ચૂંટણી પહેલા બિહારમાં JDU ની મોટી સફાઇ, 11 નેતાઓને પાણીચું
- બિહારમાં મોટી રાજકીય ઉથલ પાથલ સામે આવી છે
- સત્તાપક્ષ જેડીયુ દ્વારા 11 વજનદાર નેતાઓને પાણીચુ પકડાવી દેવામાં આવ્યું છે
- પક્ષ વિરોધી કાર્યવાહી કરવા બદલ આકરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું
Bihar JDU Expelled Leaders : વિધાનસભાની ચૂંટણી પહેલા બિહારમાંથી (Bihar Vidhansabha Election - 2025) મોટા સમાચાર સામે આવ્યા છે. આજે સત્તાપક્ષ JDU એ એક મોટો નિર્ણય (Bihar JDU Expelled Leaders) લીધો છે, અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં (Anti Party Activity - Bihar) સામેલ થવા બદલ ચાર પૂર્વ ધારાસભ્યો સહિત 11 નેતાઓને હાંકી કાઢ્યા છે. જેને પગલે બિહારમાં રાજકીટ મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે.
बिहार चुनाव से पहले नीतीश कुमार ने एक बड़ा फैसला लिया हैं.#JDU पार्टी ने अपने 11 लोगों को निकाल दिया है, इन लोगों में कुछ पुराने विधायक भी हैं.
पार्टी का कहना है कि ये लोग 2025 के चुनाव में पार्टी के खिलाफ काम कर रहे थे और पार्टी की बातें नहीं मान रहे थे. इसलिए इन्हें बाहर कर… pic.twitter.com/FPIu8HGZ6c
— Loktantrafirst (@LoktantraFirst) October 25, 2025
કોને હાંકી કાઢવામાં આવ્યા ?
JDU દ્વારા હાંકી કાઢવામાં આવેલા નેતાઓમાં પૂર્વ મંત્રી શૈલેષ કુમાર, પૂર્વ MLC સંજય પ્રસાદ, પૂર્વ MLA શ્યામ બહાદુર સિંહ, પૂર્વ MLC રણવિજય સિંહ, પૂર્વ MLA સુદર્શન કુમાર, અમર કુમાર સિંહ, તેમજ મહુઆથી JDU ઉમેદવાર, અસ્મા પરવીન, લવ કુમાર, આશા સુમન, દિવ્યાંશુ ભારદ્વાજ અને વિવેક શુક્લાનો સમાવેશ થાય છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી ક્યારે છે ?
બિહારમાં પ્રથમ તબક્કા માટે મતદાન 6 નવેમ્બરે અને બીજા તબક્કા માટે મતદાન 11 નવેમ્બરે થશે. ચૂંટણી પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. તમામ પક્ષો ચૂંટણી માટે સક્રિયપણે પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણી રસપ્રદ બનવાની છે કારણ કે, એક નવી પાર્ટી, જનસુરાજ પણ મેદાનમાં છે. બિહારમાં મુખ્ય સ્પર્ધા NDA અને મહાગઠબંધન વચ્ચે છે. જો કે, જનસુરાજ પણ ચૂંટણી મેદાનમાં છે, પરંતુ એ જોવાનું બાકી છે કે, બિહારના લોકો નવા પક્ષ પર કેટલો વિશ્વાસ કરે છે અને તેઓ જૂના પક્ષોને કેટલી તક આપે છે.
"બિહાર પ્રગતિના નવા પરિમાણો સ્થાપિત કરી રહ્યું છે" - નીતિશ કુમાર
આજે જ, મુખ્યમંત્રી નીતિશ કુમારે (Bihar CM - Nitish Kumar) બક્સર જિલ્લાના ડુમરાવ અને પટણા જિલ્લાના રામકૃષ્ણ નગર, ફુલવારી શરીફમાં NDA ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી. અહીં નીતિશે કહ્યું, "અમે સમાજના તમામ વર્ગના લોકોના કલ્યાણ માટે કામ કર્યું છે. રાજ્યમાં પ્રેમ, ભાઈચારો અને શાંતિનું વાતાવરણ છે. 20 વર્ષના સતત વિકાસ કાર્યના પરિણામે, બિહાર આજે પ્રગતિના નવા પરિમાણો સ્થાપિત કરી રહ્યું છે. ભવિષ્યમાં, બિહાર દેશના સૌથી વિકસિત રાજ્યોમાં ગણાશે."
આ પણ વાંચો ----- Bihar ના Mahua માં પ્રચાર કરવા અંગે તેજપ્રતાપની તેજસ્વીને ધમકી, કહ્યું કે, 'મારા વિરૂદ્ધ પ્રચાર કર્યો તો..!'


