Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CONGRESS : 'પેડમેન' સ્ટ્રેટર્જીને આંચકો, સેનિટરી પેડના પેકેટ પર રાહુલ ગાંધીની તસ્વીરથી વિવાદ

CONGRESS : સેનિટરી પેડ બોક્સ પર રાહુલનો ફોટો છાપવાના નિર્ણયની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ટીકા કરવામાં આવી છે
congress    પેડમેન  સ્ટ્રેટર્જીને આંચકો  સેનિટરી પેડના પેકેટ પર રાહુલ ગાંધીની તસ્વીરથી વિવાદ
Advertisement
  • બિહારમાં મહિલા મતદારોને આકર્ષવા કોંગ્રેસની પેડમેન સ્ટ્રેટર્જી
  • રાહુલ ગાંધીની તસ્વીર સાથેના પેડ પેકેટનું વિતરણ પહેલા વિવાદ
  • ભાજપે સણસણસા આરોપ સાથે વિરોધ તેજ કર્યો

CONGRESS : બિહાર વિધાનસભા (BIHAR ELECTION) ચૂંટણીમાં પ્રચાર તીવ્ર બન્યો છે. બિહારમાં કોંગ્રેસ (CONGRESS) ની મતદારોનો આકર્ષવાની રણનીતિ ફિલ્મ 'પેડમેન'થી પ્રેરિત (PADMAN STRATEGY) છે. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ દ્વારા એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત 5 લાખ મહિલાઓને મફત સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવશે. આ સેનિટરી પેડ્સના પેકેટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ફોટો છપાયેલો છે. તેના પર "નારી ન્યાય, મહિલા સન્માન" સૂત્ર લખેલું છે. ઉપરાંત જરૂરિયાતમંદ પરિવારોની મહિલાઓને સેનિટરી પેડ્સના પેકેટ સાથે મહિને 2,500 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે.

સેનિટરી પેડના પેકેટ પર રાહુલ ગાંધીનો ફોટો છપાયો

બિહારમાં મહિલાઓમાં સેનિટરી પેડનું વિતરણ કરવાની કોંગ્રેસની આ રણનીતિએ એ વિવાદને જન્મ આપ્યો છે. આનું કારણ રાજ્યની 5 લાખથી વધુ મહિલાઓને આપવામાં આવતા સેનિટરી પેડ્સના પેકેટ પર રાહુલ ગાંધીનો ફોટો છે.

Advertisement

માસિક અંગે જાગૃતિ લાવવાનો હેતુ

પ્રિયદર્શિની ઉડાન યોજના નામની આ પહેલનો હેતુ માસિક સ્રાવની સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો છે. આ કોંગ્રેસની વ્યાપક મહિલા-કેન્દ્રિત પહેલનો એક ભાગ છે. સેનિટરી પેડ બોક્સ પર રાહુલ ગાંધીનો ફોટો છપાયેલો છે. આ અંગે વિવાદ થયો છે.

Advertisement

ભાજપે કોંગ્રેસને ઘેરી લીધી

સેનિટરી પેડ બોક્સ પર રાહુલનો ફોટો છાપવાના નિર્ણયની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ટીકા કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'સેનેટરી પેડ પર રાહુલ ગાંધીનો ફોટો બિહારની મહિલાઓનું અપમાન છે!' કોંગ્રેસ એક મહિલા વિરોધી પાર્ટી છે! બિહારની મહિલાઓ કોંગ્રેસ અને આરજેડીને પાઠ ભણાવશે.

ચૂંટણી મહિલાઓના મુદ્દાઓ પર કેન્દ્રિત છે

બિહાર વિધાનસભાની ચૂંટણીઓ રાજકીય પક્ષો દ્વારા મહિલાઓને આપવામાં આવેલા વચનોનું કેન્દ્ર બની ગઈ છે. ચૂંટણી પરિણામોમાં મહિલાઓના મુદ્દાઓ મુખ્ય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.

મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાનું પણ વચન આપ્યું

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ચૂંટણી વચન આપ્યું છે કે, વંચિત પરિવારોની મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા આપવામાં આવશે. વિપક્ષી મહાગઠબંધને સત્તામાં આવવા પર 'માઈ બહેન માન યોજના' હેઠળ મહિલાઓના બેંક ખાતામાં માસિક 2,500 રૂપિયા ટ્રાન્સફર કરવાનું વચન આપ્યું છે. બીજી તરફ નીતિશ કુમારની આગેવાની હેઠળની સરકારે 2 કરોડ મહિલાઓ સાથે જોડાવા માટે દરેક ગામ સુધી પહોંચવા માટે 'મહિલા સંવાદ' કાર્યક્રમ શરૂ કર્યો છે.

આ પણ વાંચો ---- Himachal Cloud Burst: મંડીમાં વરસાદી વિનાશ,કેમ ન દેખાઇ સાંસદ કંગના રનૌત? ગરમાયુ રાજકારણ

Tags :
Advertisement

.

×