Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિહારમાં ગુજરાતના લઠ્ઠાકાંડ જેવો કાંડ! એક પછી એક લોકોના મોત થઈ રહ્યા

Bihar Hooch Tragedy : ઘટના બાદ Spurious Liquorના પાઉચ સળગાવી દેવામાં આવ્યા
બિહારમાં ગુજરાતના લઠ્ઠાકાંડ જેવો કાંડ  એક પછી એક લોકોના મોત થઈ રહ્યા
Advertisement
  • Spurious Liquor પીધેલા 5 લોકોમાંથી 2 લોકોનું મૃત્યુ
  • પોલીસથી 100 મીટરના અંતરે પણ Spurious Liquor વેચાય છે
  • ઘટના બાદ Spurious Liquorના પાઉચ સળગાવી દેવામાં આવ્યા

Bihar Hooch Tragedy : Bihar ના Siwan જિલ્લામાંથી ફરી એકવાર Spurious Liquorના અનેક લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. તે ઉપરાંત અમુક વ્યક્તિઓનું આ Spurious Liquor પીવાથી મૃત્યુ પણ થયું છે. જોકે ગત મહિને પણ આ વિસ્તારમાં આ પ્રકારના Spurious Liquor પીવાથી મોત થયા હતા. ત્યારે આશરે 28 લોકોના મોત થયા હતા. ત્યારબાદ ફરી એકવાર આવી ઘટનામાં તાજેતરમાં ઘટી છે. જોકે આ વખતે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, તંત્રની મદદથી આ Spurious Liquorનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.

Spurious Liquor પીધેલા 5 લોકોમાંથી 2 લોકોનું મૃત્યુ

જોકે Bihar ના Siwan જિલ્લામાં આ (Bihar Hooch Tragedy) ઘટના ગયા 14 નવેમ્બરે બની હતી. તો આ Spurious Liquor પીધેલા 5 લોકોને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે તેના પરિવારજનોનું કહેવું છે કે Spurious Liquor પીધા બાદ તેની તબિયત બગડી હતી. સદર હોસ્પિટલમાં સારવાર દરમિયાન અમરજીત સહિત 2 લોકોના મોત થયા હતા. તો ઉમેશ યાદવને સદર હોસ્પિટલમાંથી પીએમસીએચમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હતી. જ્યારે અન્ય બે લોકો હરિન્દર અને અશોક સદર હોસ્પિટલમાં દાખલ છે. પડોશીઓનું કહેવું છે કે તેમણે પોતાની આંખો ગુમાવી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: જે લોકો માને છે મોદી મેજીક નબળું પડી રહ્યું, તે લોકો આ તસવીરો જુએ

Advertisement

પોલીસથી 100 મીટરના અંતરે પણ Spurious Liquor વેચાય છે

લોકો પ્રશાસનથી નારાજ છે અને આરોપ લગાવ્યો છે કે પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે પણ Spurious Liquor વેચાય છે અને લોકો પીવે છે. જો તેને સમયસર અટકાવવામાં આવ્યું હોત તો આજે આ સ્થિતિ સર્જાઈ ન હોત. લોકોએ જણાવ્યું કે મૃતક અમરજીત રાય પોતે ગેરકાયદેસર રીતે Spurious Liquor વેચતો હતો. તે પોતે પણ Spurious Liquor વેચવાનો ધંધો કરતો હતો.

ઘટના બાદ Spurious Liquorના પાઉચ સળગાવી દેવામાં આવ્યા

લોકોએ કહ્યું કે તેને ઘણી વખત Spurious Liquor વેચવાની મનાઈ કરવામાં આવી હતી, પરંતુ તે માન્યા ન હતા. લોકોએ કહ્યું કે નબીગંજમાં રસ્તા ઉપર અનેક આ Spurious Liquor ના પાઉચ તમને જોવા મળશે. જોકે ઘટના બાદ Spurious Liquorના પાઉચ સળગાવી દેવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં આ પાઉચ ગામમાં રસ્તા પર પડેલા જોવા મળે છે.

આ પણ વાંચો: દિલ્હીમાં Drugs Consignment કર્યું જપ્ત, કિંમત જાણીને સ્તબ્ધ થઈ જશો

Tags :
Advertisement

.

×