Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિહારમાં બીજા તબક્કાની ચૂંટણી પહેલા સમસ્તીપુરમાં રસ્તા પર EVMની VVPAT સ્લિપ મળી આવતા હોબાળો

બિહારના સમસ્તીપુરમાં રસ્તા પર EVM માંથી મોટી સંખ્યામાં VVPAT સ્લિપ વિખરાયેલી મળી આવતા હોબાળો મચી ગયો છે. RJD એ ચૂંટણી પંચ પર ગંભીર સવાલ ઉઠાવ્યા. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે આ સ્લિપ મોક પોલની હતી અને AROની બેદરકારી બદલ તેને સસ્પેન્ડ કરી FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. પંચે ખાતરી આપી છે કે વાસ્તવિક મતદાન સુરક્ષિત છે.
બિહારમાં બીજા તબક્કાની ચૂંટણી પહેલા સમસ્તીપુરમાં રસ્તા પર evmની vvpat સ્લિપ મળી આવતા હોબાળો
Advertisement

 VVPAT : બિહારમાં બીજા તબક્કાના મતદાન પહેલા મોટો હોબાળો
સરૈરંજન વિધાનસભા વિસ્તારમાંથી EVMની VVPAT સ્લિપ મળી આવી
EVMની VVPAT સ્લિપ જાહેર રોડ પર મળી આવતા ઉઠ્યા સવાલ
RJD એ ચૂંટણી પંચ પર કર્યા આકરા શાબ્દિક પ્રહાર

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ મોટો વિવાદ ઊભો થયો છે. શનિવારે સમસ્તીપુર જિલ્લાના સરૈરંજન વિધાનસભા મતવિસ્તારમાં KSR કોલેજ નજીક જાહેર  રોડ પર EVM માંથી મોટી સંખ્યામાં VVPAT સ્લિપ વિખરાયેલી મળી આવતા ભારે હોબાળો મચ્યો છે.  વિપક્ષી રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ આ ઘટના અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને ચૂંટણી પંચની પારદર્શિતા પર આકરા પ્રહારો કર્યા છે.

Advertisement

Advertisement

RJD એ ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ

RJD એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ ઘટનાની તસવીરો પોસ્ટ કરીને ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા. RJD એ લખ્યું કે, "સમસ્તીપુરના સરૈરંજન વિધાનસભા મતવિસ્તારમાં KSR કોલેજ નજીક રસ્તા પર EVM માંથી મોટી સંખ્યામાં VVPAT સ્લિપ ફેંકવામાં આવી હતી. આ સ્લિપ ક્યારે, કેવી રીતે, શા માટે અને કોના ઇશારે ફેંકવામાં આવી હતી? શું ચોર કમિશન આનો જવાબ આપશે? શું આ બધું લોકશાહીના લૂંટારાના ઇશારે થઈ રહ્યું છે જે બહારથી આવીને બિહારમાં પડાવ નાખ્યો છે?"

બેદરકારી બદલ ARO સસ્પેન્ડ, FIR નો આદેશ

આ મામલે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરી છે. તેમણે સંબંધિત સહાયક રિટર્નિંગ ઓફિસર (ARO) ને બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે અને તેમની સામે FIR નોંધવાનો પણ નિર્દેશ આપ્યો છે. સમસ્તીપુરના જિલ્લા ચૂંટણી અધિકારી (જિલ્લા મેજિસ્ટ્રેટ) ને તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લેવા, તપાસ કરવા અને વિગતવાર રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 VVPAT:  ચૂંટણી પંચે આ અંગે કર્યો ખુલાસો

ચૂંટણી પંચે ચોખવટ કરી છે કે જે VVPAT સ્લિપો મળી આવી છે, તેનો ઉપયોગ ખરેખર મતદાન (મતગણતરી) માટે નહીં, પરંતુ ચકાસણી (મોક પોલ) માટે કરવામાં આવ્યો હતો. આ સ્લિપોને ફેંકી દેવામાં જવાબદાર અધિકારી (ARO) ની બેદરકારી હતી. પંચે ખાતરી આપી છે કે આનાથી સાચા મતદાનમાં કોઈ ગરબડ થઈ નથી અને મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત છે.

સમસ્તીપુર જિલ્લા મેજિસ્ટ્રેટ રોશન કુશવાહ અને પોલીસ અધિક્ષક અરવિંદ પ્રતાપ સિંહે ઘટનાસ્થળે પહોંચીને વિરોધી પક્ષોને ખાતરી આપી હતી કે આ મામલાની તપાસ કરવામાં આવશે.જિલ્લા મેજિસ્ટ્રેટ રોશન કુશવાહાએ જણાવ્યું કે, "VVPAT સ્લિપ રસ્તામાં વિખરાયેલી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે મોટાભાગની સ્લિપ મોક પોલ પછી કાપવામાં આવી હતી, પરંતુ કેટલીક શેડ વગરની મળી આવી હતી. EVM નંબર જવાબદાર મતદાન અધિકારીની ઓળખ કરશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. અમે ઉમેદવારોને જાણ કરી છે કે આ મોક પોલ દરમિયાન જારી કરાયેલી સ્લિપ હતી અને તેના નિકાલમાં બેદરકારી આચરવામાં આવી હતી. ARO ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને FIR દાખલ થશે."
નોંધનીય છે કે, વાસ્તવિક મતદાન પહેલાં દરેક બૂથ પર મોક પોલ કરવામાં આવે છે, જેથી EVM અને VVPAT ની યોગ્ય કામગીરી ચકાસી શકાય અને ચૂંટણી કર્મચારીઓને તાલીમ આપી શકાય. આ સ્લિપ મતદાનના બે દિવસ પછી શીતલપટ્ટી ગામમાં કચરામાં મળી આવી હતી.

Tags :
Advertisement

.

×