Bihar: છત ધરાશાયી થવાથી એક પરિવારના પાંચ સભ્યોના કરુણ મોત
- Bihar: દાનાપુરમાં મોડી રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો છે
- રાત્રે લગભગ 9:45 વાગ્યે ઘરની છત અચાનક તૂટી પડી
- માલિક બબલુ ખાન (32) અને તેનો આખો પરિવાર મૃત્યુ પામ્યો
Bihar: બિહારની રાજધાની પટનાને અડીને આવેલા દાનાપુરમાં મોડી રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો છે. એક ઘરની છત ધરાશાયી થઈ, જેમાં માલિક બબલુ ખાન (32) અને તેનો આખો પરિવાર મૃત્યુ પામ્યો છે. મૃતકોમાં તેની પત્ની રોશન ખાતૂન (30), પુત્ર મોહમ્મદ ચાંદ (10), પુત્રીઓ રૂખશર (12) અને ચાંદની (2)નો સમાવેશ થાય છે. અકસ્માત સમયે બધા સૂતા હતા. આ ઘટના અકિલપુર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા 42 પટ્ટી ગામમાં બની હતી.
ઘરની છત અચાનક તૂટી પડી
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, રવિવારે રાત્રે લગભગ 9:45 વાગ્યે ઘરની છત અચાનક તૂટી પડી. અવાજ સાંભળીને નજીકના વિસ્તારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. માહિતી મળતાં, અકિલપુર પોલીસ સ્ટેશનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો અને ગ્રામજનોની મદદથી કાટમાળ દૂર કરવાનું શરૂ કર્યું, પરંતુ જ્યાં સુધી બધાને બચાવ્યા ત્યાં સુધીમાં પાંચેયના મોત થઈ ગયા હતા.
Bihar: ઘટનાના સમાચાર ફેલાતાં જ આખા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું
ઘટનાના સમાચાર ફેલાતાં જ આખા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. મૃતકોના પરિવારજનો અને ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસે તમામ મૃતદેહોને કબજે કરીને દાનાપુર સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
ભેજને કારણે ઘર નબળું પડી ગયું હતું.
અકીલપુર પોલીસ સ્ટેશનના અધિકારી વિનોદ કુમારે જણાવ્યું હતું કે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાની તપાસ ચાલી રહી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘરની છત ખૂબ જૂની હતી અને સતત વરસાદ અને ભેજને કારણે નબળી પડી ગઈ હતી, જેના કારણે રવિવારે રાત્રે અચાનક તે તૂટી પડી હતી. વહીવટીતંત્રે પીડિતોના પરિવારને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે. આ દુ:ખદ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. ગ્રામજનોએ માંગ કરી છે કે વહીવટીતંત્ર મૃતકોના પરિવારોને તાત્કાલિક વળતર અને અન્ય સહાય પૂરી પાડે, જેથી તેઓ થોડી રાહત મેળવી શકે.
આ પણ વાંચો: Donald Trumpનું વચન... દરેક અમેરિકનને ટેરિફથી $ 2,000 મળશે, તેનો વિરોધ કરનારાઓ મૂર્ખ


