Bihar News : મધેપુરા DM ની કારે 4 ને કચડ્યા, માતા-પુત્રીના મોત, DM અને ડ્રાઈવર કાર છોડીને ફરાર
બિહારમાં DM ની કારને મોટો અકસ્માત થયો છે. મંગળવારે સવારે લગભગ 8.30 વાગ્યે, DM ની કારે NH 57 પર ઘણા લોકોને કચડી નાખ્યા. આ ઘટના ફુલપારસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. તમને જણાવી દઈએ કે, દરભંગાથી મધેપુરા તરફ જઈ રહેલી DM ની કારે ફુલપારસ પુરવારી ટોલા પાસે એક મહિલા અને તેની પુત્રીને કચડી નાખ્યા. આ સિવાય હાઈવેની સાઈડમાં કામ કરતા બે મજૂરોને પણ કચડ્યા હતા.
આરોપ છે કે અકસ્માત બાદ DM અને ડ્રાઈવર કાર છોડીને ભાગી ગયા હતા. અકસ્માત બાદ કાર રેલિંગ સાથે અથડાઈ હતી. ભાગવાનો પ્રયાસ કરતી વેળાએ વાહન કાબુ બહાર જઈને રોડની બીજી બાજુએ જઈને એક મહિલા અને તેની સાથે રહેલા બાળકને કચડી નાખ્યું હતું. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આ સિવાય આ અકસ્માતમાં અન્ય એક મજૂરને પણ ગંભીર ઈજા થઈ છે. તેને ગંભીર હાલતમાં DMસીએચમાં રીફર કરવામાં આવ્યો છે. હાલમાં, મધેપુરા જિલ્લા વહીવટીતંત્ર અકસ્માત અંગે કંઈ કહી શકતું નથી. હાલમાં DM ક્યાંથી આવી રહ્યા હતા અને અકસ્માત કેવી રીતે થયો તે અંગે શંકા છે.
આ પણ વાંચો : Air Pollution : દિલ્હી-એનસીઆરના મોટાભાગના શહેરોમાં AQI 300 ને પાર, હજુ રાહતની આશા નથી…


