકારી કર્મચારીનું માન આપવામાં આવશે અને તેમનો માસિક વેતન 30,000 રૂપિયા કરવામાં આવશે.
जीविक दीदियों के लिए ऐतिहासिक घोषणा.. 30,000 महीना, स्थाई सरकारी नौकरी#TejashwiYadav #RJD #Bihar#TejashwiForCM #तेजस्वी_सरकार #तेजस्वी_संग_चले_के_बा pic.twitter.com/kCTshXSNO2
— Chitranjan Gagan (@ChitranjanGaga1) October 22, 2025
તેમણે આગળ કહ્યું કે, “આ કોઈ નાની જાહેરાત નથી. આ વર્ષોથી જીવિકા દીદીઓની માંગ રહી છે. જીવિકા દીદીઓ વિના કોઈ કામ પૂરું થઈ શકે નહીં. પરંતુ, તેમને અત્યાર સુધી તેમનો હક મળ્યો નથી.” વધુમાં તેમણે કહ્યું કે, જીવિકા દીદીઓ દ્વારા લીધેલા લોનના વ્યાજને માફ કરવામાં આવશે અને લગભગ બે વર્ષ માટે વ્યાજ-મુક્ત લોન આપવામાં આવશે. દરેક જીવિકા દિદીને પ્રતિ મહિને 2,000 રૂપિયાની વધારાનો ભથ્થું અને 5 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ કવરેજ પણ મળશે.
આ પણ વાંચો- PM મોદીએ Donald Trump નો દિવાળીની શુભેચ્છાઓ આપવા બદલ વ્યક્ત કર્યો આભાર, જાણો શું કહ્યું?
કરાર પર રહેલા કર્મચારીઓનું પણ થશે સ્થાયીકરણ
તેજસ્વીએ કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓની સ્થિતિ પર પણ ધ્યાન આપ્યું છે. તેમણે કહ્યું કે સરકાર પોતાના તમામ કામો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પાસેથી કરાવે છે, પરંતુ તેમની સાથે અન્યાય અને શોષણ થતું રહ્યું છે. તેમણે આગળ કહ્યું કે “ઘણા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કારણ વિના સેવામાંથી હટાવવામાં આવ્યા છે. બિહારમાં લગભગ 1થી 2 લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે, જેમની સેવાઓનો લાભ સરકાર લઈ રહી છે, પરંતુ ન્યાય મળતો નથી.”
તેજસ્વીએ વિશ્વાસ અપાવ્યો કે આરજેડી સત્તામાં આવ્યા પછી તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સ્થાયી કરી દેવામાં આવશે, જેથી તેમના ભવિષ્ય અને રોજગારની સુરક્ષા સુનિશ્ચિત થશે.
MAA અને BETI યોજના પણ લાવશે તેજસ્વી
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેજસ્વી યાદવે MAA અને BETI યોજના વિશે પણ વિગતવાર જણાવ્યું. MAAનો પૂરો ફોર્મ તેજસ્વી યાદવે M- મકાન, A- અન્ન, A- આવક જણાવ્યો. જ્યારે BETIનો પૂરો ફોર્મ વિપક્ષ નેતાએ B- લાભ, E- શિક્ષણ, T- તાલીમ અને I- આવક ગણાવ્યો હતો. આ રીતે તેજસ્વી યાદવે મહિલાઓ માટે આ ખાસ યોજનાઓ લાવવાની જાહેરાત કરી છે. જેમાં જરૂરતમંદોને મકાન, અન્ન અને આવક સરકાર સુનિશ્ચિત કરશે. તો બીજી તરફ બેટીઓને શિક્ષણ અને રોજગારની તાલીમ આપવામાં આવશે. તે ઉપરાંત માઈ-બહેન યોજના હેઠળ પ્રતિ મહિને 2,500 રૂપિયા, વાર્ષિક 30,000 અને 5 વર્ષમાં 1.5 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
जो खुद कुछ नहीं कर सकते, वो केवल शंका करते हैं!
और जो कर सकते हैं, वो #तेजस्वी काम कर दिखाते हैं!
वो अपने काम से बदलाव, सुधार और जन कल्याण कर दिखाते हैं!@yadavtejashwi जैसे नेता सदियों में एक बार आते हैं, और अपनी सकारात्मक राजनीति से समाज, देश-दुनिया बदल देते हैं!… pic.twitter.com/paMqMTHqXE— Rashtriya Janata Dal (@RJDforIndia) October 10, 2025
આ જાહેરાત 22 ઓક્ટોબર 2025ના રોજ પટણામાં કરવામાં આવી જે બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના સંદર્ભમાં મહાગઠબંધનની ચૂંટણી વ્યૂહરચનાનો ભાગ છે. તેજસ્વીએ વર્તમાન નીતીશ કુમાર સરકાર પર ભ્રષ્ટાચાર, બેરોજગારી અને અપરાધ વધારાના આક્ષેપો કર્યા છે. આ વચ્ચે મહાગઠબંધન 23 ઓક્ટોબરે પટણામાં અન્ય પ્રેસ કોન્ફરન્સ કરવાની છે. આ જાહેરાતથી મહિલા મતદારો અને કર્મચારીઓને સીધી સ્પર્શી રહી છે, જે ચૂંટણીનું તાપમાન વધારી શકે છે.
આ પણ વાંચો- Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ, નિવાસસ્થાને યોજાયો સ્નેહમિલન સમારોહ


